visiter

રવિવાર, 28 ઑક્ટોબર, 2012

જનરલ નોલેજ પ્રકરણ -9



401 ભારતનું એકમાત્ર કોઇન મ્યુઝિયમ કયાં આવેલું છે ? Ans: વડોદરા

402 ‘
જળ કમળ છાંડી જાને બાળ, સ્વામી અમારો જાગશે...’ - કયા કવિની રચના છે? Ans: ભકત કવિ નરસિંહ મહેતા

403
પ્રકૃતિ શિક્ષણ આપતું ભારતનું એક માત્ર અભ્યારણ્ય કયું છે? Ans: હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય

404
શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ

405
મણિલાલ દ્વિવેદીનીગુલાબસિંહકઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ છે? Ans: લૉર્ડ લિટનની -‘ઝેનોની

406
હસનપીરની દરગાહ કયાં આવેલી છે ? Ans: દેલમાલ

407
પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતી તળાવ

408
ડાંગરની ફુસકીમાંથી તેલ મેળવવાનો ઉદ્યોગ કયાં સ્થપાયો છે ? Ans: બારેજડી

409
ગુજરાતમાં સૌથી ઊંચુ શિખર કયું છે? Ans: ગોરખનાથનું શિખર-ગિરનાર

410
જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે? Ans: મહા ગંગા અભયારણ્ય

411
ભારતનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય કયું છે? Ans: કમલા નહેરૂ ઝુઓલોજીકલ પાર્ક, કાંકરીયા, અમદાવાદ

412
સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે? Ans: જ્ઞાનગંગોત્રી

413
ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ કયાં આવેલો છે? Ans: રાજપીપળા

414
સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જયોતિસંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતાં? Ans: ચારૂમતી યોદ્ધા

415
ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી? Ans: ડૉ. હોમી ભાભા

416
ગાંધીજીએ દાંડીકૂચ કયા અન્યાયી કાયદાના ભંગ કરવાના આશયથી કરી હતી? Ans: મીઠા

417 ‘
કલ્પસૂત્રનું સંપાદન કોણે કર્યું? Ans: ધનેશ્વરસૂરિ

418 ‘
ગુજરાતની અસ્મિતાશબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો. Ans: કનૈયાલાલ મુનશી

419
ડિઝાઇન માટેની કઇ વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા ગુજરાતમાં આવેલી છે? કયાં? Ans: નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડીઝાઇન- અમદાવાદ

420
બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો. Ans: ગીત શેઠી

421
વનડે ક્રિકેટમાં ભારતે તેનો ૪૧૪ રનનો સર્વાધિક જુમલો કયા શહેરના સ્ટેડિયમ પર નોંધાવ્યો હતો? Ans: રાજકોટ

422 ‘
જમો થાળ જીવન જાઉં વારી...’ ભાવવાહી રચના કોણે કરી છે ? Ans: ભૂમાનંદ સ્વામી

423
ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ? Ans: દાંડી હેરીટેજ રૂટ

424
ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી

425
પોરબંદરમાં કયા રાજવંશે સૌથી વધુ સમયગાળા માટે શાસન કર્યું હતું? Ans: જેઠવા રાજવંશ

426
પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી હતી? Ans: ઓખાહરણ

427
અર્વાચીન ગુજરાતી કવિતામાં અંગ્રેજી શૈલીના પ્રથમ આત્મલક્ષી ઉર્મિકાવ્યો કોણે રચ્યાં છે? કાવ્યસંગ્રહનું નામ જણાવો. Ans: કવિ નરસિંહરાવ દિવેટિયા - કુસુમમાળા

428
ગુજરાતમાં કયા રાજવીએ વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું ? Ans: સયાજીરાવ ગાયકવાડ

429
ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે? Ans: કબીરવડ

430
અપર્ણા પોપટ કઇ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે ? Ans: બેડમિન્ટન

431
ગુજરાતના કયા કવિનેઆખ્યાન કવિ શિરોમણીનું ઉપનામ મળ્યું? Ans: મહાકવિ પ્રેમાનંદ

432
પાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે? Ans: અંગરશા પીર

433
ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? Ans: ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપની

434
ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે ? Ans: બળવંતરાય . ઠાકોર

435
ગાંધીજીએ કયા સ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી ? Ans: પૂર્ણિમાબહેન પકવાસા

436
સ્થાપત્યકળા માટે જાણીતી ચાંપાનેરની જામી મસ્જિદ કઇ સદીમાં બાંધવામાં આવી હતી? Ans: ૧૫મી સદી

437
અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ? Ans: ..૧૪૧૧

438
૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? Ans: મણિલાલ દ્વિવેદી

439
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ ધીરો

440
આખ્યાનના પિતા તરીકે ઓળખાતા કવિ ભાલણે કઈ ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો હતો ? Ans: સંસ્કૃત

441
કચ્છના રણ વિસ્તારો કઇ ભૌગોલિક પ્રક્રિયાથી બન્યાં છે? Ans: ખંડીય છાજલી ઊંચકાવાથી

442
ગુજરાતનો સૌપ્રથમ પ્રિન્ટિગ પ્રેસ કયા શહેરમાં શરૂ થયો હતો? Ans: સુરત

443
શ્રી રંગઅવધૂતનો આશ્રમ કયાં આવેલો છે ? Ans: નારેશ્વર

444
ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી? Ans: રાજકોટ

445
ગુજરાતી સાહિત્યમાં મણિલાલ દ્વિવેદી માટે કયો શબ્દપ્રયોગ વપરાય છે? Ans: અભેદ માર્ગનાં પ્રવાસી

446
ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? Ans: દ્વિતીય

447
ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા કોણ ગણવામાં આવે છે? Ans: મહર્ષિ અરવિંદ

448
ગુજરાતના કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે? Ans: ઉદવાડા

449
દક્ષિણ ગુજરાતનો કયો બીચ અન્ય રાજયોના સહેલાણીઓ માટે પણ આકર્ષણ બની રહ્યો છે? Ans: તીથલ

450
નળસરોવર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો