visiter

બુધવાર, 24 ઑક્ટોબર, 2012

હિટલરના જીવનના આઈકોનિક બિલ્ડિંગ્સ

હિટલરથી નારાજ તેમના સાથી અધિકારીઓએ એકથી વધારે વખત હિટલરને મારવાનો પ્રયાસ કરેલો. ૧૯૪૪માં એક હુમલામાં હિટલર બચી ગયેલો પણ ઓફિસને નુકસાન થયેલું. હિટલર એ નુકસાન પોતાના ખાસ દોસ્ત અને ઈટાલિના સરમુખત્યાર મુસોલિનીને બતાવે છે. 
 
૧૯૩૯માં બીજા વિશ્વયુદ્ધનો આરંભ કર્યા બાદ હિટલરના સૈનિકોએ થોડા દિવસોમાં જ પોલેન્ડને હરાવી દીધેલું. જર્મનીની પહેલી જીત પછી હિટલરે બર્લિનમાં આવેલા ક્રોલ ઓપેરા હાઉસમાં નાઝી અધિકારીઓને દેશ માટે છેલ્લી ઘડી સુધી લડી લેવાનો જુસ્સો ચડાવતું ભાષણ આપ્યું હતું. 
 
બર્લિન સ્થિત ફયુહરર્સ બંકર જ્યા હિટલરે હાર પચાવી ન શકતા આત્મહત્યા કરી હતી. હિટલરે આત્મહત્યાં કરતાં પહેલા પ્રેમિકા ઇવા સાથે લગ્ન કર્યા હતા અને બાદમાં બન્નેએ સાથે જ આત્મહત્યા કરી હતી. 
 
હેડ ક્વાટરમાં હિટલર પોતાના કમાન્ડરો સાથે લશ્કર ક્યાં લડી રહ્યું છે, તેની વ્યૂહરચના સમજી રહ્યો છે. 
 
હિટલરના હાથમાં સત્તા જોકે છેક ૧૯૩૩માં આવી. આખા દેશમાંથી બહુમતિથી ચુંટાતા હિટલરે ૧૯૩૩ની ૩૦મી જાન્યુઆરીએ ચાન્સેલરી નામે ઓળખાતા બિલ્ડિંગમાં ચાન્સેલર (દેશનો વડો) તરીકે શપથ લીધા. તસવીરમાં તાનાશાહ બન્યા પછી હિટલર લોકોનું અભિવાદન જીલતો દેખાય છે. 
 
નાઝી પક્ષ સ્થાપીને ક્રાંતિના નામે પ્રજાજનોને ભડકાવવા બદલ હિટલરને પાંચ વર્ષની જેલ થયેલી. એ વખતે હિટલરને લેન્ડસબર્ગની જેલમાં મોકલી દેવાયેલો. એ વખતે નાઝી પક્ષે ચૂંટણી લડી હતી અને તેમાં નાઝી પક્ષ વિજેતા થતા હિટલર જેલમાંથી બહાર આવી ગયો હતો. 
 
હિટલરને ૫૦મા જન્મ દિવસની ભેટ આપવા માટે નાઝી અધિકારીઓએ બાવેરિયા પ્રાંતમાં આલ્પસ પર્વતમાળામાં આ આઉટ હાઉસ તૈયાર કરાવેલું. આ મકાન ઊંચી ટેકરી પર આવેલું હોવાથી તેનું નામ 'ધ ઈગલ્સ નેસ્ટ' પડી ગયું હતું. આજે જર્મની આવતા પ્રવાસીઓ માટે આ મકાન આકર્ષણનું કેન્દ્ર છે. 
 
વિયેના પછી હિટલર મ્યુનિક પહોંચ્યો. ત્યાં તેણે આ મકાનમાં રહેવાનું હતું. ૩૦૦ ચોરસ મિટરમાં ફેલાયેલું આ મકાન હિટલરે ૧૯૩૯માં ખરીદેલું, જેમાં ૯ ઓરડા છે. હાલ એ મકાનનો વપરાશ પોલીસ અધિકારીઓ કરે છે. 
 
મ્યુનિક સ્થિત આ બિલ્ડિંગ બ્રાઉન હાઉસ તરીકે ઓળખાય છે, જે નાઝી પક્ષનું હેડક્વાટર હતું. મકાન એટલું બધું ભવ્ય હતું (અને આજે પણ છે) કે નાઝી પક્ષના દેશભરમાં ફેલાયેલા કાર્યકરો મ્યુનિક આવે તો આ બિલ્ડિંગ જોવાનું ચુકતા ન હતા. ૧૯૪૩માં આ બ્લિડિંગને બોમ્બમારાથી ઘણુ નુકસાન થયેલું. હવે સરકાર એ મકાનને નાઝીના ડોક્યુમેન્ટ સેન્ટર તરીકે વિકસાવવા માંગે છે. 
 
આ મ્યુનિક સ્થિત હિટલરની ઓફિસ છે. અહીં રહીને જ હિટલરે ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો અને મિટિંગો કરી હતી. આલ્બર્ટ સ્પિત્ઝર નામના હિટલરના માનીતા ઈજનેરે આ બધા બાંધકામોની ડિઝાઈન તૈયાર કરી હતી. 
 
કિશોરાવસ્થામાં હિટલરે વિયેનામાં મજૂરી કરી દિવસો પસાર કરેલા. એ વખતે તેનો મુકામ આ મકાનમાં હતો. વિયેનાની એકેડમી ઓફ આટર્સમાં પ્રવેશ મેળવવા હિટલરે એકથી વધારે વખત પ્રયાસ કરેલો પણ તેને એડમિશન મળ્યું ન હતું. અલબત્ત, એકેડમિમાં પ્રવેશ વગર પણ હિટલર બહુ સારો ચિત્રકાર હતો અને તેણે ઘણા ચિત્રો દોર્યા છે. કેટલાક ચિત્રોની આજે પણ હરાજી થતી રહે છે. 
 
આજે ફયુહરર્સ બંકરનું એકમાત્ર નિશાન ત્યાં મુકવામાં આવેલું બોર્ડ છે. બ્રિટિન અને સાથી દેશોનું સૈન્ય બર્લિન પહોંચ્યુ એ પછી તેણે આ બંકર તોડી પાડયું હતું. હિટલરની કોઈ પણ યાદીગીરી ન રહે એટલા માટે ત્યાં આજે ઘણા મકાનબાંધી દેવાયા છે. માત્ર એક બોર્ડ છે, જોઈ પ્રવાસીઓ યાદ કરી શકે કે એક સમયે અહીંથી અડધી દુનિયામાં હિટલરની હાક વાગતી હતી. 
 
ઓસ્ટ્રિયાના ફિશલહામ વિસ્તારની આ સ્કુલમાં હિટલરે ૧૮૯૫માં ભણવાનું ચાલુ કરેલું. જોકે ભણવામાં હિટલરે ખાસ ધ્યાન આપ્યું નહીં એટલે ડિગ્રીના આધારે કરિયર બનાવવાની તેની પાસે કોઈ તક હતી નહીં. 
 
ઓસ્ટ્રિયાના બુ્રનાઉ શહેરના આ મકાનમાં એડોલ્ફ હિટલર ૧૮૮૯ની ૨૦મી એપ્રિલે જનમ્યો હતો. હવે શહેરના મેયરે ૫૦૦ વર્ષ જુના આ મકાનને રેસિડેન્સિયલ કોમ્પલેક્સમાં ફેરવી નાખવાનું નક્કી કર્યું છે. હિટલર અહીં ૩ વર્ષ રહ્યો હતો. જોકે હાલ તો એ ગડમથલ છે કે હિટલરના જન્મસ્થળે મકાનો બને તો ત્યાં કોઈ રહેવા આવશે કે કેમ. કારણ કે સરમુખત્યારના જન્મ સ્થળે રહેવાનું લોકો ન પણ પસંદ કરે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો