છ ભાઈ-બહેનોના મધ્યમ વર્ગીય કુટુંબમાં જન્મેલા
નરેન્દ્ર મોદી જન્મ્યા ત્યારે ઘરમાં પંખો પણ નહોતો. તે સમયે તેમના પિતાને
અનાજ દળવાની ઘંટી હતી, પાછળથી તેમણે રેલ્વે સ્ટેશન પર ચાની લારી ખોલી હતી.
ત્યાં નરેન્દ્રભાઈ પણ કીટલી લઈ પેસેન્જર્સને ચા વેચવા જતા.
મધ્યમ વર્ગીય કુટુંબ હોવા છતાં, ઘરમાં બધાં જ ભાઈ-બહેનો સુશિક્ષિત છે. મર્યાદિત આવક અને છ બાળકોનાં માતા-પિતા હોવાં છતાં, તેમના પિતાએ બાળકોને ભણાવવામાં પાછી પાની નથી કરી.નરેન્દ્રભાઇ મોદીના પિતા તો અત્યારે હયાત નથી, પરંતુ તેમનાં માતા હજી હયાત છે. તેમનાં માતા હીરા બા જ્યાં સુધી જાતે કામ થયું હતું ત્યાં સુધી વડનગરમાં તેમના જૂના ઘરમાં એકલાં જ રહેતાં હતાં, પરંતુ છેલ્લા થોડા સમયથી તબિયત નરમ-ગરમ રહેવાથી નરેન્દ્રભાઈના સૌથી નાનાભાઈ પંકજભાઈના ઘરે ગાંધીનગરમાં રહે છે.
એસએસસી બાદ ઘર છોડ્યા બાદ, નરેન્દ્રભાઈ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં ભણ્યા.
તેમના સૌથી મોટા ભાઈ સોમાભાઈ દામોદરદાસ મોદી
આરોગ્યખાતામાં નોકરી કરતા હતા. અત્યારે તો તે નિવૃત થઈ ગયા છે અને વડનગરમાં
એક વૄદ્ધાશ્રમ ખોલી સમાજ સેવાનું કામ કરે છે. તેની સાથે-સાથે તેઓ જ્ઞાતિ
અને સમાજ માટે બીજાં પણ ઘણાં સેવાનાં કામ કરે છે.
નરેન્દ્રભાઈ મોદીના બીજા નંબરના ભાઈ છે, અમૄતભાઈ દામોદરદાસ મોદી. આ
ભાઈ અત્યારે લેથ મશીનના ઓપરેટર તરીકે ફરજ નિભાવે છે. તેઓ અત્યારે
અમદાવાદમાં જ વસે છે.
નરેન્દ્રભાઈ મોદીના ત્રીજા નંબરના ભાઈ પ્રહલાદભાઈ મોદી અત્યારે અમદાવાદમાં રેશનિંગ એશોસિયેશનના પ્રમુખ છે.
નરેન્દ્રભાઈના સૌથી નાના ભાઈ પંકજભાઈ
દામોદરદાસ મોદી અત્યારે માહિતી ખાતામાં નોકરી કરે છે. તેઓ અત્યારે
ગાંધીનગરમાં તેમના સરકારી ક્વાર્ટરમાં જ રહે છે. નરેન્દ્રભાઈનાં માતા પણ
તેમની સાથે જ રહે છે.
પાંચ ભાઈઓ વચ્ચે એક જ બહેન છે. તેમની બહેનનું
નામ વસંતીબેન છે. તેઓ અત્યારે વિસનગરમાં રહે છે અને ગૃહિણી જ છે. તેમના
પતિનું નામ હસમુખભાઈ મોદી છે અને તેઓ નવૃત એલઆઇસી ઓફિસર છે.
(આ તસવીર છે, નરેન્દ્રભાઈના પાડોશીના ઘરની. તસવીરમાં નરેન્દ્રભાઈના પાડોશી અને લંગોટીયા મિત્ર શામળદાસ મોદી પણ છે.)
(તસવીરમાં આ એજ શાળા છે, જ્યાં નરેન્દ્રભાઈ અને તેમના ભાઇઓએ લીધુ છે, પ્રાથમિક શિક્ષણ.)
(તસવીરમાં શ્રી બી.એન. હાઇસ્કૂલમાં લીધુ હતું આ
ભાઇ-બહેનોએ માધ્યમિક શિક્ષણ.)
(તસવીર-આ છે, વડનગરની ઐતિહાસિક લાઇબ્રેરી, ભોગીલાલ ચંદુભાઈ વિદ્યાવર્થક
પુસ્તકાલય. નાનપણમાં નરેન્દ્રભાઈનું મનપસંદ સ્થળ પણ આ જ હતું.)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો