visiter

બુધવાર, 19 ફેબ્રુઆરી, 2014

એન્થની રોબીંસનનું એક પુસ્તક છે “
Unlimited power “ … આ પુસ્તકમાં એણે
એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. એક
ગુનેગારને મૃત્યુદંડની સજા કરવામાં આવી.
અને એની મૃત્યું માટેની તારીખ પણ
નકકી કરવામાં. મનની શરિર પર
થતી અસરો પર સંશોધન કરનાર એક ટીમે
કોર્ટને અરજી કરીને આ ગુનેગાર પર
પ્રયોગ કરવા માટેની પરવાનગી મેળવી...
કોર્ટે નિષ્ણાંતોના અભિપ્રાય બાદ
પરવાનગી આપી.
મૃત્યુદંડની સજા પામેલા આ ગુનેગારને
એવું કહેવામાં આવ્યુ કે તને જુદી રીતે
મૃત્યુદંડની સજા કરવાની છે...ફાંસી આપીને
કે ઇલેક્ટ્રોનિક શોકથી નહીં પરંતું એક
અત્યંત ઝેરી કોબ્રા કરડાવી ને તારુ મૃત્યુ
નિપજાવવામાં આવશે. આ વાત વારંવાર
પેલા ગુનેગારને મૃત્યુંની તારીખ
સુધીમાં કરવામાં આવી. અને
નક્કી થયેલી તારીખે એને એક
રૂમમાં બેસાડવામાં આવ્યો...તેની નજર સામે
જ અત્યંત ઝેરી સાપ
લાવવામાં આવ્યો જેને જોઇને જ ડર
લાગે......પેલાના હાથ-પગ બાંધીને આંખ પર
પણ પટી બાંધવામાં આવી... એક
નાની એવી સોઇ એના શરીરમાં ભોંકીને
ડીસ્ટીલ્ડ વોટરનું ઇંજેકશન
આપવામાં આવ્યું. થોડી જ વાર માં એ
વ્યક્તિ તરફડવા લાગી અને મૃત્યુ
પામી...મૃત્યું બાદ શરિરનું પોસ્ટ મોર્ટમ
કરવામાં આવ્યું તો શરિરમાં ઝેર
જોવા મળ્યું. આ ઝેર બહારથી તો આપેલું
નહોતું તો ક્યાથી આવ્યું ?...
ગુનેગારની માન્યતાએ સાદા પાણીને પણ
ઝેર બનાવી દીધુ હતું... આપણે પણ કેટલીક
આવી જ માન્યતા અને નકારાત્મકતા સાથે
જીવન જીવીએ છીએ અને
આપણા જીવનમાં ઝેર ઉમેરીએ છીએ...
અમેરિકા ના પ્રમુખ રૂઝવેલ્ટ એવું કહેતા કે “
આપણી પરવાનગી વગર દુનિયાની કોઇ
તાકાત આપણને દુખી ના કરી શકે ...” દુખને
આપણે જ આમંત્રણ આપીને બોલાવીએ
છીએ નબળા વિચારોથી ...મનને
મારવાની જરૂર નથી મજબુત
બનાવવાની જરૂર છે જેથી જીવનને ભરપુર
માણી શકાય.....!!
2200+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો