visiter

ગુરુવાર, 25 ઑક્ટોબર, 2012

એપલનું મિની આઇપેડ લોંચ થતાં ઇંતજારનો અંત



એપલ દ્વારા આખરે તેનું મિની આઈપેડ લોંચ કરવામાં આવતા આખરે ગ્રાહકોની ઉત્સુકતાનો અંત આવ્યો  છે. આ મિની આઈપેડની સ્ક્રીન  ૭.૯ ઇંચની છે. જ્યારે જૂના આઈપેડમાં ૧૦ ઇંચના સ્ક્રીન હતા. મિની આઈપેડમાં એ-૫ પ્રોસેસર, ૫ મેગાપિક્સલ કેમેરા, એચડી વિડીયો ચેટ જેવી અન્ય વિશેષતાઓ પણ છે.

  • વાઇફાઈ મોડલ ૩૨૯ ડોલરમાં કે ૧૭,૬૭૮ રૂપિયામાં મળશે

મિની આઈપેડના વાઇફાઈ મોડલ ૩૨૯ ડોલરમાં અથવા તો ૧૭૬૭૮ રૂપિયામાં ઉપલબ્ધ બનશે. જ્યારે થ્રીજી મોડલની શરૃઆત ૪૫૯ ડોલર અથવા તો ૨૫૨૦૦ રૂપિયાથી થશે. ૨૬મી ઓક્ટોબરથી બુકીંગની શરૂઆત થશે. જ્યારે ૨જી નવેમ્બરથી બજારમાં ઉપલબ્ધ બનશે. ૨જી નવેમ્બરથી શિપીંગની શરૂઆત થઈ ગયા બાદ તે બજારમાં પહોંચવા લાગશે.

મિની આઈપેડને રજૂ કરતી વેળા કંપનીએ આની સરખામણી ગૂગલના નેક્સસ-૭ સાથે કરી છે અને કહ્યું હતું કે મિની આઈપેડ કઈ રીતે વધુ શ્રેષ્ઠ છે. કંપનીએ ૧૩ ઇંચ સ્ક્રીનવાળા મેક બુક પ્રો પણ રજૂ કરીને લોકો સમક્ષ વધુ વિકલ્પ મૂક્યા છે. જેની પહોળાઈ માત્ર ૦.૭૫ ઇંચ છે. આને હજુ સુધીના સૌથી હળવા મેક બુક પ્રો તરીકે ગણાવીને તેની પ્રશંસા કરવામાં આવી છે.

મિની આઈપેડ ડયુઅલ ડેસ્ક કોર એ-૫ પ્રોસેસર ઉપર ચાલે છે. આ ટેબલેટ ગૂગલના નેક્સસ ૭, સેમસંગના ગેલેક્સી ટેબ ૭.૭ અને એમેઝોનના ફાયર એચડી સાથે સ્પર્ધામાં ઉતરશે. કંપનીએ તેના નિયમિત આઈપેડને આ વર્ષે માર્ચમાં લોંચ કર્યા બાદ તેમાં સુધારા પણ કર્યા છે. તેમાં નવા આઠ પીન લાઇટીંગ ડોક ઉમેરવામાં આવ્યા છે. નવા મિની આઈપેડને આઈઓ-૬ ઉપર સંચાલિત કરી શકાશે. આમાં આઠ પીન લાઈટિંગ ડોકની સુવિધા છે. બેટરી ૧૦ કલાક સુધી ચાલી શકશે. ફૂલ સાઈઝના આઈપેડમાં બેટરી જેટલા સમય સુધી ચાલે છે તેટલા સમય સુધી આમા પણ ચાલશે.

એપલના માર્કેટિંગ ઉપપ્રમુખ ફિલ સિલરનું કહેવું છે કે મિની આઈપેડ રૃટિન સાત ઇંચના ટેબલેટ કરતા ૩૫ ટકા વધારે સ્ક્રીન સ્પેસ ધરાવે છે. વર્તમાન સ્પર્ધકો પાસે જે ટેબલેટ છે તેના કરતા તેમાં વધારે સ્પેસ છે.મિની  આઈપેડ સ્ક્રીન રેઝોલ્યુશન એક સમાન ધરાવે છે. એપલ દ્વારા વાઇફાઈ મિની આઈપેડ  જુદી જુદી કેપેસીટીમાં ઉપલબ્ધ છે. ફોર જી વર્જનની કિંમત થોડીક વધારે રહેશે. આના માટે યુઝર્સને ૧૩૦ ડોલર વધુ ખર્ચ કરવા પડશે. એપલે આઈમેકની નવી આવૃત્તિ પણ લોંચ કરી દીધી છે. એપલના સ્થાપક સ્ટીવ જોબ્સે તેમના અવસાન પહેલાં એપલ ટેબલેટની નવી આવૃત્તિનો વિરોધ કર્યો હતો. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો