visiter

બુધવાર, 10 ઑક્ટોબર, 2012

ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલનું અવસાન

ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલનું અવસાન
-જયપુરની ખાનગી હોસ્પિટલમાં દેહ છોડયો

જયપુર તા.૯


કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ નવલકિશોર શર્માનું ૮૭ વર્ષની વયે રાજસ્થાનના જયપુર ખાતે લાંબી બિમારી બાદ અવસાન થયું છે. તેઓ છેલ્લા થોડા દિવસોથી રાજસ્થાનની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. નવલકિશોર શર્મા વર્ષ-૨૦૦૪થી ૨૦૦૯ સુી ગુજરાતના રાજ્યપાલ તરીકે રહ્યા હતા. ૧૯૨૫માં રાજસ્થાનના દૌસા ગામમાં જન્મેલા શર્માએ કોંગ્રેસના પાયાના કાર્યકર તરીકે કારકીર્દિ શરૃ કરી હતી. ૧૯૮૫માં કોંગ્રેસની સરકારમાં તેઓ પેટ્રોલિયમ મંત્રી રહ્યા હતા. ત્યારબાદ ૧૯૯૮થી ૨૦૦૩ સુી રાજસ્થાન વિદાનસભામાં સ્પીકર રહ્યા હતા. વર્ષ ૨૦૦૩માં તેમને રાષ્ટ્રિય કોંગ્રેસના મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવ્યા બાદ વર્ષ ૨૦૦૪માં તેમની ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. તેઓ જુલાઇ-૨૦૦૯ સુદી ગુજરાતના રાજ્યપાલ તરીકે રહ્યા હતા. તેમના બે પુત્રો પૈકી એક બ્રિજેશકિશોર હાલ રાજસ્થાન સરકારમાં શિક્ષણમંત્રી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો