એક
ગરીબ છોકરો હતો તેનું નામ હરીશ હતું જે પોતાના ભણવાના ખર્ચ માટે ઘરે ઘરે
જઈને ચીજો વેચતો હતો. એક દિવસ એની પાસે કઈ પૈસા ન બચ્યા અને એ ભૂખ્યો પણ
હતો. એણે નક્કી કર્યું કે એ સામે ના ઘરે જઈ કૈંક ખાવાનું માંગશે, હરીશ
સામેના ઘરે જઈ દરવાજો ખખડાવ્યો એટલે એક સુંદર અને રૂપાળી સ્ત્રીએ દરવાજો
ઉઘાડ્યો. એ સુંદર સ્ત્રીને જોતાજ હરીશ હિચખીચાવા લાગ્યો અને ખાવાના બદલે
પીવામાંટે પાણી ની માંગણી કરી.
પેલી સુંદર સ્ત્રી ને તરત દેખાયું
કે આ છોકરો ભૂખ્યો લાગે છે એટલે એણે એક મોટો ગ્લાસ ભરી દૂધ લાવી હરીશને
પીવા કહ્યું. હરીશતો ભૂખ્યોજ હતો એટલે એણે ધીમે ધીમે કરી આખો ગ્લાસ ખાલી
કરી દીધો અને પછી સ્ત્રીને પૂછ્યું "આ દુધના ગ્લાસ માટે હું તમને શું
આપું?", સ્ત્રી સ્મિત સાથે બોલી "તારે આના માટે કઈ આપવાની જરૂર નથી અને એમ
પણ કોઈનાપર જો આપણે દયા કરીએ તો એના બદલામાં કંઈ લેવું ન જોઈએ." હરીશે પણ
તહેદિલ થી આભાર માન્યો અને ત્યાંથી જતો રહ્યો. હરીશ પોતાને ફક્ત શારીરિક
સ્વસ્થ નહિ પણ ઈશ્વર ની દયાદ્રીષ્ટિ છે એમ પણ સમજી ગયો. એ લોકોની મદદ પણ
કરવા લાગ્યો.
અમુક વર્ષો પછી
પેલી સુંદર સ્ત્રી બીમાર રહેવા લાગી, ગામ નો ડોક્ટર ચકિત થઇ ગયો કે આને કોઈ
દવાની અસર કેમ નથી થતી. એટલે ડોકટરે તેને મોટા શહેરના સ્પેશ્યાલીસ્ટ પાસે
બીમારી નો ઈલાજ કરાવવા મોકલી. તે સ્પેશ્યાલીસ્ટ એટલે ડોક્ટર હરીશ. જયારે
હરીશેને ગામનું નામ ખબર પડી એટલે એની આંખમાં અજાણ્યું હેત આવી ગયું અને તરત
જ પોતાનો ડોક્ટર વાળો ગાઉન પહેરી પેલી સ્ત્રીને જોવા નીચે વેઈટીંગ એરિયા
માં ગયો ને ખાતરી કરી કે એ એજ સ્ત્રી હતી કે નહિ.
એ પહેલી નજરમાજ
એ સ્ત્રીને ઓળખી ગયો, એ પાછો પોતાની કેબીન માં ચાલ્યો ગયો અને પોતાથી બની
શકે તે પ્રયત્નો કરી એ સ્ત્રીનો ઈલાજ કરવાનું નક્કી કર્યું. એ દિવસથી તેણે
લાંબા ગાળા સુથી પોતાનું પૂર્ણ ધ્યાન તે સ્ત્રીના ઇલાજમાં પોરવી એને સ્વસ્થ
અને રોગમુક્ત કરી. ડોક્ટર હરીશે એ સ્ત્રીનું હોસ્પિટલ નું બીલ પોતાની
મંજુરી માટે પોતાની પાસે મગાવ્યું. હરીશે બીલ જોઈ એના પર કંઈક લખી એ બીલ
પેલી સ્ત્રીના રૂમ માં મોકલાવી દીધું.
એ સ્ત્રી ને થયું કે ઘણો
ખર્ચો થયો હશે એટલે એણે વિચાર્યું હવે બાકીની જિંદગી આ બીલ ચુકવવામાં જશે.
છેવટે એણે બીલ જોયું તો એમાં લખ્યું હતું કે "એક દુધના ગ્લાસથી બીલ પૂર્ણ
ચૂકતે - હસ્તાક્ષર ડોક્ટર હરીશ"
સ્ત્રીની આંખો ભરાઈ આવી ને હૃદય થી સ્મિત છલકાયું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો