visiter

શુક્રવાર, 26 ઑક્ટોબર, 2012

વિજ્ઞાન વિષે આટલું જાણો


આપના શરીરમાં રોજ ૧૫ હઝાર રક્તકણ બને છે અને નાશ પામે છે .
એક વાયોલીનમાં આશરે ૭૦ લાકડાના ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે.
એક એવી માખી જેનું જીવન માત્ર એક જ દિવસનું છે
પારો એક એવી ધાતુ છે જે સામાન્ય વાતાવરણમાં પણ પ્રવાહી સ્વરૂપમાં રહે છે.
દરેક માણસની જીભની છાપ અલગ-અલગ હોય છે.
માણસ તેના આખા જીવન દરમ્યાન 16,000 ગેલન પાણી પીવે છે.
Telekinesis એટલે મગજ શક્તિના ઉપયોગથી વસ્તુઓને ખસેડવી
ઇલેક્ટ્રીક બલ્બનો શોધક વૈજ્ઞાનિક થોમસ એડિશન અંધારાથી ખૂબ જ ડરતો હતો!
અમેરિકન ખગોળશાસ્ત્રી એડવિન હબલના નામ પરથી ટેલિસ્કોપનું નામ હબલ રાખવામાં આવ્યું છે.
શનિ ગ્રહની ઘનતા એટલી ઓછી છે કે તે પાણીમાં પણ તરી શકે છે.
વોલ્ટાને ઈલેક્ટ્રિકલ સાયન્સના પિતામહ માનવામાં આવે છે.
આરસીડબલ્યુ સુપરનોવા ૯,૧૦૦ પ્રકાશવર્ષનું અંતર ધરાવે છે.
વીજળીના માપ માટે વપરાતો એકમ વોલ્ટ ઈટાલિયન ભૌતિકશાસ્ત્રી એલસાન્ડ્રો વોલ્ટાના નામ પરથી રાખ્યો છે.
નાસાના સ્પિત્ઝર સ્પેસ ટેલિસ્કોપ દ્વારા સુપરનોવા વિશે માહિતી મેળવી શકાઈ છે.
વિશ્વની પ્રથમ ટેસ્ટ ટયૂબ બેબીનું નામ લૂઈસ બ્રાઉન છે.
ઈ.સ. પૂર્વે ૧૮૫માં આરસીડબલ્યુ સુપરનોવા નોંધવામાં આવ્યો હતો.
જ્હોન ગ્લેન પહેલા અમેરિકન હતા જેમણે પૃથ્વીની પરિક્રમા કરી હતી.
રોમન સાહિત્યમાં પણ આરસીડબલ્યુ ઉલ્લેખ જોવા મળે છે.
આરસીડબલ્યુ સુપરનોવાને ગેસ્ટ સ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે.
આરસીડબલ્યુ ૮૬ને એસએન ૧૮૫ સુપરનોવા તરીકે પણ ઓળખવામાં આવે છે.
સૂર્ય દસ કરોડ વર્ષમાં જેટલી ઊર્જા ઉત્પન્ન કરે છે એટલી ઊર્જા સુપરનોવાનો ધડાકો દસ સેકન્ડમાં ઉત્પન્ન કરે છે.
પ્લુટો ગ્રહનો એક દિવસ પૃથ્વીના સાત દિવસ જેટલો લાંબો હોય છે.
રશિયાના વેલેન્ટિના ટેરેશ્કોવા પ્રથમ મહિલા અવકાશયાત્રી હતા.
યુએફઓનો ઉલ્લેખ બાઈબલમાં પણ જોવા મળે છે.
એક રક્તકણનું આયુષ્ય ૧૨૦ દિવસનું હોય છે.
મલેશિયામાં અગ્નિ વરસાવનારાં વૃક્ષ જોવા મળે છે.
બુધ ગ્રહ મંગળ કરતાં ભારે છે અને પૃથ્વી જેટલું જ વજન ધરાવે છે.
સૌર મંડળમાં સૂર્યની નજીક હોવાના કારણે બુધ પર દિવસ દરમિયાન તાપમાન ૭૫૦ ડિગ્રી ફેરનહીટ સુધી પહોંચી જતું હોય છે.
સોડિયમ પાણીમાં સળગી ઊઠે છે.
દેડકાં ત્વચાની મદદથી પાણી શોષે છે. એટલે કે તેઓ પાણી પીતા નથી પરંતુ શરીરમાં પાણીનું સ્તર જાળવવા ત્વચાનો ઉપયોગ કરે છે.
અવકાશમાં પહેલો ઉંદર ૧૯૬૧માં ફ્રાન્સ દ્વારા મોકલવામાં આવ્યો હતો.
એમ્બ્યુલન્સની પહેલવહેલી ડિઝાઈન બેરોન ડોમિનિક જીન લેરી દ્વારા કરવામાં આવી હતી.
ગેસોલીન ક્યારેય ઘન સ્વરૂપમાં ફેરવાતું નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો