visiter

શનિવાર, 27 ઑક્ટોબર, 2012

ફોટોગ્રાફી સ્પર્ધા ઃ ક્યા ફોટાને એવોર્ડ મળશે?

આકાશમાંથી લેવાયેલીઆ તસવીર ઓસ્ટ્રેલિયાના કિમ્બર્લી પ્રાંતની એક નદીની છે. તસવીરમાં જે ફાંટાદાર ડિઝાઈન દેખાય છે એ નદીનો સુકાઈ ગયેલો મુખત્રિકોણ પ્રદેશ છે. ઓસ્ટ્રેલિયા છેલ્લા કેટલાક વર્ષોથી દુષ્કાળનો સામનો કરી રહ્યું છે, એટલે આવા દૃશ્યોની નવાઈ નથી. 
 
તસવીરમાં સુતાં છે એ મહિલાનું નામ મારીયા છે, જ્યારે બેઠા છે એ દાદા રાઉલ છે. ક્યુબાના પાટનગર હવાનાના એક ઘરની આ તસવીર છે. ૧૯૬૯માં પરણેલા આ દંપતિ પૈકી રાઉલ અંધ છે, એટલે મારીયાનો બધો સમય રાઉલની દેખભાળ કરવામાં જ જાય છે. અત્યારે પણ રાઉલ આરામ કરી રહેલી મારીયા ક્યારે ઉઠે તેની રાહ જોઈ રહ્યાં છે. 
 
શ્રીલંકાના એક ટાપુ પર પક્ષીઓનું જાણે મેટરનિટી હોમ હોય એમ ઘણા બધા બચ્ચાઓ જનમ્યા છે. એ પૈકી એક નાનું પક્ષીબાળ બીજા વડીલોને ઉડતાં જોઈ વિચારી રહ્યું છે, કે આપણે પણ ટુંક સમયમાં આ રીતે ઉડવાનું છે. 
 
પેલિકન પક્ષીને મોટી ચાંચો શિકારને ઝડપી લેવા માટે જ આપી છે. તસવીરમાં દેખાય છે એમ એક પેલિકન પાણીમાંથી કુદેલી માછલીને પકડી રહ્યું છે. સ્વાભાવિક રીતે તસવીર લેવાયાની થોડી સેકન્ડોમાં માછલી પેલિકનના પેટમાં હતી. 
 
સાઈકલ યાત્રાએ નીકળેલો એક અસવાર જાણે સાઈકલ સાથે માથાબોળ સ્નાન કરવાના મૂડમાં હોય એમ નદીકાંઠે પહોંચ્યો છે. ન્યૂઝિલેન્ડની એક ઘૂમ્મસભરી સવારનું આ દૃશ્ય છે. 
 
કલહરીના રણની રેતીથી ખરડાયેલો આ હાથી પોતાના શરીર પરથી ઘૂળ ખંખેરી રહ્યો છે. હાથીઓના ટોળાનો એ સરદાર છે. તેની ઊંચાઈ ચાર મિટર અને વજન પણ ૪ હજાર કિલોગ્રામ કરતાં વધારે છે. શરીર પર કિલોગ્રામના હિસાબે બાઝેલી ઘૂળ સાફ કરવા તેેન દસેક મિનિટ સુધી ઘુ્રજારી અનુભવવી પડી હતી. 
 
૧૯૧૧માં રોઆલ્ડ આમુન્સને દક્ષિણ ઘુ્રવ સુધી પહોંચવા અંતિમયાત્રા આરંભી એ વખતે જ્યાં બ્રેક લીધો હતો ત્યાં પહોંચવા માટે સાહસિકો સફર કરી રહ્યાં છે. સફેદરણમાં રંગોળી પુરી હોય એવો આભાસ એ બધાના પોશાકોને કારણે ખડો થાય છે. 

ઉત્તર અને દક્ષિણ બન્ને ઘુ્રવનો બરફ પિગળતો જાય છે. દક્ષિણ ઘુ્રવ એટલે કે એન્ટાર્કટિકાના આવા જ એક નોખા પડેલા બર્ફીલા ટુકડા પર પેગ્વિન સફર કરી રહ્યાં છે. 

ઇથિયોપિયામાં રહેતી ઓમો પ્રજાતિની યુવતીઓ તેમના આવા પચરંગી પોશાકને કારણે આસાનીથી ઓળખાઈ જતી હોય છે. ઓમો પ્રજામાં આ રીતે યુવતીઓ તૈયાર થાય અને તેમની વચ્ચે સ્પર્ધા યોજાય, કે સૌથી સુંદર કોણ દેખાય છે! સુંદર દેખાવવા માટે શણગાર સજે ત્યારે એ યુવતીઓ હેમર ગર્લ તરીકે ઓળખાતી હોય છે. 
 
સહારાના રણમાં જાણે ત્રણે બાજુથી રતુમડો કલર ઠલવાઈ રહ્યો છે. રતાશ અને કાળી ચામડી ધરાવતા હરણ પાણીની શોધ માટે ભટકી રહ્યાં છે. એ સમયે જ બરાબર સુર્યાસ્તને કારણે રેતીનો કલર પણ જાણે કંકુવરણો બની ગયો છે. પરિણામે આખુ દૃશ્ય રતાશમય લાગે છે. 
 
પહેલી નજરે કોઈ ચિત્રકારની પંિછીની કમાલ જેવું લાગતું આ દૃશ્ય હકીકતમાં અમેરિકાના એરિઝોના રાજ્યના પર્વતિય વિસ્તારનું છે. એકલું ઉભેલું વૃક્ષ રણમાં એરંડો પ્રધાન કહેવતની યાદ અપાવે છે. એ છે તો પ્રધાન જેવી હાલતમાં જ પણ તેનું નામ એરંડો નહીં જુનીપેર ટ્રી છે. 
 
પથ્થરમાં કોતરાયેલી આ કમાન કુદરતની રચના છે. અમેરિકાની કોલારાડો નદીની ભેખડોમાં હજારો વર્ષથી વહેતા પાણીને કારણે પથ્થરો કોતરીને આવી કુદરતિ કમાનો રચાઈ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો