visiter

ગુરુવાર, 11 ઑક્ટોબર, 2012

ધો-૧૦માં સંગીત અને સંસ્કૃતના ઉત્તરની ભાષા અંગેની દ્વિધા દૂર

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધો-૧૦ની પરીક્ષાને લઈને સંગીત અને સંસ્કૃતના ઉત્તરની ભાષાને લઈને વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાઈ ગયા હતા, માધ્યમિક શાળાઓનાં આચાર્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓની વ્યાપક ફરિયાદ બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને સ્પષ્ટતા કરવી પડી હતી કે, સંસ્કૃત અને સંગીત વિષયની ઉત્તરની ભાષા ગુજરાતી અથવા હિન્દી રહેશે.
·        વાલીઓ અને વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ શિક્ષણ બોર્ડને ઝુકવું પડયું
આ અંગેની વિગતો અનુસાર, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં ગુજરાતી વિષયની જેમ જ સંગીત અને સંસ્કૃત વિષયની પરીક્ષા લેવામાં આવશે.માર્ચ ૨૦૧૩ની એસ.એસ.સી પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારના હાલમાં ઓન લાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ૨૪ કલાક ચાલી રહી છે.
આ દરમિયાન ગુજરાતી માધ્યમ સિવાઈની અન્ય માધ્યમની શાળાઓના ઉમેદવારોએ સંસ્કૃત અને સંગીત વિષયનો સ્વિકાર કર્યો છે.તેના ઉત્તરની ભાષા બાબતે આચાર્યો દ્રિઘા અનુભવી રહ્યા છે.આ અગે અવાર-નવાર પૃચ્છા કરવામાં આવતા આખરે શિક્ષણ બોર્ડે શાળાઓને જણાવ્યુ હતું કે, સંસ્કૃત અને સંગીત વિષયની ઉત્તરની ભાષા ગુજરાતી અથવા હિન્દી રહેશે.આમ વિદ્યાર્થી અને આચાર્યના પ્રશ્નના મારા બાદ શિક્ષણ બોર્ડને ઝુકવુ પડયુ હતું. શિક્ષણ બોર્ડ દ્વારા સંગીત અને સંસ્કૃતની ઉતરની ભાષા અંગે પહેલા કોઈ સ્પષ્ટ જાહેરાત નહીં કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા પ્રસરી ગઈ હતી. જોકે બોર્ડે નિર્ણય લઈ લેતા વિદ્યાર્થીઓને હાશકારો થયો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો