visiter

બુધવાર, 19 ફેબ્રુઆરી, 2014

પતિ અને પત્ની ....શબ્દ કેવી રીતે બન્યા હશે ?

 **************************
પતિ શબ્દ બોલવા માં અને
સમજવા માં સરળ છે જયારે પત્ની શબ્દ
બોલવા માં અઘરો અને
સમજવા માં તેથી પણ અઘરો છે .’પતિ’ શબ્દ
માં ના ત્ ને અધમુઓ કરી પાછળ
ની લગાવો એટલે પત્ની શબ્દ બને ..!.પણ
સ્ત્રી શબ્દ
તો બોલવા ,સમજવા માં એથી પણ
અઘરો છે. ગામડાના લોકો ‘અસ્ત્રી’ બોલે
છે ..આ સ્ત્રી ને કેવી રીતે સમજવી? એ એક
મોટો વણઉકેલ્યો કોયડો છે....વ્યવહારીક
રીતે તેમજ પુસ્તકો વાંચવાથી અમને ખબર ન
પડી એટલે થયું ચાલો સીધા ભગવાન ને જ
પૂછીએ ....સૌથી વધુ અનુભવી એવા કૃષ્ણ
ભગવાન પાસે અમે ગયા ...
અમે: હે પ્રભો ..! આ સ્ત્રી ને સમજવા અમારે
પુરુષોએ શું કરવું.?
શ્રીકૃષ્ણ ઉવાચ : વત્સ .! આ સ્ત્રી ને
સમજવા જ મારા પાર આવતી દરેક
એપ્લીકેશન હું
સ્વીકારતો એટલે જ ૧૬૧૦૮ રાણીઓ હતી ને !
તોય હું બરાબર સમજી શક્યો નથી પણ હે
વત્સ તું “ફળની આશા વગર કર્મ કરે જા “ મને
સ્ત્રીઓ ને
સમજવા કરતા વાંસળી વગાડવાનું વધુ
ગમશે !
............એટલે આ બાબત સમજવા માટે અમે
વિષ્ણુ ભગવાન પાસે ગયા .
વિષ્ણુ ભગવાન :જુઓ પ્રિય વત્સ “ આ વિષય
બહુ ગહન છે હું પણ હજુ
સુધી સમજી શક્યો નથી હા ,એટલી મને ખબર
છે કે લોકો મારા કરતા લક્ષ્મીજીને વધુ
યાદ કરે છે અને પૂજા અર્ચના એમની જ વધુ
કરે છે.
..અમે રહ્યાં સરસ્વતી ના આરાધક એટલે
લક્ષ્મીજી અમને ભાવ ન આપે એમ
વિચાર્યું ..
હવે થયું કે ચાલો આપણા પ્રિય
એવા શંકરદાદા ને પૂછીએ ...
શંકર ભગવાન:..હે ભોળાનાથ..આપ
તો જાનીજાનનહાર છો આપ બતાઓ આ
સ્ત્રીઓ ને સમજવી કેવી રીતે ..?
શંકરદાદા : હે ભક્ત ...જો મને જ આની ખબર
હોત તો હું હિમાલય જઈને શા માટે
બેઠો હોત ..?
ઓહો ..હવે ક્યાં જવું.? હા..બ્રહ્માજીને ખબર
હશે ..એમણે સુષ્ટિનું નિર્માણ કર્યું છે ...
” હે પ્રભો તમેજ સ્ત્રી,પુરુષ અને સમગ્ર જગત નું
નિર્માણ કર્યું છે આ સ્ત્રીને
સમજવાનો ઉપાય બતાવો .
બ્રહ્માજી : હે વત્સ ! મારું કામ સર્જન
કરવાનું ...મારા સર્જનને તો તમારે જાતેજ
સમજવું પડે...! હું એમાં મદદરૂપ ન થઇ શકું.
અમે બહુ નિરાશ થઇ ગયા ..હવે કોની પાસે
જવું ? અચાનક અમને ‘ગુગલ મહારાજ ’યાદ
આવી ગયા ..બધા સવાલો ના જવાબ
ગુગલ માં સર્ચ કરવાથી મળે છે .
એટલે અમે ગુગલ માં ‘woman’ શબ્દ ટાઇપ
કરી સર્ચ બટન દાબ્યું ..એટલે ગુગલ મહારાજે
ઇન્ટરનેટની ૮૦ % સાઈટ ઓપન
કરી દીધી જેમાં સ્ત્રી ને
લગતા ફોટા ,વિડીયો,બુક્સ ,ગેમ્સ અને
ભળતી સળતી વેબસાઈટ હતી....પણ અમારે
જોઈતું હતું તે આ નહોતું ...અમારે તો એમ પૂછવું
હતું કે ‘સ્ત્રી ને સમજવી કેવી રીતે ‘?...
એટલે મેં ટાઈપ કર્યું ‘how to understand woman?
એટલે શરૂઆત માં તો ત્રણ વાર કમપ્યુંટર hang
થઇ ગયું ....CPU એકદમ ગરમ થઇ ગયું ,MONITOR
ના સ્ક્રીન પર લીટાઓ અને
ચકરડા આવવા લાગ્યા ..અને મેસેજ
આવ્યો ..
VIRUS FOND YOUR COMPUTER MAY BE AT RISK….
તોય અમે ગભરાયા વગર ફરી ‘સ્ત્રી ‘ ટાઈપ
કર્યું એટલે મેસેજ આવ્યો..
SO MANY COMPLICATION NO RESULT FOUND …
..પણ અમે એમ કઈ હિંમત હારીએ ?....એટલે
ફરી ટાઈપ કર્યું “સ્ત્રી ને સમજવી છે “
....આખરે ગુગલ મહારાજનો જવાબ
આવ્યો ....
”આપણી જોડે બહુ માથાકૂટ નહિ કરવાની “
2800+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
POST ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો