દેશમાં મોબાઈલ નંબરના 99 અને 98 જેવા આંકડાઓ થોડા જ સમયમાં પૂરા થઈ જવાની
આશંકા છે, અને આવતા વર્ષે નંબરોની અછત સર્જાઈ શકે છે. અસલમાં દેશમાં 2013
સુધીમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 100 કરોડથી વધારે થઈ જશે. તેથી આ
પરિસ્થિતિને પહોચી વળવા માટે સરકારને નવા નંબરની સિરિજ બહાર પાડવી જ પડશે.
સેલ્યુલર ઓપરેરટ એસોસિએસન ઓફ ઈન્ડિયા (સીઓએઆઈ)ના ડાટરેકટર જનરલ રાજન મેથ્યૂજે કહ્યું કે ‘જો આવતા વર્ષ સુધીમાં નવા નંબરો લાવવામાં નહી આવે તો મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે’.
આ સમસ્યાને હલ કરવાં માટે મોબાઈલ નંબરની સંખ્યા 11 આંકડાઓની કરી શકાય છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ આ વિકલ્પની સાથે સાથે બીજો વિકલ્પોને પણ વિચારી રહી છે. મોબાઈલ આંકડાઓની સંખ્યા વધારવાનો પ્રસ્તાવ ટેલિકોમ રેગ્યુરેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ આગળ રજૂ કર્યો હતો.પરંતુ ડોટે આ પ્રસ્તાવમાં એટલી બધી ઉત્સુકતા દર્શાવી ન હતી.
મેથ્યુજે જણાવ્યું કે ડોટ આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે અને તેની સાથે સાથે બીજા વિકલ્પોને પણ વિચારી રહી છે. તેમણે જણાવ્યું કે ‘ટ્રાઈએ લગભગ 10 લાખ ઈનએકટીવ નંબરોનો વપરાશ કરવાની પણ સલાહ આપી હતી પરંતુ આ વિકલ્પથી ત્રણ થી છ મહિના માટે જ રાહત મળશે’.
2003માં મોબાઈલ નંબરની સિરિજ માટેની યોજનાને નક્કી કરવામાં આવી હતી અને આ યોજના 2030 સુધી ચાલે તેવી આશા હતી. 2030માં 50 કરોડ મોબાઈલ ગ્રાહકનો અનુમાન લગાવવામાં આવ્યો હતો પરંતુ આંકડો 2009માં જ પૂરો થઈ ગયો હતો.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો