visiter

ગુરુવાર, 25 ઑક્ટોબર, 2012

અહો આશ્ચર્યમ : માણસના અવાજની નકલ કરે છે બેબી વ્હેલ માછલી




વ્હેલ માણસના અવાજમાં બોલે છે. છે ને આસ્ચર્યજનક વાત. પરંતુ આ વાત સાચી છે. બેલુગાના નામે પ્રખ્યાત બેબી વ્હાઈટ વ્હેલ માણસના અવાજની નકલ કરી શકે છે. બેબી વ્હેલના વ્યવહારનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિકે એવો દાવો કર્યો છે કે વ્હેલ  ફક્ત માણસના અવાજની નકલ જ નથી કરતી પરંતુ તેમના જેમ રહેવાની પણ કોશીસ કરે છે.

મૈરાઈન રિસર્ચ કેન્દ્રમાં કામ કરનાર લોકો અને બેબી વહેલના પુલમાં ઉતરનાર તૈરાકોએ કેટલીએ વાર આવી અવાજો સાંભળી છે. કેંન્દ્રમાં કામ કરનાર કર્મચારીઓએ જણાવ્યું કે ક્યારેક ક્યારેક પૂલમાંથી વિચિત્ર અવાજો આવતી હોય છે જેને સાંભળી એવું લાગે છે કે ક્યાંક દુર કોઈક લોકો આપસમાં વાતચીત કરી રહ્યાં છે. 

આ કેન્દ્રના પૂલમાં વારંવાર જનાર તૈરાકને કેટલીએ વાર પૂલમાંથી બહાર જાઓ તેવો અવાજ સંભળાયો છે. આ તૈરાક જ્યારે પણ પૂલની બહાર આવી કેટલીએ વાર કહેતો કે કોને મને બુમ પાડી પૂલની બહાર જાઓ. આવા કેટલાએ ઉદાહરો અને પૂલમાં કરેલ રેકોર્ડિંગ પરથી વૈજ્ઞનિકોએ દાવો કર્યો છે કે બેબી વ્હેલ માણસના અવાજની નકલ કરે છે અને સંચારીત કરવાની પણ કોશીસ કરે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો