- સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા
- વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો.
- જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !
- જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે, પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે.
- દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે
- મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.
- પુરુષને પરાજિત કરવો હોય તો એના અહમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી હોય તો એની પ્રશંસા કરો !!
- તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ પણ બધાને ઉપ-યોગી જરૂર થાજો !!
- દીકરો એટલે સુખડનો ટુકડો ,દીકરી એટલે કસ્તુરી . બન્નેને બરાબર સાચવી શકો તો એ બન્ને જાતે ઘસાઇને સુવાસ ફેલાવે !!
- પ્રશ્ન :: ડાહ્યા માણસની વ્યાખ્યા શું ? જેના કાન લાંબા , આંખ મોટી અને જીભ ટૂંકી હોય એ માણસ સૌથી ડાહ્યો
- પુરુષને મહાત કરી શકે એવી બે વિશેષતા સ્ત્રી ધરાવે છે એક , એ રડી શકે છે અને બે , એ ધારે ત્યારે રડી શકે છે !!!!!
- આખી જીંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ નસીબ
શનિવાર, 6 એપ્રિલ, 2013
જીવન ઉપયોગી વાક્ય
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો