પેન્સિલવેનિયામાં ટિમ હાર્ટના જૂના મિત્ર અને જિમી મેકગ્રોના સંબંધી જેક
ફ્રોઈઝનું મોત ગત વર્ષે જૂનમાં થઈ ગયું હતું. પરંતુ તેના મોત પછી તેના
ઈ-મેઈલ આઈડી પરથી તેના મિત્રો અને સંબંધીઓને રહસ્યમય મેઈલ આવી રહ્યા છે.
મેઈલમાં મૃતક જેક સાથે થયેલી વાતો અને તેના મોત પછી વીતેલી ઘટનાઓનો ઉલ્લેખ
થતો.
પાછલા 17 વર્ષોથી જેકના મિત્રો રહેલ ટિમ જણાવે છે કે એક દિવસે જ્યારે તેને
પોતાનું મેઈલ બોક્સ ખોલ્યું તો એમાં આઈ એમ વૉચિંગ એટલે કે હું જોઈ રહ્યો
છું. વિષય વાળો એક મેઈલ જેકના ઈ-મેઈલ આઈડીથી આવ્યો હતો. જેમાં ટિમના ઘરની
બાલ્કનીને સાફ કરવાની યાદ અપાવી હતી. (તો આનો અર્થ એવો સમજવો રહ્યો કે હવે,
ભૂત મેઈલનો ઉપયોગ કરે છે.) ટિમ જણાવે છે તેમ જેકના મોતની પહેલા જ્યારે
બંને એક દિવસે બાલ્કની પાસે ઊભા હતા ત્યારે ત્યાં જમા રહેલ કચરો અને
ગંદકીને સાફ કરવા માટે વાત કરી હતી.
આ સિવાય જેકના સંબંધી જિમીને પણ જેકના મોત પછી તેના આઈડીથી એક ઈ-મેઈલ આવ્યો હતો. જેમાં તેના મોત પછી તેનો ટૂટેલ પગનો ઉલ્લેખ કર્યો હતો. જો કે આમાં સૌથી નવાઈની વાત એ રહી હતી કે જેકના મિત્રો અને કુટુંબના કોઈ સભ્ય પાસે ઈ-મેઈલ આઈડીનો પાસવર્ડ નહોતો.ઉપરાંત આઈડી હૅક હોવાની વાત હોઈે શકે છે. જો કે મિત્રોનું માનવું છે કે જેક તેના મોત પછી પણ સૌની સાથે જોડાયેલ રહેવાના પ્રયત્ન કરી રહ્યો છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો