visiter

ગુરુવાર, 14 ફેબ્રુઆરી, 2013

(સત્ય ઘટના)જેની દીકરી સુખી એનો બાપ સુખી.......

જેની દીકરી સુખી એનો બાપ સુખી,જેની દીકરી દુઃખી તેનો બાપ પણ દુઃખી હોય છે .!!!!
--------------- --------------- --------------- ---------

 બાપની પળ પળ ચિંતા કરે એનું નામ દીકરી કહેવાય.એક સત્ય ઘટના છે .ગુજરાતના પ્રસિદ્ધ લોકકલાકાર પાસે બનેલી ઘટના છે.તેમણે ત્યાં એક દીકરી કામ કરતી હતી.કામ કરતા કરતા એને ખબર પડી કે પ્રસિદ્ધ કલાકારનો કાર્યક્રમ ધોરાજીમાં છે. ધોરાજીમાં જવાનું હતું એ થોડા દિવસ પહેલા એ દીકરીએ વાત કરી કે સાહેબ મારે એક વાત કરવી છે તમને.બોલને બેટા.!!શું કામ છે .સાહેબ આપ ધોરાજી કાર્યક્રમ આપવા જવાના છો. હા બેટા.
એ દીકરી એમ વધુમાં જણાવ્યું કે મારું એક કામ કરશો.શું બેટા કામ છે.!! તેણીએ એમ જણાવ્યું કે મારા બાપુજી ધોરાજીમાં રહે છે.બાપનું મોઢું જોયુંને દસ દસ વર્ષના વહાણા વાઈ ગયા છે.મારો ગરીબડો બાપ મારા સાસરાને મારા બાપનું જરાય માન નથી.પણ મારા બાપની આબરૂ ખાતર હું પણ જીવું છું સાહેબ .!!તમે ધોરાજી જવાના હોય તો મારું એક કામ કરશો . મારા બાપની માટે કઈંક મોકલવું છે. તમે લઇ જશો .
સજ્જન કલાકારે એવો જવાબ આ[યો કે હા બેટા લઇ જઈશ .કામ કરતી દીકરીએ એમ જણાવ્યું હતું કે સાહેબ મને રૂ.200/- ઉછીના આપશો.જે મારા પગારમાંથી તમે કાપશો નહીને .હું તમને થોડા થોડા કરીને સમય આવશેને ત્યારે ચૂકવી આપીશ. સાહેબ મારા પગારમાંથી કાપશો તો સાસરાવાળાને ખબર પડી જશે.તે કલાકારે કહ્યું કે ભલે બેટા રૂ.200/- દીકરીને હાથમાં આપ્યા.
ધોરાજી જવાના આગલા દિવસે એ દીકરી આવીને ભરત ભરેલી થેલીમાં એક શાલ બતાવીને રડતા રડતા એમ જણાવ્યું કે મારા બાપુને આપી દેજો.લોકકલાકારે થોડા અચરજમાં આવીને એવો સવાલ પૂછ્યો કે ધોરાજી મોટું નગર હોવાથી તારા બાપુને કઈ રીતે ઓળખું.કોઈ સરનામું ..!!! દીકરી હોશમાં આવીને કહ્યું કે કઈ નહિ સાહેબ,તમે એક કામ કરજો કે રેલવે પર જઈને ગમે એને પુછજો કે નારણભાઈ કીટલીવાળા જે ચ્હા બનાવતા હતા. મારા બાપુને બધાએ ઓળખી જશે.
હું ધોરાજી ગયો એક ભાઈને જણાવ્યું કે અહિયાં સ્ટેશન પર નારણભાઈ કીટલીવાળા ચ્હા બનાવે છે .એની દીકરીનું કઈ વસ્તુ લઈને આવ્યો છુ.મારે એને પહોચાડવું છે જો કે એ દીકરીના અવાજ મારા કાનમાં ગુંજતા હતા. કોઈનેય કહેજો નારણભાઈ કીટલીવાળા મારા બાપ સુધી લઇ જશે.અને દીકરીએ મને શાલ આપીને દીકરી કહેતી હતી કે સાહેબ મારા બાપુ પૂછે કે દીકરી કેમ છે.તો મારા બાપુને એમ કહેશો નહિ કે તમારી દીકરી મારા ઘરે કામ કરે છે .નહીતર મારા બાપને દુઃખ લાગશે.
જો કે ધોરાજીમાં એ ભાઈ તપાસ કરતા એ ભાઈ આવતા નથી.એમનું શરીર બરાબર રહેતું નથી.બિમાર પડી ગયા છે.તે હવે બંગલામાં વોચમેનનું કામ કરે છે.એ માણસે ત્યાં જઈને તપાસ કરી જો કે નારણભાઈ બેઠેલા હતા.નારણભાઈ તમારી કોઈ દીકરી અમદાવાદ રહે છે .નારણભાઈ અચાનક જવાબ આપ્યો કે હા.!!
એ ભાઈ એવો જવાબ આપ્યો કે અમારા સાહેબ તમારી દીકરીના સમાચાર લઈને આવ્યા છે. દસ દસ વર્ષથી દીકરીના કોઈ સમાચાર ન હતા.દીકરીને જોવા માટે જે બાપ ઝંખતો હતો.એ દીકરીના સમાચાર આવતા બેબાકળો બનીને હરખ માતો ન હતો.મને લઇ જાવ ક્યાં છે મારી દીકરી .!! હાથ જોડીને સજ્જન કલાકાર સામે ઉભો હતો મારી દીકરીના સમાચાર તમે લાવ્યા છો.મારી દીકરી કેમ છે .!! આ વાત કરતા આંખ ભીની થઇ ગઈ.દીકરી એ મોકલાવેલી શાલ બાપ નારણભાઈના હાથમાં આપી તમારી દીકરીએ મોકલાવી છે.એ શાલ બાપે પોતાની છાતીશરશી વળગાડી લીધી.વેલો ઘેલો બાપ તેમને પૂછતો હતો કે મારી દીકરી કેમ છે.સારી છેને .!! દીકરીને કારણે હિમત કરીને ખોટું બોલ્યો કે નારણભાઈ તમારી દીકરી ખુબ સુખી છે એમ કહીને મોઢું ફેરવી દીધું .!! દુઃખયારો બાપ દીકરીના સમાચાર મળતા રાજી થયો હતો.બાપે પોતાની દીકરીના સમાચાર મળ્યા બાદ પોતાની બંડીના ખિસ્સામાં હાથ નાખ્યો એક ખિસ્સામાં દસની નોટ જયારે બીજા ખિસ્સામાં પાંચની નોટ અને પરચુરણ મળીને રૂ. 21/- ભેગા કરીને સજ્જન કલાકારના હાથમાં મુક્યા.સાહેબ મારી દીકરી મળે તો કહેજો કે તારા બાપુએ મોકલ્યા છે.
જો કે બાપ ગરીબ હોય કે અમીર પણ દીકરીને દઈને રાજી થાય છે.જો કે ગરીબડા બાપે તેમને એમ જણાવ્યું કે સાહેબ એક પ્રાર્થના કરું કે મારી દીકરી પૂછશે કે મારા બાપુ કેમ છે .!! મારી દીકરીને એમ નહિ કહેશો કે હું વોચમેનની નોકરી કરું છું.આ ઉમરે પેટીયું રડવાને માટે વોચમેનની નોકરી કરું છું એ વાત જાણશે તો દીકરી દુઃખી થશે.
સમગ્ર ઘટનમાં વિચાર કરો કે એક બાજુ દીકરી સુખની વાત કરી અને બીજી બાજુ બાપે પણ વોચમેનની વાત ન કહેવાનું જણાવી દીધું। સંત શિરોમણી મોરારીબાપુ પણ આજના જમાનામાં દીકરીએ બાપનું આરોગ્ય છે જેની દીકરી સુખી એનો બાપ સુખી,જેની દીકરી દુઃખી તેનો બાપ પણ દુઃખી હોય છે .!!!!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો