visiter

ગુરુવાર, 14 ફેબ્રુઆરી, 2013

૭ મા ધોરણમા ભણતા બાળકનો ભગવાનને પત્ર:

દિલને ગમી જાય તેવી વાત છે વાંચજો જરુર':

પ્રતિશ્રી,
ભગવાનભાઈ ઈશ્ર્વરભાઈ પરમાત્મા,
શંખ ચક્રવાળા,
સ્વર્ગલોક,
નરકની સામે,
વાદળોની વચ્ચે,
મુકામ આકાશ.
પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથ જણાવવાનુકે હું તારા મંદિરથી સહેજ દૂર આવેલી એક સરકારી શાળામાં સાતમા ધોરણમાં ભણું છું.
મારા પિતાજી મારકીટમાં મજૂરી કરે છે.મારી માં રોજ બિજાના ઘરકામ કરવા જાય છે.હુ શુ કામ ભણુ છું એનિ તો એમને ખબર નથી પણ હા કદાચ શિષ્યવૃત્તિના પૈસા અને મફત ખાવાનું મળેછે એટલે મારા મા-બાપ મને રોજ ૫ કલાક નિશાળે ધકેલી દેછે.
ભગવાન બે-ચાર સવાલો પૂછવા મે તને પત્ર લખ્યો છે કારણકે મારા સાહેબે મને કિધૂતુ કે તુ સાચીવાત જરુર સાંભળે છે.
પ્રશ્ર્ન ૧: હુ રોજ સાંજે ભગવાન તારા મંદીરે આવુ છૂં અને સવારે નિયમીત નિશાળે જાવ છું પણ હે ભગવાન તારી મૂર્તી ઉપર આરસ-પહાણનું A.C. મંદિર છે અને મારી નિશાળ ઉપર તૂટલુ છાપરુ? દરચોમાસે પાણી ટપકે છે આવું કેમ??
પશ્ર્ન ૨: તને રોજ બત્રિસ જાતના પકવાન પિરસાયછે અને તુ તો જમતોય નથી અને હુ દરરોજ બપોરે મધ્યાહ્નભોજનના મૂઠી ભાત જમી ભૂખ્યો ઘરે જાવછૂં આવુ કેમ??
પશ્ર્ન ૩: મારી નાની બેનના ફાટેલા ફ્રરોક ઉપરકોઈ થીંગડૂય મારતુ નથી અને તને પચરંગી નવાનવા વાધા! સાચુ કહુને તો ભગવાન હુ તને નહી પણ તારા કપડા જોવા મંદિરે આવુ છું.
પશ્ર્ન ૪: તારા ધાર્મિક પ્રસંગે માણસો મંદિરમાં સમાતા નથી અને ૧૫ મી ઓગષ્ટ કે ૨૬ મી જાન્યૂવારી એ હૂ બે મહિના મહેનત કરીન દેશભક્તિ ગીત રજુ કરુ ત્યારે મારી સામે હોય છે માત્ર મારા શિક્ષકો અને વિઘ્યાર્થી મિત્રો!! તો હે પ્રભુ તારા મંદિરે જે સમાતા નથી તે મારા મંદિરે કેમ ડોકાતા નથી??
પશ્ર્ન ૫: તને ખોટૂ લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઈવસ્ટાર હોટલ જેવુ મંદિર છે અને મંદિર જેવી પ્રાથમિક શાળા છે.!!.
''પ્રભુ મે સાંભળ્યુ છે કે મંદિરમાતો અમે બનાવેલી મૂર્તિ છે તોય આવી ઝળઝળાટ છે જ્યારે અમેતો તારી બનાવેલી મુર્તિ છીયે તો અમારા ચેહરા ઉપર નૂર કેમ નથી??''
શક્ય હોય તો આ ૫ સવાલનો જવાબ આપજે મારે વાર્ષિક પરિક્ષામા કામ લાગે..
ભગવાન મારે ખૂબ આગળ ભણવૂ છે.મારે ડોક્ટર બનવુછે પણ મારા મા-બાપ પાસે નિશાળની ફી ના પૈસા નથી તૂ ખાલી જો તારી એક દિવસની દાનપેટી મને મોકલેને તો આખી જીંદગી શાંતિથી ભણી શકું.
વિચારીને કેજે દોસ્ત કેમકે હુ જાણુ છુ તારેય ઘણાયને પૂછવુ પડતૂ હશે!!
જવાબ ઝલદી દેજે ભગવાન નહિતર મારા બાપા મને સામે ચા વાળાની હોટલે રોજના ૨૦-૩૦ રુપિયા ના ભવ્ય પગારે નોકરીયે રાખી દેશે!!!
લી.એક સરકારી શાળાનો વિધ્યાર્થી
અથવાતો ભારતનો ભાવિ મજુરના
''વંદે માતરંમ''

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો