visiter

બુધવાર, 16 જાન્યુઆરી, 2013

માબાપ નું ઋણ….

 


જીવતા/હયાત માતા પિતાની છત્ર છાયામાં, વ્હાલપનમાં બે વેણ બોલીને નીરખી લેજો
હોઠ અડધા બિડાય ગયા પછી , ગંગાજળ મૂકીને શું કરશો …..
અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી એક વાર ભેટી લેજો
જીવતા/હયાત નહિ હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો ……
કાળની થાપટ વાગશે અલવિદા એ થઇ જશે, પ્રેમાણ હાથ પછી તમારા પર કદી નહિ ફરે
લાખ કરશો ઉપાય તે વાત્સલ્ય લ્હાવો નહિ મળે ,પછી દિવાનખંડમાં તસ્વીર મૂકીને શું કરશો ……
માતા પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનોને મળે ,અડસઠ તીરથ તેના ચરણોમાં , બીજા તીરથ ના ફરશો,
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં, પછી કિનારે છીપલાં વીણીને શું કરશો …….
જીવતા/હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો ,પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખજો ,
પંચમહાભૂતમાં ભળી ગયા પછી ,એ દેહના અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો ……..
પૈસા ખર્ચતા સગળું મળશે , માબાપ નહિ મળે ,ગયો સમય નહિ આવે લાખો કમાયને શું કરશો
પ્રેમથી હાથ ફેરવીને બેટા કહેનારા નહિ મળે તો આંસુ સારીને શું કરશો………

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો