visiter

ગુરુવાર, 25 ઑક્ટોબર, 2012

સત્ય ઘટના : મળો જંગલ બુક મહિલા મોગલી ને


 

જંગલ જંગલ બાત ચલી હે પતા ચલા હે...પરંતુ આ વખતે ચડ્ડી પહેન કે ફૂલ નહી ખીલા, પરંતુ એક મહિલા મોગલીની ખબર પડી છે. એક બ્રિટિશ મહિલાએ એવો દાવો કર્યો છે કે તેણે જંગલ બુકને પોતાની અસલી જિંદગીમાં જીવી છે. એટલું જ નહી પાંચ વર્ષ સુધી વાંદરાઓએ પોતાના બાળકની જેમ તેને મોટી કરી હતી. જંગલ બુકમાં મોગલીને જંગલી ભેડીયા ઉઠાવીને લઈ જાય છે, પરંતુ મરીના ચૈપમેનની કહાનીમાં થોડો વળાંક છે.
 આ વાત 1950ની છે, જ્યારે મહિલા લગભગ પાંચ વર્ષની હતી. કેટલાક લોકોએ તેને અગવા કરી લીધી હતી, પરંતુ તે લોકોએ પોતાના ગુનાનો અહેસાસ થવાના કારણે અથવા સજાના ડરથી આ બાળકીને જંગલમાં છોડીને ભાગી ગયાં હતાં. અહીં મરિના પાંચ વર્ષ સુધી કૈપ્યુચિન નામના બંદરોની જાતી પાસે રહી અને તેમની રહણી કરણી શીખી. તે સમયે તેણે પક્ષિઓ અને સસલાને હાથેથી પકડતા શીખ્યું. એક વાર કઈંક જેર વાળા જાનવરને ખાઈ જવાથી મરતા મરતા બચી.

પછી એક દિવસ કેટલાક શિકારીઓની નજર આ માસુમ પર પડી અને તેને એક વેશ્યાલયમાં લઈ જઈ વેંચી મારી. અહીં તેની જિંદગી નરક બની ગઈ, પરંતુ એક દિવસ ત્યાંથી બચીને તે ભાગી ગઈ અને એક કોલંબિયા પરિવારે તેને સહારો આપ્યો. ત્યાંજ તેને નવું નામ મળ્યું મરીના.

આ પૂરી કહાની એક બ્રિટીશ સમાચાર પત્રમાં પ્રકાશીત થઈ હતી. મરીના 20 વર્ષની હતી ત્યારે તે પોતાના પડોશીઓ સાથે બ્રિટન આવી અને ઘરોમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવવા લાગી. તે દરમ્યાન તેની મુલાકાત એક જોન ચૈપમેન નામના નવ જુવાન સાથે થઈ અને 1977માં બંનેએ લગ્ન કરી લીધા. હવે બંનેના બે બાળક છે. આ નાનો પરિવાર બ્રેડફોર્ડમાં રહે છે. મરિના હવે પોતાની આ કહાની પર એક પુસ્તક લખી રહી છે, જેનું સંભવીત નામ ચ્દ ગર્લ વિદ નો નેમ. તેનો પુત્ર તેને લખવામાં મદદ કરી રહ્યો છે. એટલું જ નહી એક ટીવી ચેનલે તેના પર ડોક્યુમેન્ચરી બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો