visiter

મંગળવાર, 15 જાન્યુઆરી, 2013

એક પક્ષીનો મારા નામે આવેલો પત્ર


વાંક મારો છે.......... ?

મસ્ત થઈ મારી ધુનમાં ઉડતા ઉડતા આકાશમાં,
અચાનક પતંગની દોરીથી પાંખો વીંધાઈ મારી.

અને ધબ્બ દઈને જમીન પર પટકાયો,
લોહીલુહાણ થઈ,
હવે આ ઘા તો સારો થઈ જશે કદાચ
પણ ઉડી નહીં શકું જિંદગીભર આકાશમાં,
અને આત્મનિર્ભર પણ નહીં રહું.

કારણ શું ?

બે ચાર કલાકની માણસની મજા
અમારી જિંદગીભરની સજા બની જાય .

ગુસ્સો બહું ચઢે છે પણ અમે કરી શું શકીયે ?

મારા આકાશમાં માનવીની ઘુસણખોરી,
મુક્ત હવા પર માનવીની દાદાગીરી,

તેટલે જ શહેરોમાં હવે અમે નથી વસતા.

કેટલાય દિવસથી ચાલતો કત્લેઆમ હાશ હવે બંધ થશે,
અને અમે પક્ષીઓ શાંતિથી અમારા આભમાં ઉડી શકીશું.

પણ બચેલા પક્ષીઓ હવે ગભરાય છે શહેરમાં ઉડતા
અને ભાગીને જંગલ તરફ જવાનો નિર્ણય કર્યો છે.

આમતો માણસો પણ કપાય છે પતંગના દોરાથી પણ
બીચારા ક્યાં જશે પોતાનુ ઘર છોડીને ?

વિનંતી માત્ર ઍટલી છે અમારી પક્ષીઓની કે
પતંગ નહીં ઉડાડો તો તમારુ કોઈ નુકશાન નથી થવાનુ
પણ જો આ રીતે ચાલતુ રહેશે તો એક દિવસ ઍવો
આવશે કે શહેરોમાં કોઈ પક્ષી નહીં બચે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો