visiter

શનિવાર, 22 ડિસેમ્બર, 2012

બાદશાહ ઔરંગઝેબના સાચા વ્યક્તિત્વની તલાશ.

   .   ભાગ:2( કુમાર,947;નવેંબર2006 માં પ્રકાશિત થયેલા લેખ )
વિરોધાભાસી પગલાં
ઔરંગઝેબે વડનગરનાં હાટકેશ્વર માહાદેવના મંદિરથી લઈને દ્વારકાના જગતમંદિર ઉપરાંત સોમનાથ મંદિર અને કાશીવિશ્વનાથ મંદિરને તોડી પાડવાનાં ફરમાન કર્યા જરૂર,પણ પ્રત્યેકની પાછળ કહાણી અવ્શ્ય હોવી જોઈએ.જેમકે દ્વારકાના મુઘલ થાણા પર લોકોએ હુમલો કરીને થાણેદારને મારી નાંખ્યા પછી ઔરંગઝેબે દ્વારકાના મંદિરને તોડી પાડવાનો હુકમ આપ્યાનું ,મુઘલકાલ,ના પૂષ્ઠ 85 પર નોંધાયું છે.રાજપૂત અને હિંદુ સરદારો ઔરંગઝેબની સામે થયા ત્યારે એણે કટ્ટર મુસ્લિમ શાસક તરીકે પોતાની જાતને પેશ કરીને તમામા મુસ્લિમોને પોતાના સમર્થનમાં લેવાની રાજકીય વિવશતાને અનુસરવાનું પસંદ કર્યાનું પણ ઈતિહાસે નોંધાયું છે.         જે ઔરંગઝેબે મંદિરો તોડાવ્યાં ,એજ ઔરંઝેબે અનેક ઠેકાણે હિંદુ મંદિરો બાંધવા ,સમારકામ કરાવવા કે આત્મનિર્ભર કરવા માટે આર્થિક સહાય કરી છે.એટલુંજ નહીં ,જાગીરો પણ આપી છે..ભારતીય ઇતિહાસ અનુસંધાન પરિષદની શોધન પત્રિકા ઈતિહાસ(જાન્યુઆરી 1992)માં સતીશચન્દ્રના ઔરંગઝેબ કે શાસન કે ઉત્તરાર્ધમેં ઉસકી ધર્મ નિતિ કુછ વિચાર નામક શોધ લેખમાં આવા ફરમાનોની વિગતો આપી છે.
જજિયાવેરો અને મુક્તિ:      
 ખલનાયક ગણાતા ઔરંગઝેબે પોતાના વહીવટી અને આર્થિક  આવષ્યકતાના ભાગ રૂપે જજિયાવેરો અમલમાં લાવવાનું પસંદ કર્યું એ વત સાચી ,પણ મરાઠા શાસકો પણ ચોથ ઉઘરાવતા હતા એ વાતને કેમ વિસારે પડાય? ઔરંગઝેબના જજિયાવેરા સામે પ્રજાના સામુહિક વિરોધનો કોઇ કિસ્સો નોંધાયો નથી.જોકે ગંગા કે અન્ય તિર્થોમાં નહાવાવાળાઓ કે મદડાનાં અસ્થિ ગંગામાં વહાવવા લઈ જનારા હિંદુ પાંસેથી કોઇ જાતનો કર લેવામાં આવતો નહોતો.જીવન જરુરી  એવી 54 ચીજ વસ્તુઓ માટે ઔરંગઝેબે 1673માં મહેસુલ મુક્તિ જાહેર કરી હતી.ખુદ જદુનાથ સરકારે મુઘલ એડમેનીસ્ટ્રેશનમાં નોંધ્યું છે કે શાહજહાં અને ઓરંગઝેબના સમયમાં કોઈ પણ સૂબેદાર જબરદસ્તીથી નાણા વસુલવાની કે પ્રજાને કનડગત કરતો હોવાની ફરિયાદ બાદશાહનાં કાને પડે તો રાજના લાગતા વળગતા કર્મચારી કે સૂબેદારની હકાલપટ્ટી થતી.જો કે ઔરંઝેબના કાળમાં કયારેક બાદશાહનાં આદેશ પળાતા નહોતા.(પૂ.10     મનસુખલાલ પોટા નોંધે છે: ઔરંગઝેબે હિંદુઓને પોતાના દરબારમાં નોકરીઓ આપી હતી એટલુંજ નહીં ,હાથી,ઘોડા, ગાયો,તથા જમીન અને ગામોનાં ઈનામ પણ આપ્યાં હતાં.સતીદાસ સાથે બાદશાહે ગુજરાતના લોકો ઉપર ફરમાન મોકલ્યું હતું;અને તેમાં હિંદુ તથા મુસલમાનને એકસરખા ગણવાનો હુકમ કરેલો હતો.જજિયાવેરો લશ્કરમાં જોડાનારા હિંદુએ ચૂકવાવો પડતો નહોતો. જજિયાવેરો વધુમાં વધુ 20 રૂપિયા હતો.મધ્યમ અને કનિષ્ઠ વર્ગનાં માટે અનુક્રમે 6 રૂપિયા 3 રૂપિયા હતો.લશ્કરી નોકરી સાધુબાવા ,બ્રાહ્મણો,વીસ વરસથી નાની ઉમરના અને પચાસ વર્ષથી વધુ વયનાં,સ્ત્રીઓ,અપંગ,માંદાઓ વગેરેને કરમાંથી મુક્તિ હતી.આ કર આપવા માટે હિંદુ પ્રજા નારાજ હોય એવો એક પણ દાખલો નથી.(ઔરંગઝેબ 1920)હિંદુદ્રેષી લેખાતો બાદશાહ ઔરંગઝેબ હમેશા ગંગા નદીનુંજ પાણી પીતો.અને યુરોપનાં ષ્રેષ્ઠ દારૂ કરતાં ગંગા જળને વિશેષ ચાહતો.ઊંટો પર ગંગા જળ મંગાવવાની તેના માટે ખાસ વ્યવસ્થા તેના માટે યુધ્ધનાં દિવસોમાં પણ રહેતી.     કેફી પદાર્થો અને ચીજોનું ઉત્પાદન બંધ કરાવવા ના પક્ષધર ઔરંગઝેબે ભાંગના છોડોનું વાવેતર બંધ કરાવવા માટેનું ફરમાન ગુજરાતનાં દીવાન રહમતખાન પર મોકલ્યું હતું.વળી 20 નવેંબર 1665નાંફરમાન અન્વયે અસંખ્યાબંધ ગેર કાનૂની અને પ્રજા વિરોધી વેરાને એણે નાબૂદી કરી હતી.પ્રજાનાં સામાજિક અને ધાર્મિક ઉત્સવો સામે મનાઈ ફરમાવવાના એના હુકમ સામે  ઊહાપોહ મચવો સ્વભાવિક હતો.પણ બાદશાહનાં પોતાના તર્ક રહેતા.પાંચમ ,અમાસ,અને એકાદશીએ દુકાનો બંધ રહેતાં પ્રજાને અગવડ પડતી હોવાથી તેણી બધો વખત દુકાનો ખુલ્લી રાખવા ફરમાવ્યું હતું.(મોઘલ કાળ:ભો.જે.વિદ્યમાન).
શાંતિદાસ ઝવેરી ને જૈન તીર્થો. 
   જે ઔરંગઝેબે કયારેક સરસપુરના મંદિરને તોડાવીને મસ્જિદમાં ફેરવી નાંખવાનો હુકમ આપ્યો હતો, એજ આલમગીર 1660નાં ફરમન થકી જૈન શાંતિદાસ ઝવેરીની સેવાઓના બદલામાં શત્રુંજય,ગિરનાર અને આબુના જૈનતિર્થોની સોંપણી ,જૈનસંઘ પ્રતિનિધી તરીકે ,તેમને કરેછે.બાદશાહ ફરમાવે છે કે આ પ્રદેશમાં કોઇ માંડલિક રાજાઓ  શાંતિદાસના કાર્યોમાં હરકતો ઉભી કરશે તો તેઓ રાજ દંડને પાત્ર થશે.ઔરંગઝેબ જેવા ધર્મચુસ્ત પાદશાહના સાશનમાં  આવું મહત્વનું ફરમાન નીકળ્યુંએ રાજ કારોબારમાં શાંતિદાસનો જે પ્રભાવ હતો તેનું સુચક હોવાનું પણ નોંધાયું છે.હિંદુઓની જેમજ પારસીઓ પર પણ જજિયાવેરો લાદવામાં આવ્યો હતો.પણ સુરતનાં દાનવીર રુસ્તમ માણેકે બાદશાહ સમક્ષ રજૂઆત કરી એટલે 10 ઓગસ્ટ 1658ના ફરમાનથી પારસીઓ પરનો જજિયા વેરો રદ કરાયો હતો.
વડનગર_ સુરતની લૂંટો
ઔરંગઝેબના સમયમાં સુવર્ણ નગરીતરીકે લેખાતાં વડનગર તથા વિસલનગર(વીસનગર)ને મેવાડનાં રાણાનાં યુવરાજ ભીમસિંહે લૂંટવા અને વિનાશ સર્જવાનું કર્તુત વેર વાળવા કર્યાનું ઇતિહાસે નોંધાયું છે.એવાજ સમૃધ્ધ નગર સુરતને બબ્બે વાર (1664અને1670) શિવાજીએ લૂંટયું એટલુંજ નહીં ,હિંદુ_ મુસ્લિમ લોકોની કત્લેઆમ ચલાવવામાં કોઇ મણા રાખી નહીં હોવાનું શિવકાલીન _પત્રસારસંગ્રહ (હોલકલ સરકાર પુસ્તક માલા:પ્રકાશક :રાયગડ સ્મારક મંડળ આણિ ભારત ઇતિહાસ સંશોધક મંડળના મંત્રીઓ ન.ચિ.કેલકરાને દત્તાત્રેય વિષ્ણુ આપ્ટે,વર્ષ1930)માં નોંધાયું છે.અહીં પ્રશ્ન ઉઠેછે કે  ફાધર એમબ્રોસની વિનવણીથી શિવાજીએ ખ્રીસ્તીઓનું કેમ રક્ષણ કર્યું?દર વર્ષે મરાઠી સૈનિકો ગુજરાતનાં વડનગરમાં ધાડ પાડવા ઉતરી આવતા હતા.અઢારમાં સૈકામાં આવા સૈનિકો માટે અરબી શબ્દ ગનીમ(ધાડપાડુ)પ્રચલ્લિત થયાનું મુઘલકલ( પુષ્ઠ : 245)માં નોંધાયું છે.મિરાતે અહમદીપણ ઉમરેઠ અને વડનગર કસ્બાને ગુજરાતની બે સોનાની પાંખો ગણાવે છે.કારણ એ વેળા ત્યાં ધનિક બ્રાહ્મણો વસતા હતા.ઔરંગઝેબનાં શાસન તળેનાં આ સુવર્ણ નગરોને લુંટવા કયારેક મેવડનાં રાણાના વંશજ તો કયારેક વળી મરાઠા સૈનિકો ચડી આવત હતા.તેઓ હિંદુ ધર્મી હતા એ વાતનું સ્મરણ કરવવાની જરુરત ખરી?            ખુદ શિવાજી મહારાજે ઔરંઝેબની સેવામાં રહીને મુઘલ સેનાને પક્ષે રહી લડવાનું પસંદ કર્યું  હોવાની વાત આજે ભાગ્યેજ કોઇને ગળે ઉતરે.પણ શિવશાહી ચા શોધ(પરિચુરે પ્રકાશન:1997)માં વસંત કાનેટકર નોંધે છે: યુધ્ધશાસ્ત્રમાં શિવાજી રાજ્યે કયારેક સાધન શુધ્ધિનો આગ્રહ સેવ્યો નથી..કરાર કરીને તોડયા , વચન ભંગ કર્યો,જરૂર લાગી ત્યારે પીછેહઠ  કે શરણાગતિ સ્વીકારી,અને તક મળી ત્યારે આક્રમણ કર્યા.(પૂષ્ઠ 93)ઔરંગઝેબના વિશ્વાસુ સાથી મિર્ઝા રાજા જયસિંહને 1665માં પત્ર લખી શિવાજી મહારજ બાદશાહ વિરુધ્ધ ઉશ્કેરીનેહિંદુ_એકતા સાધવા પ્રયત્ન કરે છે પણ એમાં સફળતા ન મળતાં આગ્રા દરબારમાં જવા સંમત થાયછે. આગ્રા દરબારમાં શિવાજીનું અપમાન થયા પછી ફળોનાં કરંદિયામાં સંતાઈને શિવાજી અને એમના પુત્ર સંભાજી છટકવામાં સફળ થયાની હાસ્યાસ્પદ બાબતો આજે પણ ઇતિહાસનાં વિદ્યાર્થીઓને ભણાવાય છે.કાનેટકરે નોંધ્યું છે:આજે પણ હૈદ્રાબાદનાં સાલાર જંગ મ્યુઝિયમમાં મીઠાઈના એ હાર્મોનિયમ જેવા કરંડિયા મૌજુદ છે.શિવાજી જેવા દોઢસો પાઉંડનાં વજનના સાડાપાંચ ફૂટ ઉંચા માણસ એ કરંડિયમાં કઈ રીતે આવી શકે? એ કોઇ ગોડ્રેજ કબાટ નહોતો.બાદશાહની કેદમાંથી શિવાજી ચોકિયાતોને લાંચ આપીને  છૂટવાની શક્યતા વ્યકત કરાઇ છે.
   મુઘલ સેવામાં શિવાજી:                        
 આગ્રાકાંડ પછી શિવાજી અને ઔરંગઝેબ વચ્ચે સુમેળ સધાય છે.શિવાજી 1665નાંપત્રમાંઔરંગઝેબને લખે છે ,:હું ગુનેગાર છુંતમારે શરણે આવું છું. અને પ્રમાણિકતાપૂર્વક તમારી નોકરી કરવા સદાય તત્પર રહીશ.મુઘલ સૈન્ય સાથે મિર્ઝા રાજા જયસિંહના સહયોગી તરીકે શિવાજી પણ બીજાપૂરની ચડાઈમાં ભાગ લે છે.સમયાંતરે મુઘલ વિરોધી અટકચાળા બદલ ક્ષમાયાચના કરી લેવામાંય શિવાજીને સંકોચ થતો નથી.પોતાનું સમગ્ર જીવન ઔરંઝેબની સેવામાં અર્પણ કરવા અંગેનો પત્ર  22 એપ્રીલ 1667નાં રોજ એ લખે છે. 9માર્ચ 1667નાં રોજ એ લખેછે ,9માર્ચ 1668નાં રોજ ઔરંગઝેબને પત્ર લખીને શિવાજીને રાજાનો ખિતાબ આપ્યાનું યાદ દેવડાવે છે.મુઘલ બાદશાહ તરફથી શિવાજીને રાજા નો ખિતાબ મળ્યા પછી છેક 1674માં ગાગાભટ્ટને તેડાવીને છ્ત્રપતિ શિવાજી મહારાજ પોતાનો રાજ્યભિષેક યોજે છે. 1680માં શિવાજીની  આઠ પત્નીઓમાંથી એક સોયરાબાઈ થકી ઝેર અપાતાં છત્રપતિનું મૃત્યુ થયાની નોંધ અનેક ઠેકાણે મળેછે.શ્રી શિવાજી છત્રપતિ (મરાઠા મંદિર પ્રકાશન 1964)ના લેખક ત્ર્યબંક શંકર શેજવલકર,શિવાજીના અપમૃત્યુ વિષેનાં અલગ અલગ દસ્તાવેજોની છણાવટ કરેછે.શિવાજીના મૃત્યુ પછી  27 વર્ષે ઔરંગઝેબના મૃત્યુ સાથેજ મુઘલનો અંત આવ્યો,અને મરાઠાઓનું મહાભારત પૂરું થયું.’    
 તટસ્થ મૂલ્યાંકન જરૂરી: 
 ઇતિહાસને માત્ર હિંદુ મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મના ચશમાં ચડાવી જોવાથી  તો અનર્થ સર્જાય.શાસક એન સ્પર્ધક રાજાઓ કે બાદશાહોનાં તેમનાં પગલાનાં તટસ્થ અભ્યાસ થકી મૂલ્યાંકન થવા જોઇએ.ઉપલબ્ધ સંદર્ભો અને દસ્તાવેજી સામગ્રીને આધારે ઐતાહિસિક ઘટના ક્રમની છણાવટ કરવામાં સરળ સામાન્યીકરણ કરવું જોખમી લેખાય.ઔરંગઝેબ વિષે પૂર્વગ્રહ યુકત સામગ્રી થકી  ઉપસતી છબિ આ મુઘલ બાદશાહના વ્ય્ક્તિત્વને નિશ્ચિત પણે અન્યાય કરનારી છે.ઈતિહસના આયનામાં ત્રણાસો વરસ પછી ઔરંગઝેબ અને શિવાજીજ નહીં ,એમના સમકાલીનોને પણ તુલનાત્મક અભ્યાસ કરતી વખતે સવિશેષ કાળજી લેવાય કે વર્તમાન સંજોગોનાં ઘટનાક્રમનો ઓછાયો એના પર પડે નહીં.સંપૂર્ણ પણે તટસ્થતા કેળવીને ઔરંગઝેબ અને શિવાજીનાં ગુણ દોષ તારવવામાં આવે.આવું થાય તો ભારત વારંવાર પરાધીનતાની બેડીઓમાં શાને જકડાતું રહ્યું એ વાતને ખાળવાનો માર્ગ જરૂર મળી આવશે.ગ્લોબ્લઈઝેશનના યુગમાંય ઇતિહસ_વિશ્લેષણો લાલબત્તી ધરી શકે.                                                       _હરિ દેસાઈ   
 (શ્રી આઈ.પટેલ સા. એ આ કુમાર,947;નવેંબર2006 માં પ્રકાશિત થયેલા લેખ ને મોકલવા બદલ બઝમે વફા આભારની લાગણીવ્યકત કરે છે.1લો ભાગ પણ મોકલ્યો હોત તો સારું રહેત.બની શકેનો આ લેખમાળાના બન્ને ભાગોની સ્કેન કોપી મોકલવા વિનંતી છે.કોઇ પણ મિત્ર મોકલી શકે છે.બઝ્મે વફા).
ડોકિયું:
ઔરંગઝેબ આલમગીરની પુત્રી મેહરુન્નીસા ફારસી ભાષાની ઘણી સારી કવિયત્રી હતી.એક ફારસી કવિએ ઈરાનથી એક ફારસી ભાષામાં કવિતામાં ઉખાણું મોકલ્યું. અનુ. એવું મોતી કોઇએ જોયું છે જે અર્ધુ કાળું અને અર્ધુ સફેદ હોય મહેરુન્નિસાએ ફારસી શાયરીમાંજ ઉત્તર દીધો.અનુ.હા તે અશ્રુ જે કોઇ હસીનાના(સુંદર સ્ત્રી) કાજળ લગાવેલ નયનો માં થી ટપકે છે.જે અર્ધું કાળું હોય છે અર્ધું સફેદ હોય છે.ઈરાની ફારસી કવિ આ જવાબ વાંચી પ્રસન્ન થઈ ગયો.એણે પરવાનગી માંગી કે મારે આ કવિને મળવું છે. ઔરંગઝેબના મહેલમાં સ્ત્રીઓમાં ચુસ્ત પણે હિજાબ(પરદા)નું પાલન થતું હતું.મહેરુન્નેસાએ જવાબ મોકલ્યો કે જે ફારસી શાયરીમાંજ હતો અનુ. હું તે ફૂલની ખૂશ્બુ છું જેને તમે સુંઘી શકો પણ નિહાળી શકતા નથી,.ઈરાની ફારસી શાયર સમજી ગયો કે આ કોઇ પર્દો ધરાવતી સ્ત્રી છે. મળવાનો ઈરાદો ત્યાગી દીધો._વફા.

 મોગલ શાસનકાળ દરમિયાન સત્તાસંઘર્ષ સામાન્ય ઘટના છે. શ્રેષ્ઠ કે બળવાન પુત્ર પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરી સત્તા પર આવ્યાનાં દૃષ્ટાંતો ઘણાં છે. દારા શિકોહ પણ એક એવું નામ છે. સત્તાસંઘર્ષમાં માર્યા ગયેલા મોગલ શહેજાદાથી વિશેષ ઓળખ દારા શિકોહની ઇતિહાસમાં વિકસી નથી. પણ દારા શિકોહના વ્યકિતત્વ સાથે સંકળાયેલ આઘ્યાત્મિક વિદ્વતાને પામવાનો કે ઉજાગર કરવાનો પ્રયાસ થયો નથી.

એ સત્ય છે કે ઔરંગઝેબે તેના ભાઈ દારા શિકોહ (૧૬૧૫ થી ૧૬૫૯)ની હત્યા કરી સત્તા હાંસલ કરી હતી. સત્તાના આ સંઘર્ષમાં દારા શિકોહ જેવા અત્યંત સૂફીજ્ઞાનીને ઇસ્લામના ફતવાનો ભોગ બની ફાંસીના માચડે લટકી જવું પડયું હતું. એ ઘટના મોગલ ઇતિહાસનું કરુણ છતાં અજાણ્યું પ્રકરણ છે.

ઔરગંઝેબની કટ્ટરતા ઇસ્લામને સમજી શકી ન હતી. એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાને શરીફ લઈ ઇસ્લામનો પ્રચાર કરવા નીકળેલ બાદશાહ ઔરંગઝેબ એ વાત ભૂલી ગયો હતો કે કુરાને શરીફમાં ‘લાઈકરા ફિદ્દિન’ અર્થાત્ ‘ધર્મની બાબતમાં કયારેય બળજબરી ન કરો’નો આદેશ વારંવાર આપવામાં આવ્યો છે. ઇસ્લામની આવી માનવતાને ન સમજી શકનાર ઔરંગઝેબ તેના ભાઈ દારા શિકોહની વિદ્વતા અને વિચારોની ગહનતાને પણ પામી શકયો ન હતો.

દારા શિકોહને તેના પિતા શાહજહાંએ ઇ.સ. ૧૬૩૩માં પોતાનો અનુગામી જાહેર કર્યોહતો. સ્વભાવે શાંત અને રાજકારણમાં શૂન્ય એવો દારા શિકોહ અત્યંત આઘ્યાત્મિક મુસ્લિમ હતો. મૌલવીઓની કટ્ટર ઇસ્લામની વિભાવનાનો સખત વિરોધી હતો.

ઇસ્લામના માનવીય અભિગમનો તે પ્રખર પુરસ્કર્તા હતો, અને એટલે જ દારા શિકોહએ ઇસ્લામ અને હિંદુ ધર્મનો ડો અભ્યાસ કર્યોહતો. તે વેદોથી અત્યંત પ્રભાવિત હતો. હિંદના યોગીઓ અને હિંદુ સંન્યાસીઓ સાથે તેનો નિકટનો નાતો હતો. તેમની સાથે કલાકો સુધી તે ચર્ચા કરતો. પરિણામે તેના વિચાર અને આચારમાં સમન્વય અને સર્વધર્મ સમભાવ અદ્ભુત રીતે વ્યકત થતા હતા.

સૂફીવાદનો દારા શિકોહ ચાહક હતો. અલબત્ત રાજકીય દૂરંદેશી અને સૈનિક કૂટનીતિ તેના વ્યકિતત્વમાં રજમાત્ર ન હતી. પરિણામે ઇ.સ. ૧૬૫૮માં સુમરગઢમાં ઔરંગઝેબે તેને પરાજય આપ્યો અને શાહજહાંના અનુગામીની ભારતના સમ્રાટ થવાની આશા પર પાણી ફરી વળ્યું. પણ શારજહાંના શાસનકાળ દરમિયાન દારા શિકોહ અનેક રાજયોના સૂબા તરીકે કાર્ય કરી પોતાની સર્વધર્મ સમભાવની નીતિને સાકાર કરી હતી.

શાહજહાંએ દારા શિકોહને અમદાવાદના સૂબા તરીકે ઇ. સ. ૧૬૪૮માં નિયુકત કર્યોહતો. એ પૂર્વે ઔરંગઝેબે એક જૈનમંદિરને મસ્જિદ બનાવવાનું ફરમાન આપ્યું હતું. પણ સૂબા તરીકે નિયુકત થયાના ચોવીસ કલાકમાં જ દારા શિકોહે ઔરંગઝેબના એ ફરમાનને રદ કરી ‘શાહ-ઇ-બુલંદ ઇકબાલ મહંમદ દારા શિકોહ’ની મહોરવાળું નવું ફરમાન બહાર પાડી જૈનમંદિરને યથાવત્ રાખવા અને તેમાં ઘૂસી ગયેલા ફકીરો અને ભિખારીઓને તરત ત્યાંથી દૂર કર્યા હતા.

આ ફરમાનનો અમલ થતા શેઠ શાંતિદાસ ઝવેરીએ દારા શિકોહના આવા સમભાવપ્રેરક પ્રથમ પગલાની પ્રશંસા કરી હતી. જયારે ઔરંગઝેબે દારા શિકોહના આવા પગલાની કટ્ટર મૌલવીઓ દ્વારા ટીકાઓ કરાવી હતી.

આમ ઔરંગઝેબે ધાર્મિક અને રાજકીય બંને ક્ષેત્રોમાં દારા શિકોહને માત કરવા ફુટનીતિ આદરી હતી. પરિણામે ધીમે ધીમે કટ્ટર મૌલવીઓ દારા શિકોહને ઇસ્લામનો શત્રુ માનવા લાગ્યા. દારા શિકોહને આવા વિરોધોની કાંઈ ખાસ પડી ન હતી. તે તો તેના આઘ્યાત્મિક મનનમાં લીન રહેતો. તેના આઘ્યાત્મિક ચિંતનની સાક્ષી પૂરતા કેટલાક ગ્રંથોમાં સફીનતુલ અવલિયા (૧૬૪૦), સકીનતુલ અવલિયા (૧૬૪૨), રિસાલ-એ- હકનુમા (૧૬૪૬), હસ્નાતુલ આરેફિન (૧૬૫૨), મુકાલિમ-એ-બાબાલાલ વ દારા શુકુહ જેવા સૂફીગ્રંથોનો સમાવેશ થાય છે.

સૂફીગ્રંથો ઉપરાંત દારા શિકોહએ વેદાંત અને તસવ્વુફનો પણ ડો અભ્યાસ કર્યો હતો. એ અભ્યાસના પરિપાક રૂપે વેદાંત અને તસવ્વુફનો તુલનાત્મક અભ્યાસ રજૂ કરતો ગ્રંથ ‘મજમઅુલ બહેરીન’ (૧૬૬૫) તેમણે તૈયાર કર્યોહતો. આ ઉપરાંત ઉપનિષદોનો અભ્યાસ પણ દારા શિકોહના અત્યંત રસનો વિષય હતો. તેણે ‘સિર્રે અકબર’ (૧૬૫૭) નામક ગ્રંથમાં ૫૦ ઉપનિષદોનો ફારસીમાં અનુવાદ કર્યોહતો. તેના માર્ગદર્શન તળે જ ‘યોગેવાસિષ્ટ ગીતા’ અને ‘પ્રબોધ ચંદ્રવિધા’ જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો હતો.

ઔરંગઝેબ દારા શિકોહની આવી ઉદાર ધાર્મિક પ્રવૃત્તિઓને ન સાંખી શકયો અને કટ્ટર મૌલવીઓ દ્વાર દારા શિકોહ માટે ફાંસીનો ફતવો જાહેર કરાવ્યો. જાહેરમાં દારા શિકોહને ફાંસીને માચડે ચડાવી દેવામાં આવ્યો. દિલ્હીના હુમાયુના મકબરા પાસે દારા શિકોહને દફનાવવામાં આવ્યો છે.

 આલમગીર ઔરંગઝેબ

ડો. મહેબૂબ દેસાઈ

‘આલમગીર’ અર્થાત્ વિશ્વને પ્રકાશિત કરનાર બાદશાહ તરીકે જાણીતા છેલ્લા માગલ સમ્રાટ ઔરંગઝેબ (ઇ.સ. ૧૬૫૮થી...)નું નામ અરબીમાં અવરંગજિબ લખાય છે. જેનો અર્થ થાય છે શાહીપદવી. ૩ નવેમ્બર ૧૬૧૮માં ધોડા (માલવા)માં જન્મેલ ઔરંગઝેબનું જીવન બે વિભાગોમાં વિભાજિત છે. પ્રથમ લોહિયાળ સત્તાસંઘર્ષમાં વ્યસ્ત શાહજાદો ઔરંગઝેબ. બીજું સત્તા મેળવ્યા પછી એક ચુસ્ત (કટ્ટર) મુસ્લિમ બાદશાહ ઔરંગઝેબ. આ બે વ્યકિતત્વો વરચે આલમગીરની સત્યનિષ્ઠા અને ઉદાર ધાર્મિક નીતિ ઇતિહાસનાં પાનાઓ નીચે દબાઈ ગઈ છે.

અત્યંત ધર્મપરાયણ અને મૂલ્યનિષ્ઠ ઔરંગઝેબ પાંચ વકતનો પાબંદ નમાઝી હતો. ઇસ્લામના સિદ્ધાંતો પ્રમાણે જ શાસન કરવાનો તેનો આગ્રહ જાણીતો છે. તેની મૂલ્યનિષ્ઠા ભલભલા આલીમોને શરમાવે તેવી હતી. તેના કાર્યાલયમાં બે દીવાઓ તેનું ઉત્તમ દૃષ્ટાંત હતા. હંમેશ મુજબ એક રાત્રે તે પોતાના કાર્યાલયમાં દીવાના પ્રકાશમાં રાજયનું કાર્ય કરી રહ્યો હતો. થોડા સમય પછી તેણે એ દીવો બુઝાવી બીજૉ દીવો પેટાવ્યો. અને પોતાના લેખનકાર્યમાં લાગી ગયો. એક સિપાઈ બાદશાહની આ ક્રિયા જોઈ રહ્યો હતો. તેને નવાઈ લાગી. અંતે હિંમત કરી તેણે બાદશાહને બે દીવાઓનું રહસ્ય પૂછ્યુ. ત્યારે આલમગીરે કહ્યું,

‘પ્રથમ દીવો રાજયનો છે. તેનો ઉપયોગ રાજયના કામકાજ માટે કરું છું. બીજો દીવો મારો અંગત છે. તેનો ઉપયોગ મારી આજીવિકા માટે કુરાને શરીફની નકલો કરવામાં કરું છું.’

મોગલ શાસન દરમિયાન ભારતના ચલણી સિક્કાઓ પર ઇસ્લામનો પ્રથમ કલમો ‘લાઈલાહા ઇલ્લ્લાહ મુહમુદ્ર રસુલિલ્લાહ અર્થાત્ અલ્લાહ એક છે અને મહંમદ તેના પયગમ્બર છે’ કોતરવામાં આવતો. ઔરંગઝેબે બાદશાહ બન્યા પછી એ પ્રથા બંધ કરી. ભારત હિંદુ-મુસ્લિમ પ્રજાનો દેશ છે એટલે તેના સિક્કા પર કોઈ એક ધર્મનો આદેશ યોગ્ય નથી. એવા ફરમાન સાથે તેણે સિક્કાઓ પર સામાન્ય સંદેશ કે ચિહ્નો મૂકવાનો આરંભ કર્યોહતો.

રાજયાભિષેકના સત્યાવીસમા વર્ષે જૈન સાધુ ચંદ્રસૂરીના નામે એક ફરમાન બહાર પાડયું હતું. તેમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું : ‘જૈન પંથના કોઈ પણ વ્યકિતને કોઈ પણ જાતની સતામણી થવી જોઈએ નહીં. તેઓ શાંતિ અને સુરક્ષાથી પોતાના વિસ્તારો અને નિવાસોમાં રહે તેની તકેદારી રાખવી. હવે પછી દરબારમાં આ અંગેની કોઈ ફરિયાદ આવવી જોઈએ નહીં. આ હુકમની બજવણી દરેકે નૈતિક ફરજ સમજીને કરવાની છે.’

ઇ.સ. ૧૬૫૯થી ૧૬૮૫ દરમિયાન ઔરંગઝેબે અનેક મંદિરોને નિભાવ ખર્ચ તરીકે જમીનો અને જાગીરો આપ્યાના દસ્તાવેજો સાંપડે છે. જો કે ઔરંગઝેબની આ તમામ સારપ તેની ચુસ્ત (કટ્ટર) ઇસ્લામિક શાસન પદ્ધતિને કારણે ઉજાગર થઈ નથી. ટૂંકમાં, ઔરંગઝેબની ઉદારતા તેના સત્તાસંઘર્ષ માટેના હિંસક પ્રયાસો અને કટ્ટર ઇસ્લામી બાદશાહ તરીકેના અમલ નીચે દબાઈ ગઈ છે. અને તેના વિવાદાસ્પદ વ્યકિતત્વને કારણે દબાયેલી રહેશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો