visiter

બુધવાર, 24 ઑક્ટોબર, 2012

ઈન્ટરનેટ વિષે અવનવું

ગૂગલમાંથી આપણને ઘણી બધી સામગ્રી મળે છે, તો આપણે જી-મેઈલ કે અન્ય ગૂગલની સેવાઓ દ્વારા ઘણી સામગ્રી સેવ પણ કરીએ છીએ. એ બધો ડેટા ગૂગલ પોતાના તોસ્તાન ડેટા સેન્ટરોમાં સાચવતું હોય છે. અત્યાર સુધી કોઈ બહારની વ્યક્તિને ડેટા સેન્ટરની અંદર પ્રવેશ મળતો ન હતો. હવે પહેલી વખત ડેટા સેન્ટરનું દૃશ્ય સામે આવ્યું છે. અહીં દેખાતી વિવિધ પાઈપો પૈકી કેટલીક પાઈપ્સ ઠંડુ પાણી અંદર લઈ જઈ ગરમ પાણી બહાર કાઢે છે, જેથી ડેટા સેન્ટરના સર્વરો કામ કરતાં રહે. 
 
અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં આવેલું આ ડેટા સેન્ટર બીજા ડેટા સેન્ટરોની માફક વિશાળ જગ્યામાં ફેલાયેલું છે. એટલે કર્મચારીઓને તેમાં હરફર કરવા માટે જી-બાઈક નામે ઓળખાતી સાઈકલની જરૃર પડે છે. 
 
દેખાવમાં આકર્ષક લાગતાં આ વાયરોને નુકસાન થાય તો દુનિયાના કોઈક ખુણે ઈન્ટરનેટ ખોરવાઈ શકે છે. ડેટાના વહન માટે આવા અનેક કેબલો ઠેરઠેર પથરાયેલા હોય છે. 
 
ઈન્ટરનેટ માટે મહત્ત્વપૂર્ણ સાધન ગણાતા સર્વરો સતત ઠંડા વાતાવરણમાં રહે તો જ કામ કરી શકે. એટલા માટે સર્વરો પાછળ ગરમ હવા ખેંચી લેતા પંખાઓ ગોઠવી દેવાયા છે. 
 
સર્વરની ગોઠણવી પણ એવી રીતે હોય છે, કે જાણે કોઈ આકર્ષક બાંધકામ કર્યું હોય એવું લાગે. 
 
ડેટા સેન્ટરના કુલિંગ માટે પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૃર પડતી હોય છે. એટલે મોટા ભાગના ડેટા સેન્ટર દરિયા કાંઠે રખાય છે. અહીં દેખાય છે એ ફિનલેન્ડના દરિયાકાંઠે આવેલું સેન્ટર છે. દરિયાનું પાણી ખેંચી તેનો ઉપયોગ પ્લાન્ટમાં કરવામાં આવે છે. 
 
આ તસવીરમાં દેખાય છે એ બધી સ્વિચો છે. ડેટા સેન્ટરને ધમધમતું રાખવાનું કામ આ સ્વિચો ઓન હોય ત્યારે થાય છે. ડેટા સેન્ટરનું આંતરિક નેટવર્ક પણ આ સ્વિચોથી જ કન્ટ્રોલ થતું હોય છે. 
 
સર્વરના દરેક રેકમાં જે કલરના વાયર દેખાય છે, એવા જ સર્વર ગૂગલે પોતાના સ્ટોકમાં રાખ્યા હોય છે. એટલે કોઈ સર્વર ખોટકાય તો ત્યાં ક્યા કલરનું યંત્ર મુકવું એ નિર્ણય તત્કાળ લઈ શકાય.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો