visiter

શુક્રવાર, 21 ડિસેમ્બર, 2012

ગુજરાત વિધાનસભા ખંડિત થતી રહી છે

                    ગુજરાતની ચૂંટણીમાં ગઇકાલે જાહેર થયેલા પરિણામોમાં પંચમહાલની મોરવા હડફ બેઠકનાં કોંગ્રેસનાં વિજેતા સવિતાબેન ખાંટનું આજે મૃત્યુ થયું હતું. આ સાથે જ ગુજરાતની 13મી વિધાનસભા અસ્તિત્વમાં આવ્યા પહેલાં જ ખંડિત થઇ ગઇ છે. એટલું જ નહીં, ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારથી વિધાનસભા ખંડિત રહેવાની પરંપરા પણ ચાલુ રહી છે.

  સવિતાબેન ગઇકાલે મતગણતરીનાં સ્થળે પટકાતાં તેમને બ્રેઇન હેમરેજ થયું હતું. બાદમાં તેમને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં આજે સવારે તેમનું મૃત્યુ થયું હતું.

ગુજરાત વિધાનસભા ક્યારેય 182 બેઠકો જાળવી શકી નથી અને ખંડિત થતી રહી છે. આ પહેલાં 1975માં ચાલુ ચૂંટણીએ જ એક ઉમેદવારનું મૃત્યુ થયું હતું. આવો ગુજરાત વિધાનસભામાં ક્યારે કયા ઉમેદવારનુ મૃત્યુ થયું છે તેના ઇતિહાસ પર એક નજર નાંખીએ..
*********************************************************
 1970માં તત્કાલીન વિરોધ પક્ષનાં નેતા ભાઇલાલ પટેલનું અવસાન થતાં ત્યાં પેટા ચૂંટણી યોજવી પડી હતી. ભાઇલાલ ભાઇ ચરોત્તરની સારસા બેઠક પરથી ધારાસભ્ય હતાં.
*********************************************************
1975માં પણ કંઇક આવો જ બનાવ બન્યો હતો. 1975ની સામાન્ય ચૂંટણીમાં વિરમગામમાં ચૂંટણી પ્રક્રિયા જોરમાં હતી. આ દરમિયાન જ એક ઉમેદવાર ગોવિંદભાઇ હરીભાઇ પટેલનું મૃત્યું થયું હતું. ચૂંટણીનાં નિયમ પ્રમાણે આ બેઠક પર ચૂંટણી રદ રખાઇ હતી અને બાદમાં ચૂંટણી યોજવામાં આવી હતી.
*********************************************************
૧૯૮૪માં જેતપુરનાં તે વખતનાં ધારાસભ્ય  જમનાદાસ વેકરિયાનું અવસાન થતાં વિધાનસભા ખંડિત થઇ હતી

*********************************************************
 
૧૯૮૮માં બે ધારાસભ્યોનાં મૃત્યુને પગલે વિધાનસભા ખંડિત થતાં પેટા ચૂંટણી યોજાઇ હતી.  આ પેટા ચૂંટણી દ્વારાકાનાં ધારાસભ્ય જમનાદાસ ગોકુલદાસ પાબારી અને માળિયા હાટિના બેઠકનાં ભરતભાઇનાં મૃત્યુને પગલે યોજાઇ હતી. 
*********************************************************
                       2007માં આવેલી 12મી વિધાનસભા પણ વારંવાર ખંડિત થઇ હતી. 
2009માં ચોટિલામાંથી અપક્ષ ધારાસભ્ય પોપટભાઇ ઝીંઝરીયા મૃત્યુ પામ્યા બાદ પેટા ચૂંટણી યોજાઇ હતી. પેટા ચૂંટણીમાં ભાજપનાં વશરામભાઇ જીત્યા હતાં.જોકે વશરામભાઇ સોગંદ લે તે પહેલાં જ મૃત્યુ પામ્યા હતાં. 2011માં તેમના પુત્ર ભરતભાઇ અહીંથી ચૂંટાયા હતાં.
બારમી વિધાનસભામાં ભાજપનાં મોટા નેતા અશોક ભટ્ટ અને પ્રો. મંગળદાસ પટેલનું મૃત્યુ પણ થયું હતું.  આ બંને વિધાનસભાનાં અધ્યક્ષ રહી ચૂક્યા હતાં.
અશોક ભટ્ટનાં મૃત્યુને પગલે ખાલી પડેલી ખાડિયા બેઠક પર 2011 તેમના પુત્ર ભૂષણ ભટ્ટ ચૂંટાયા હતાં.
મંગળદાસની ખાલી પડેલી બેઠક પર 2012માં પેટા ચૂંટણી યોજાઇ હતી.

*********************************************************

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો