visiter

શનિવાર, 13 ઑક્ટોબર, 2012

આચારસંહિતા:માહિતી ખાતાએ વેબસાઈટ બ્લોક કરી!

 
-'ગુજરાત ઈન્ફોર્મેશન.નેટ' બ્લોક કરી

વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી ગઈ છે ત્યારે ગુજરાત પાક્ષિકનો વિવાદ થતાં ગુજરાત સરકારનું માહિતી ખાતું હવે કોઈ જોખમ લેવા નથી માંગતું. જેના પરિણામ સ્વરૃપ માહિતી ખાતાએ મોદી સરકારનો પ્રચાર-પ્રસાર થઈ જવાના ડરે ગઈકાલથી તેમની વબેસાઈટ 'ગુજરાત ઈન્ફોર્મેશન.નેટ' બ્લોક કરી દીધી છે. વેબસાઈટ પર માત્ર કમિંગ વીલ સૂન એવું લખાણ મુકી દેવાયું છે. આ અંગે માહિતી ખાતાના સૂત્રોને પુછતાં તેમણે જણાવ્યું હતું કે હવે આ વેબસાઈટ છેક ચૂંટણી સુધી બ્લોક રાખવામાં આવનાર છે. જેથી મુખ્યમંત્રીની પબ્લિસિટિનો કોઈ મુદ્દો જ ઉપસ્થિત ન થાય.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો