જયારે હું જન્મ્યો, મારી સંભાળ લેનાર કોઈ સ્ત્રી હતી. – “માં”
જેમ હું મોટો થયો, મારી સાથે રમનાર, હસનાર, ધીંગા-મસ્તી કરનાર, નાની નાની વાતોની કાળજી કરનાર, કોઈ સ્ત્રી હતી. – “બહેન”
જયારે હું શાળાએ ગયો, બાલ મંદિરમાં મારો હાથ પકડીને એકડો ઘુંટાવનાર કોઈ સ્ત્રી હતી. – “શિક્ષક”
જયારે જીવનમાં એકલાપણું સાલવા લાગ્યું, મારે પણ કોઈ જીવનસાથી હોય તો??
જે મને પ્રેમ કરે અને મારા જીવનમાં ખુશીના રંગો પૂરે એવું લાગવા લાગ્યું ત્યારે પણ તે રંગ પૂરનાર કોઈ સ્ત્રી હતી. – “પત્ની”
જયારે ધંધા, નોકરીનાં ટેન્શનથી ગુસ્સે થઇ જતો ત્યારે મને શાંત કરી દિલાસો આપનાર કોઈ સ્ત્રી હતી. – “પુત્રી”
જયારે મારું મૃત્યુ થશે, ત્યારે પણ મને તેના ઉદરમાં સમાવનાર કોઈ સ્ત્રી હશે. – “માં ભોમ, માતૃભૂમિ”
દુનિયાનો સૌથી ખરાબ વ્યક્તિ પણ જો આટલું વિચારશે,
તો તેના દિલમાં પણ સાતમે પડદે એક વાર તો “સ્ત્રી” તરફ આદરભાવ નિર્માણ થશે જ.
જો તમે પુરુષ હો તો દરેક સ્ત્રીને આદર અને સન્માન આપજો.
જો તમે સ્ત્રી હો તો તમે તમારી જાતનુ ગૌરવ કરજો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો