visiter

બુધવાર, 16 જાન્યુઆરી, 2013

ઓ ભગવાન…

 
તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બની શક્યા, એનો બનાવ્યો છે મને,
સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની,
આપનો ઉપકાર તો છે જ, કારણ કે મારગ તો બતાવ્યો છે મને,
આ દુઃખ ના કાળમાં આપને જ કરું છું સતત યાદ હું,
કારણ કે મારા સુખના કાળમાં આપે જ હસાવ્યો છે મને,
કંઈ નહોતુ મારી પાસે તેમ છતાં, સૌ કોઈ મને લુંટી ગયા છે,
કંઈ નહોતુ એટલે તો, મે પણ લુટાવા દીધો છે મને,
આમ તો હાલત અમારા બેય ની એક સરખી જ છે,
મે ગુમાવ્યા છે એમને અને એમણે ગુમાવ્યો છે મને,
જુઓ તો ખરા કેવા રડે છે મારા મોત પર આ લોકો,
કે જેઓએ જિંદગી આખી રડાવ્યે રાખ્યો છે મને.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો