શિક્ષકની નિષ્ફળતાનાં કારણો
અમુક શિક્ષક સફળ થયા છે તો અમુક શિક્ષક નિષ્ફળ નીવડયા છે. આમ કેમ બન્યું
છે. વિચારણા કરતાં અને મારા પોતાના અનુભવને કારણે શિક્ષકની નિષ્ફળતા માટે
મહત્ત્વનાં કારણો મળ્યાં. જે કારણોથી જેટલા શિક્ષકો દૂર રહેશે તેટલા
પ્રમાણમાં સફળતાનો આંક ઊંચે જવાની ગેરંટી.
કેટલાક શિક્ષકોને પોતાના
વિદ્યાર્થી પર વિશ્વાસ જ હોતો નથી. કોઈ વિદ્યાર્થી મોડો આવ્યો કે કોઈ માગણી
લઈને આવે ત્યારે વિદ્યાર્થી પોતાની હકીકત રજૂ કરે તો કેટલાક શિક્ષક
વિદ્યાર્થીની વાત સાંભળ્યા વગર જ તેને વચ્ચે જ અટકાવી દેશે અને પોતાનો રોફ
જમાવીને તેને ખખડાવી નાખે છે.આમ કરતાં વિદ્યાર્થીની નજરમાંથી તે નીચો અને
અપ્રિય થઈ પડે છે. શિક્ષક એવુંમાનતો હોય છે કે, વિદ્યાર્થી ખોટું બોલે છે,
પોતાની બનાવટ કરે છે. આવી ગ્રંથિમાંથી શિક્ષકે બહાર આવી જવાની જરૂર છે.
શિક્ષકે વિદ્યાર્થી પર વિશ્વાસ મૂકવો જોઈએ.
કેટલાક શિક્ષકો પોતાની જાત
માટે એવું માનતા હોય છે કે, પોતે પોતાનાવિષયમાં હોશિયાર છે, તેને બધું જ
આવડે છે. હકીકતમાં આજના વિદ્યાર્થીને પાઠયપુસ્તક જેટલું જ શીખવામાં કે
જાણવામાં રસ નથી. એટલું તો તે પોતાના ઘરે
બેસીને પુસ્તક વાંચીને પણ શીખી કે જાણી શકે છે. તેને કશુંક નવું વધારાનું
પણ જોઈએ છે. જે શિક્ષક ન આપે તોતે નિષ્ફળ જાય છે. અહીં તેને પૂરતી તૈયારી
અને વધારાની માહિતી લઈને જવું જોઈએ.
કેટલાક શિક્ષકોની શીખવવાની પદ્ધતિ
વિદ્યાર્થીઓનેગમતી નથી. એક જ ઢબથી સામાન્ય કક્ષાના પ્રત્યાયમ સાથે,
વિદ્યાર્થીની સહભાગીદારીતા વગર શીખવવાનો પ્રયત્ન કરી શિક્ષક હંમેશાં નિષ્ફળ
જાય છે. પોતે જ બોલ બોલ કરે અને વિદ્યાર્થીને સાંભળે નહીં, તેમ જ પોતાના
કથનમાં વૈવિધ્યતા ન લાવે તે શિક્ષક નિષ્ફળ જાય છે. શીખવવાની પદ્ધતિ
વિદ્યાર્થીને રસ પડે તેવી હોવી જોઈએ. વિદ્યાર્થીને કેવી રીતે અને કઈ
બાબતમાં રસ પડે છે તેની જાણકારી જે શિક્ષક પાસે ન હોય તે નિષ્ફળ જાય છે.
કેટલાક શિક્ષકોને વર્ગખંડમાં બડાઈ મારવાની ટેવ હોય છે. તેઓ વાતવાતમાં
પોતાની જાત માટે બડાઈ મારતા હોય છે. આવી બાબતો પણ વિદ્યાર્થીઓનેનથી ગમતી. આ
માટે કેટલાક શિક્ષકો તો એટલી અતિશયોક્તિ કરતાં હોય છે કે, તેની ગણના ગાંડા
માણસમાં કે બડાઈઓમાં થવા લાગે છે. આજનો વિદ્યાર્થી આવી બાબત પસંદ કરતો નથી
અને શિક્ષકને સહેલાઈથી ઓળખી શકે તેવો છે. કેટલાક શિક્ષકોને વર્ગખંડમાં રોફ
જમાવતા પણ જોયા છે.
કોપી પેસ્ટ થી બહાર નીકળી થોડું હટકે વિચારીએ.........
જવાબ આપોકાઢી નાખોકોપી પેસ્ટ થી બહાર નીકળી થોડું હટકે વિચારીએ.........
જવાબ આપોકાઢી નાખો