પ્લેગની દવા શોધવા પ્લેગના મરણ પામેલા દર્દીને તપાસે કોણ ? એવો દધીચિ કોણ
હોય કે પોતાના પ્રાણ હાથે કરીને આપે ? એક અઠ્ઠાવીસ વર્ષનો ડૉક્ટર ઊભો થયો.
એણે શાંતિ અને ધીરજથી ડૉક્ટરોને કહ્યું, ‘આપણે આ રોગનાં મૂળ શોધી શકીએ તો
હજારો મા-બાપનાં આંસુ લૂછી શકીએ. આ મારું વસિયતનામું. જે કંઈ છે તે
સાર્વજનિક દવાખાનાને હું આપી દઉં છું. હું તૈયાર છું.’ – એ દધીચિ જેવા
ડૉક્ટરનું નામ હતું ડૉક્ટર હેન્નરી ગાયન. આપણે જે જે વસ્તુ ભોગવીએ છીએ તે
તમામની પાછળ કોઈને કોઈનું જીવન અર્પણ થયેલું છે એ ન ભૂલાય, તો જ જીવનનો
મહિમા આપણને સમજાય. (‘અખંડ આનંદ’માંથી સાભાર.)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો