visiter

બુધવાર, 7 નવેમ્બર, 2012

જનરલ નોલેજ પ્રકરણ -11

501 દાંડી કૂચની શરૂઆત કયારે થઇ હતી? Ans: ૧૨ માર્ચ - ૧૯૩૦

502
ગુજરાતમાં ડાયનોસોરનાં ઇંડાં કયાંથી મળી આવ્યા છે? Ans: રૈયાલી

503
મરકી ના રોગની દવા શોધનાર પ્રખર રસાયણશાસ્ત્રી કોણ હતા? Ans: ત્રિભોવનદાસ ગજજર-સુરત

504
રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? Ans: નરસિંહ મહેતા

505
રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે ? Ans: આજી

506
લંડનના આલ્બર્ટ હોલમાં અવિનાશ વ્યાસનું કયું ગીત સાંભળીને ગુજરાતી સાથે અંગ્રેજો પણ નાચી ઉઠ્યા હતા? Ans: ‘તારી વાંકી રે પાઘલડીનું...’

507
ભારતમાં દરરોજ થતી એકમાત્ર પદયાત્રા કઇ છે ? Ans: અમદાવાદ હેરિટેજ વોક

508
સમાજસુધારક મહીપતરામ નીલકંઠે કઈ નવલકથા લખી હતી ? Ans: સાસુ વહુની લડાઈ

509
ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? Ans: ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી

510
ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ? Ans: કાળીયાર

511
કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો છે ? Ans: રાષ્ટ્રીય રાજમાર્ગ નં. ૧૫

512
અમદાવાદમાં સૌપ્રથમ કન્યાશાળા કોણે સ્થાપી? Ans: હરકુંવર શેઠાણી (૧૮૫૦)

513
કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા

514
હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાનમંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: પાટણ

515
આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો પ્રથમ સત્યાગ્રહ કયો? Ans: ખેડા સત્યાગ્રહ

516
મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ

517
કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવાકુટુંબપોથીની પદ્ધતિ દાખલ કરવામાં આવી? Ans: માધવસિંહ સોલંકી

518
જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે? Ans: અલીખાન બલોચ

519
ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞાની કોણ હતા ? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ

520
ગુજરાતનો સૌપ્રથમ પ્રિન્ટિગ પ્રેસ કયા શહેરમાં શરૂ થયો હતો? Ans: સુરત

521
ગુજરાતના કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યાં હતા? Ans: સયાજીરાવ ગાયકવાડ

522
વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવાળીઘોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું છે? Ans: ખત્રિયાણી

523
સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા? Ans: ભિક્ષુ અખંડાનંદ

524
કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? Ans: ભુજ

525
ગુજરાતમાં આવેલા કયા સરોવરનો વિષ્ણુપુરાણમાં ઊલ્લેખ કરવામાં આવ્યો છે? Ans: નારાયણ સરોવર

526
ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિનેવૃદ્ધપોથીકહી છે? Ans: હિન્દુ ધર્મની બાળપોથી

527 SAG
નું પૂરું નામ શું છે ? Ans: સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત

528
દાંતા અને પાલનપુર વચ્ચે કઈ ટેકરીઓ આવેલી છે ? Ans: જેસોર

529
ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો. Ans: જાદી રાણા

530
શ્રી અરવિંદ યુવાકાળમાં ગુજરાતનાં કયા શહેરમાં રહ્યા હતાં? Ans: વડોદરા

531
વડોદરા શહેરમાંથી કઇ નદી વહે છે? Ans: વિશ્વામિત્રી

532
સૌરાષ્ટ્રનું લોકકથાસાહિત્ય સૌથી વિશેષ કોના સર્જનમાં ઝળકે છે? Ans: ઝવેરચંદ મેઘાણી

533
દલપતરામનાવેનચરિત્રમાં સ્ત્રીજીવનની કઇ સમસ્યાની વાત છે? Ans: બાળવિધવાની સમસ્યા

534
અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું અમદાવાદ)

535
ગુજરાતનું મત્સ્યઉદ્યોગનું સૌથી મોટુ કેન્દ્ર કયું છે ? Ans: વેરાવળ

536
ગુજરાતનો ખેલાડી રાજય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે? Ans: જયદીપસિંહજી એવોર્ડ

537
ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? Ans: ફાર્બસ ગુજરાતી સભા

538
નર્મદના કયા કાવ્યમાં એનું આત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે ? Ans: વીરસિંહ

539
અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ? Ans: તરગાળા

540
અમદાવાદ કેન્દ્રથી વિવિધભારતીનો પ્રારંભ કયારે થયો ? Ans: .. ૧૯૬૫

541 ‘
રંગતરંગભાગ -૬માં કોના હાસ્યનિબંધો સંગ્રહાયેલા છે? Ans: જયોતીન્દ્ર દવે

542
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ? Ans: સૌરાષ્ટ્ર

543
પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ? Ans: મોરારજી દેસાઇ

544
ગુજરાતમાં આવેલી કઇ યુનિવર્સિટી સમસ્ત એશિયા ખંડમાં દ્વિતીય ક્રમાંકે આવે છે? Ans: એમ. એસ. યુનિવર્સિટી

545
ગુજરાતના કયા પ્રસિદ્ધ ગઝલકાર અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન મળ્યા હતા? Ans: શેખાદમ આબુવાલા અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન

546
આદિવાસીઓનો ત્રિનેત્રેશ્વર મેળો શાના માટે પ્રખ્યાત છે? Ans: સ્વયંવર

547
.. ૧૯૬૫ ના પાકિસ્તાન યુદ્ધમાં ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા? Ans: બળવંતરાય મહેતા

548
ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? Ans: વડોદરા

549
કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે ? Ans: મચ્છુ

550
નવલરામ કયું સામાયિક ચલાવતા હતા? Ans: ગુજરાતી શાળાપત્ર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો