visiter

સોમવાર, 3 ડિસેમ્બર, 2012

વીણેલા મોતી

***************************************************
તમે તમારી ખામી શોધી શકો તો તમે મહાન છો......
તમે તેને દુર કરી શકો તો વધુ મહાન છો....
પરંતુ બીજાને તમે તેમની ખામી સાથે સ્વીકારો તો તમે સૌથી મહાન છો-
***************************************************
બીજાનાં હૃદય જીતી લેનાર વ્યક્તિ નસીબદાર ખરી,
પણ જે વ્યક્તિ પોતાની જાતને જીતી શકે,
તેના જેવી ભાગ્યશાળી વ્યક્તિ જગતમાં એકેય ન ગણાય..!!
***************************************************
દિલની વાતો માં ક્યારેક એવું પણ થાય છે
જે સાચા હોય તેને પણ ખોટા મનાય છે
જયારે પડે છે ખબર સાચી વાતની ત્યારે
મીઠા જળ ની નદી પણ ખારો દરિયો બની જાય છે.
**************************************************
સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા.,
નાસમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા..!!
ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં.,
એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા
*************************************************
સાચો મિત્ર તો એ કહેવાય
જે એવા સમયે પડખે ઊભો રહે
જ્યારે આખી દુનિયાએ સાથ છોડી દીધો હોય.
*************************************************
સારો સ્વભાવ "

ગણિત ના શુન્ય જેવો હોય છે,
તેની આમ કોઇ કીમત નથી,

પણ........

તે જેની સાથે હોય તેની કીમત વધી જાય છે..........

*************************************************
એક વાર માણસે ભગવાન ને પૂછ્યું??
તારા અને મારા પ્રેમ માં શું ફરક છે??
ભગવાન: આકાશ માં ઉડતું પંખી મારો પ્રેમ છે………
અને પિજરા માં કેદ પંખી તારો પ્રેમ છે…

************************************************
આ છે જિંદગીનું સત્યઃ
એક ગરીબ માણસ સવારે જલ્દી ઘેરથી નીકળે છે પેટ ભરવા માટે, અને,
એક ધનવાન માણસ નીકળે છે પેટ ઓછું કરવા માટે.
*************************************************
ક્યારેય પોતાની LIFE ને CIGARETTE જેવી ના બનાવો કે
જેથી લોકો તમને મેળવવા માટે રૂપિયા આપવા પડે ...
અને વપરાયા પછી પગ નીચે રગદોળી દે......
હમેશ પોતાની life ને Drugs જેવી બનાવો....
કે જેથી તમને મેળવવા માટે તે મરવા પણ તૈયાર થઇ જાય.....

*************************************************
વિશ્વાસ એક શબ્દ છે,
તેને વાંચતા second લાગે છે..
વિચારો તો minute લાગે છે..
સમજાવો તો દિવસ લાગે છે...
પણ તેને સાબિત કરતા આખી જીંદગી લાગે છે..!!

************************************************
જોડે ચાલવુ એ “શરુઆત” છે,
જોડે રહેવુ એ “પ્રગતી “છે.
જોડે જીવવુ એ “જીદંગી” છે,
જોડે મરવુ એ “પ્રેમ” છે.
પણ અલગ રહીને પણ જોડે રેહવુ એજ “દોસ્તી

***********************************************
જ્યારે જિંદગી હસાવે ત્યારે સમજી લેજો કે
આ સારાં કર્મોનું ફળ છે,
અને જ્યારે જિંદગી રડાવે ત્યારે
સમજી લેજો કે સારાં કર્મ કરવાનો સમય આવી ગયો છે.

***********************************************
જિંદગીના ગણિતમા મેથડના પણ માર્કસ હોય છે,
દરેક આઘાતના પ્રત્યાઘાત પણ ક્યાં હોય છે.
મળ્યું છે ગમ તો એન્જોય કરને ગાંડા,
ગમ વગરની જિંદગીમાં મજા પણ ક્યાં હોય છે.
વિસ્તરી છે જિંદગી ઘરના આંગણથી દુનિયા સુધી,
......દરેક દિલને જીતીએ એવા અવસર પણ ક્યાં હોય છે.
જિંદગીના દાખલાઓમાં મૂંઝાતો નહિ,,
જ્યાં જવાબ સાચા હોય છે ત્યાં મેથડ ખોટી હોય છે...!!! :)

**********************************************
જીવનમાં આપણે જો અઢી અક્ષરના એક શબ્દને બની શકે ત્યાં સુધી ટાળીએ તો ત્રણ અક્ષરના શબ્દને નિવારી શકીએ...
આ અઢી અક્ષર છે ગુસ્સો અને પેલા ત્રણ અક્ષર છે (ન જોઈતી) આફત..!!

***********************************************
આ જગતમાં દુઃખનો પાર નથી,
પણ આ દુનિયા દુર્જનોથી જેટલી પીડાતી નથી
તેટલી સજ્જનોની નિષ્ક્રિયતાથી પીડાય છે..!!

***********************************************
પોતાની સ્ટાઈલ બિન્દાસ હોવી જોઈએ.
દુનિયાની નઝર તમારા પર હોવી જોઈએ
કામ એવા કરો જીવનમાં કે ભગવાન પણ કહે,
આ “નોટ” ની જગ્યા તો સાલી સ્વર્ગમાં જ હોવી જોઈએ..

*********************************************
આપણા જીવનમાં પ્રગતિ આડેના મોટા ભાગના અવરોધો ઓગળી જાય
જો આપણે તેની સામે ઝૂકી જવાને બદલે એનો નીડરતાપૂર્વક સામનો કરીએ.

**********************************************
દુઃખી કુટુંબમાં બધાનાં દુઃખ
એકસરખાં હોય છેઃ
પણ સુખી પરિવારમાં દરેકને પોતાનું
આગવું દુઃખ હોય છે..!!

**********************************************
તમારી હાજરીથી જે લોકો ડરતા-ફફડતા હશે એ લોકો તમારી ગેરહાજરીમાં તમને અચૂક ધિક્કારતા હશે..!!

**********************************************

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો