આફ્રિકાના એક ખૂણામાં
એક ગામડું છે જે આમ જોઈએ તો બીજા બધા ગામડા જેવું જ છે પણ આ ગામમાં મહેલ,
મકાન, કબર બધાની દીવાલ માટીકલાના સ્થાપત્યોથી ભરપુર છે. આ ગામડાનું નામ
તાઈબેલે છે જે બુર્કિના ફાસોનું દક્ષિણપૂર્વીય ભાગ માં આવેલ છે. આ ગામમાં
દીવાલો ભૌમિતિક સંજ્ઞા દ્વારા ઝીણવટપૂર્વક શણગારવામાં આવી છે. આ ગામ
‘કાસેના’ વંશજો નો શાહી દરબાર છે. ‘કાસેના’ વંશજો બુર્કિના ફાસોના સૌથી
જુના વંશીય જૂથોમાંના એક છે. જે આ પ્રાંતમાં ૧૫મી સદીમાં સૌ પ્રથમ વાર
આવ્યા હતા. તાઈબેલેમાં બધી દીવાલો જટિલ રીતે માટી સ્તાપત્યોથી સુશોભિત કરવામાં આવી છે.
આ ઉપરાંત સુકા છોડનો પણ સુશોભન માટે ઉપયોગ કરાય છે. તાઈબેલેમાં પ્રવાસીઓ
આવતા નથી. અહીના લોકોએ આ સ્થાપત્યને બહારની દુનિયાથી દુર રાખ્યું છે. આ
ગામના સરપંચ આ ગામને સાંસ્કૃતિક પ્રવાસન તરીકે વિકસવા માગે છે. જેથી આ
ગામના લોકો આર્થિક રીતે સધ્ધર થઇ શકે.
આવા અનન્ય સ્થાપત્ય અને બેનમુન કલાઓ હોવા છતાં આફ્રિકાના પ્રવાસન સ્થળોની
યાદીમાં તાઈબેને નથી. પરંતુ ભવિષ્યમાં સાંસ્કૃતિક પ્રવાસન સ્થળ તરીકે
વિકસાવીએ અને તેમાંથી રોકડ ભંડોળ ઉભું કરી શકશે.
તાઈબેલેમાં પૂર, ધોવાણનું જોખમ પણ છે. એક સંસ્થા જે વિશ્વના સૌથી અમૂલ્ય
સ્થાનને બચવાનું કર્યા કરે છે તે આ સ્થળને વિશ્વ સ્મારકોની યાદીમાં જોવા
માંગે છે. આ સંસ્થા સ્થનિક સમુદાયો અને સરકારની ભાગીદારી દ્વારા મહત્વપૂર્ણ
સ્થાપત્યો અને સાંસ્કૃતિક વરસોના રક્ષણ માટે કામ કરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો