visiter

બુધવાર, 19 ફેબ્રુઆરી, 2014

એક સુંદર સવારે એક માણસ હાથમાં કોફીનો કપ લઇને
દૈનિક સમાચારપત્ર વાંચી રહ્યો હતો. અચાનક એનુ
ધ્યાન શ્રધ્ધાંજલી વિભાગની એક શ્રધ્ધાંજલી નોંધ
પર ગયુ એ ચોંકી ઉઠ્યો કારણ કે નોંધમાં એનુ જ નામ
હતું. કોઇની ભુલથી જ નામ છપાયુ હશે કારણ કે એ
તો જીવતો હતો અને પોતાની જ મૃત્યુનોંધ
વાંચી રહ્યો હતો. એણે સમાચારપત્રના કાર્યાલય પર
ફોન કર્યો તો સામે જવાબદાર વ્યકતિએ ભુલ
સ્વિકારીને માફી માંગી.
આ માણસને થયુ કે હું આખી નોંધ વાંચુ જેથી મને ખબર પડે
કે મારા મૃત્યુ બાદ લોકો મને કેવી રીતે ઓળખે છે.
મૃત્યુનોંધમાં એના વિષે લખાયેલ હતુ કે “
મોતના સોદાગરની ધરતી પરથી વિદાય.” . આ
શબ્દો વાંચતાની સાથે જ એ માણસનું ચિત ચકરાવે
ચડ્યુ. ‘ શું દુનિયા મને મારા મૃત્યુ બાદ
મોતના સોદાગર તરિકે ઓળખશે? હું એવું બિલકુલ
નથી ઇચ્છતો કે મારા મૃત્યુ બાદ દુનિયા મને આ રીતે
ઓળખે. મારે દુનિયાને મારો પરિચય આવો નહી કંઇક
જુદો જ આપવો છે.’
પોતાની તમામ સંપતિ દાનમાં આપીને એક
ટ્રસ્ટની રચના કરી. દાનની બધી જ રકમમાંથી એક
ભંડોળ ઉભુ કર્યુ અને એ ભંડોળ
પરના વ્યાજની આવકમાંથી પ્રતિ વર્ષ વિશ્વનું
સૌથી મોટુ ઇનામ આપવાની વ્યવસ્થા કરાવી. જગત
માટે કંઇક કરનાર વિવિધ ક્ષેત્રના લોકોને આ ઇનામ
આપવાની શરુઆત થઇ જેના પરિણામે એ
માણસની ખરેખર વિદાય થયા પછી દુનિયા એને
મોતના સોદાગર તરિકે નહી પરંતું નોબેલ પ્રાઇઝ
ના સ્થાપક તરિકે ઓળખે છે.
આ માણસ હતો , ડાઇનામાઇટની શોધ કરનાર આલ્ફ્રેડ
નોબેલ છે.
જો ખરેખર આપણે જીવતા હોઇએ
તો અંતરદ્રષ્ટી કરવી અને વિચારવું કે મારા દ્વારા જે
કાર્ય થઇ રહ્યા છે એ કાર્યને કારણે લોકો મને
મારી વિદાય બાદ કેવી રીતે ઓળખશે ? જવાબ ન ગમે
તેવો હોઇ તો કામ બદલવા અને ગમે તેવો હોય
તો કામને વિસ્તારવું....!!
2800+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
POST ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે..)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો