૨૦૦* રન, વિ. દક્ષિણ આફ્રિકા, ગ્વાલિયર, ૨૦૧૦
************************************
સચિન
તેંડુલકરની શ્રેષ્ઠ ઇનિંગ્સની વાત આવે તેમાં દક્ષિણ આફ્રિકા સામે
ગ્વાલિયરમાં રમાયેલી ૨૦૦ રનની ઇનિંગ્સને પ્રથમ ક્રમ આપવામાં આવે છે. સચિને
વન-ડે ઇતિહાસની પ્રથમ બેવડી સદી ફટકારી ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. સચિનના
૧૪૭ બોલમાં ૨૦૦ રનની મદદથી ભારતે ૪૦૧ રન બનાવ્યા હતા. ભારતનો આ મેચમાં ૧૫૩
રને વિજય થયો હતો.
૧૭૫ રન, વિ. ઓસ્ટ્રેલિયા, હૈદરાબાદ, ૨૦૦૯
**********************************
સચિનની
લડાયક ઇનિંગ્સની વાત ત્યારે ઓસ્ટ્રેલિયા સામેની ૧૭૫ રનની ઇનિંગ્સની વાત ન
કરીએ તો યોગ્ય નથી. આ ઇનિંગ્સ દરેક ક્રિકેટરો માટે પ્રેરણાસ્રોત સમાન છે.
ઓસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં ૩૫૦ રનનો જંગી સ્કોર ખડક્યો હતો. સચિનની લડાયક
બેટિંગની મદદથી ભારત એક સમયે વિજયની નજીક પહોંચી ગયું હતું્, જોકે ભારત
ફક્ત ૩ રન માટે હારી ગયું હતું. આ પરાજય છતાં સચિનની શ્રેષ્ઠ ઇનિંગ્સની વાત
આવે ત્યારે આ ૧૭૫ રનનો ઉલ્લેખ અવશ્ય થાય છે.
૧૪૩ રન. વિ. ઓસ્ટ્રેલિયા, શારજાહ, ૧૯૯૮
********************************
સચિનની
આ જાદુઈ ઇનિંગ્સથી ભાગ્યે જ કોઈ ક્રિકેટપ્રેમી અજાણ હશે. સચિનની આ ઇનિંગ્સ
આજેય દરેક ક્રિકેટપ્રેમીઓની આંખ સામે દેખાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ
બેટિંગ કરતાં ૨૮૪ રન બનાવ્યા હતા. ભારતને કોલાકોલાની ફાઇનલમાં ક્વોલિફાય
થવા માટે ૨૩૭ રનની જરૃર હતી. આ સમયે સચિન એકલો અડીખમ ઊભો રહી ઓસ્ટ્રેલિયાના
શેન વોર્ન, ફ્લેમિંગ જેવા દિગ્ગજ બોલરોને ધોળા દિવસે તારા બતાવ્યા હતા.
સચિને ૧૩૧ બોલમાં ૧૪૩ રન બનાવી ભારતને શાનથી ફાઇનલમાં પહોંચાડયું હતું.
૧૩૪ રન, વિ. ઓસ્ટ્રેલિયા, શારજાહ, ૧૯૯૮
********************************
એકલા
હાથે ટીમને ચેમ્પિયન કઈ રીતે બનાવી શકાય તે સચિને આ મેચમાં સાબિત કર્યું
હતું. ફરી એક વખત સચિનનાં આક્રમણનો ભોગ ઓસ્ટ્રેલિયાની ટીમે બનવું પડયું
હતું. કોકાકોલાની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ૨૭૨ રન બનાવ્યા હતા. જવાબમાં સચિને
૧૩૧ બોલમાં ૧૩૪ રનની લડાયક ઇનિંગ્સ રમતાં ઓસ્ટ્રેલિયાના હાથમાં આવેલી
ટ્રોફી છીનવી લીધી હતી.
૯૮ રન, વિ. પાકિસ્તાન, ૨૦૦૩
************************
સચિનને
વન-ડેમાં ૪૯ સદીઓ ફટકારી છે પણ શ્રેષ્ઠ ઇનિંગ્સની વાત થાય ત્યારે કટ્ટર
હરીફ પાકિસ્તાન સામેની ૯૮ રનની ઇનિંગ્સ મેદાન મારી જાય છે. સચિનની આ ૯૮
રનની ઇનિંગ્સ જોઈને આજે પણ પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓ નિરાશ થઈ જાય છે.
૨૦૦૩ના વર્લ્ડકપમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં ૨૭૩ રન બનાવ્યા હતા.
વસિમ અકરમ, વકાર યુનિસ અને શોએબ અખ્તરના આક્રમણ સામે પડકાર લોઢાના ચણા
ચાવવા સમાન હતો. ભારતે સેહવાગ અને ગાંગુલીની વિકેટ સસ્તામાં ગુમાવી દેતાં
મુશ્કેલીમાં મુકાયું હતું, જોેકે સચિને ૭૫ બોલમાં ૯૮ રનની ધમાકેદાર ઇનિંગ્સ
રમી ભારતને વિજય અપાવ્યો હતો. આ મેચમાં અખ્તરની ઓવરમાં સચિને મારેલી
સિક્સરની ગણના શ્રેષ્ઠ સિક્સરોમાં થાય છે.
૧૪૦* રન, વિ. કેન્યા, બ્રિસ્ટોલ, ૨૦૦૩
****************************
કેન્યા
સામે ફટકારેલ આ સદીને ઇમોશનલ સદી પણ ગણી શકાય. ક્રિકેટ પ્રત્યે સચિન કેટલો
સમર્પણ છે તે સદી દ્વારા સાબિત થયું હતું. ૨૦૦૩ના વર્લ્ડકપમાં સચિનના
પિતાનું નિધન થતાં તે ભારત પરત ફર્યાે હતો અને જરૃરી વિધિ પતાવી બે જ
દિવસમાં મેદાનમાં પરત ફર્યાે હતો. આવા દુખદ સમયમાં પણ સચિને શાંત ચિત્તે
બેટિંગ કરી સદી ફટકારી હતી. સચિનને ભારત દેશ પ્રત્યે કેટલો પ્રેમ છે તે આ
મેચમાં દેખાઈ આવે છે.
૧૪૧ રન, વિ. પાકિસ્તાન, રાવલપિંડી, ૨૦૦૪
*********************************
સચિન
પ્રત્યે એવી ખોટી માન્યતા પ્રવર્તે છે કે તે દબાણમાં બેટિંગ કરી શકતો નથી,
જોકે પાકિસ્તાન સામેની આ ઇનિંગ્સ આવી તમામ વાતોની ખોટી સાબિત કરે છે.
પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં ૩૨૯ રન બનાવ્યા હતા. આ સમયે આ સ્કોરને પહાડ
સમાન ગણવામાં આવતો હતો. સચિને ૧૪૧ રનની અડીખમ ઇનિંગ્સ રમી ભારતને જીતની
નજીક લાવી દીધું હતું, જોકે સહેજ માટે ભારતનો પરાજય થયો હતો.
૧૬૩* રન, વિ. ન્યૂઝીલેન્ડ, ક્રાઇસ્ટચર્ચ, ૨૦૦૯
**********************************
સચિન
દેશમાં જ નહિ વિદેશની ભૂમિમાં પણ શ્રેષ્ઠ ઇનિંગ્સ રમવામાં નિષ્ણાત છે તે આ
વાતનો પરચો આ ઇનિંગ્સે બતાવ્યો હતો. ન્યૂઝીલેન્ડની બાઉન્સી પિચો ઉપર સચિને
૧૩૩ બોલમાં ૧૬ ફોર અને ૫ સિક્સર સાથે ૧૬૩ રન ફટકાર્યા હતા. સચિન આ મેચમાં
રિટાયર્ડ હર્ટ ન થયો હોત તો સઈદ અનવરનો રેકોર્ડ ૨૦૦૯માં તૂટી ગયો હોત તેમ
કહેવું યોગ્ય ગણાશે. જોગાનુજોગ અનવરનો રેકોર્ડ સચિને જ તોડયો હતો.
૧૨૦ રન, વિ. ઇંગ્લેન્ડ, બેંગલોર, ૨૦૧૧
*****************************
વર્લ્ડકપ-૨૦૧૧માં
ઇંગ્લેન્ડ સામે સચિને ૧૨૦ રનની શાનદાર ઇનિંગ્સથી રમી હતી. આ ઇનિંગ્સનું
મહત્ત્વ એટલા માટે છે કે આ મેચ બાદ ભારત રિધમમાં લોટયું હતું. ભારતે પ્રથમ
બેટિંગ કરતાં ૩૩૮ રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ ૩૩૮ રન બનાવી મેચ ટાઇ
કરવા સફળ રહ્યું હતું,
૧૨૦ રન, વિ. શ્રીલંકા, કોલંબો, ૧૯૯૯
****************************
સચિન
ખરાબ ફોર્મમાં હતો તે સમયે શ્રીલંકાની સ્પિન પિચો પર જે રીતે સચિને શાનદાર
૧૨૦ રન બનાવ્યા હતા તે બદલ આ ઇનિંગ્સને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. સચિનના
૧૪૧ બોલમાં ૧૨૦ રનની મદદથી ભારતે ૨૯૬ રન બનાવ્યા હતા. ભારતનો આ મેચમાં ૨૩
રને વિજય થયો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો