visiter

રવિવાર, 21 ઑક્ટોબર, 2012

RTIમાં માહિતી ન આપનારી છ શાળાઓને શોકોઝ નોટિસ

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ માહિતી ન આપનારી છ શાળાઓને માહિતી કમિશનરે શોકોઝ નોટિસ ફટકારી ૨૧ દિવસમાં ખુલાસો અને ૧૫ દિવસમાં અરજદારને જવાબ આપવા તાકીદ કરાઇ છે.
  • ૨૧ દિવસમાં ખુલાસો અને ૧૫ દિવસમાં જવાબ આપવા તાકીદ
પૂર્વ વિસ્તાર સ્થિત નવરંગ શાળામાં બોગસ એલસીકાંડ બહાર આવ્યા બાદ અરજદારે અન્ય શાળાઓમાંથી પણ ભુતિયા વિદ્યાર્થીઓ અને ઇસ્યૂ કરાયેલા એલસી સહિતના જીઆર સબંધિત માહિતી આરટીઆઇ હેઠળ માગવામાં આવી હતી. જ્યાં શાળાઓ દ્વારા માહિતી ન આપવામાં આવતાં જિલ્લા શિક્ષણાધિકારીએ પણ ૧૫ દિવસમાં માહિતી આપવાનો આદેશ કર્યો હતો, તેમ છતાં શાળાઓના સત્તાધીશો પોતાની મનમાની કરી માહિતી આપી ન હતી.
હવે તમામ શાળાઓ સામે દંડનીય કાર્યવાહી કેમ ન કરવી તે સંદર્ભનો ખુલાસો કરતી નોટિસ ફટકારી છે. તમે માહિતી આપવામાં નિષ્ફળ ગયા હોય તમારી સામે પગલાં કેમ નહીં ભરવા તેવું નોટિસમાં જણાવ્યં છે. વસ્ત્રાલની ભાવના ગર્લ્સ હાઇસ્કુલે અરજદારને એવી ઉડાઉ માહિતી આપી હતી કે વરસાદમા પૂરમાં અમારા રેકોર્ડનો નાશ થઇ ગયો છે. વાસ્તવમાં આ સ્કૂલ ટેકરા પર ચાલે છે. ૧૯૯૫ની સાલમાં પણ ભૂતિયા વિદ્યાર્થીઓ અને બોગસ એલસીકાંડ બહાર આવ્યં હતું, જ્યાં ઘણી સ્કૂલો સામે સરકારે દોઢથી પાંચ લાખ સુધી વસૂલાત કરવાનો ઓર્ડર કરાયો હતો.
કઈ શાળાઓને નોટિસ ફટકારાઈ
ભાવના ગલ્સ હાઇસ્કૂલ-વસ્ત્રાલ, ભરત હાઇસ્કૂલ-થલતેજ, સારસ્વત વિદ્યાવિહાર-ઘાટલોડિયા, નૂતન વિદ્યાવિહાર-ઘાટલોડિયા, ગીતા હાઇસ્કૂલ-રાણીપ, આદર્શ કન્યાવિદ્યાલય-ચાંદલોડિયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો