visiter

બુધવાર, 19 ફેબ્રુઆરી, 2014

તકલીફ આપી હેરાન કરવા કરતા, એમને ખુશી આપી હેરાન કરવાથી આપણને પણ આનંદ મળે છે!

એક વખત એક શાળાના વિદ્યાર્થીઓ શહેરની બહાર ફરવા માટે ગયા, ત્યાં એમણે જોયું કે તળાવમાં એક ગરીબ વ્યક્તિ એના વસ્ત્રો, ચપ્પલ ઉતારી સ્નાન કરતો હતો.
બાળકોના મગજમાં તોફાન કરવાનો વિચાર જન્મ્યો અને એક વિદ્યાર્થીએ કહ્યું, આપણે આ કપડા સંતાડી દઈએ અને થોડીક વાર આ માણસને હેરાન કરીએ, બહુ મજા આવશે !

આ વાત એમના ગુરુ સાંભળી ગયા, એમણે કહ્યું ‘તમારે આ માણસ ને હેરાન જ કરવો છે ને? તો હું કહું એમ કરો. તમે છાનામાના એના વસ્ત્રોમાં આ ૧૦૦ રૂપિયા મૂકી આવો”

વિદ્યાર્થીઓ ઓ એમ જ કર્યું.

થોડીક વાર રહી, એ માણસ સ્નાન કરીને બહાર આવ્યો, વસ્ત્રો પહેરતા એને જોયું કે એમાં ૧૦૦ રૂપિયા છે. ચોક્કસ એ હેરાન થઇ ગયો ! બેબાકળો થઇ આજુ બાજુ જોવા લાગ્યો, પણ એને કોઈ જોવા નો મળ્યું, ભીની આંખે એને આકાશ સામે જોયું અને બે હાથ જોડી કર્હ્યું ‘હે ભગવાન, તારી દયા પણ અપરંપાર છે, આ ૧૦૦ રૂપિયાથી મારા પરિવારને આજે જમવાનું મળશે, મારી પત્ની ને દવા મળશે, જેને આ પૈસા મુક્યા હોઈ એનો ખુબ ખુબ આભાર’

બધા વિદ્યાર્થીઓ પણ આ સાંભળી લાગણીશીલ થઇ ગયા, અને એમને જીવન નો એક મહત્વ નો સંદેશ મળી ગયો કે બીજા ને તકલીફ આપી હેરાન કરવા કરતા, એમને ખુશી આપી હેરાન કરવાથી આપણને પણ આનંદ મળે છે!
2200+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો

Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો