આઈ.ક્યુ. એટલે કે ઈન્ટેલિજન્ટ ક્વોશન્ટ (બુદ્ધિમતા આંક)માં પહેલો નંબર
જર્મન લેખક, કલાકાર, રાજકારણી જોન વુલ્ફગોંગ ગોથેનો હતો. ૨૧૦ જેટલો ઊંચો
આઈ.ક્યુ. ધરાવતા જોને જીવન દરમિયાન ક્રિટિક, વિજ્ઞાાની, નવકથાકાર,
નાટયલેખક, કવિ, કલાકાર વગેરે અનેક કામો કર્યાં હતા. જન્મઃ ૨૮ ઓગસ્ટ, ૧૭૪૯
મૃત્યુઃ ૨૨ માર્ચ, ૧૮૩૨
૨૦૫ આઈ.ક્યુ. ધરાવતા ઈટાલિયન કલાકાર લિઓનાર્દો દ વિન્ચી બીજા જગતના
બીજા નંબરના સર્વકાલીન બુદ્ધિશાળી ગણાય છે. વિન્ચીએ જીવન દરમિયાન ચિત્રકામ,
શિલ્પકામ, બાંધકામ, સંગીત સર્જન, વિજ્ઞાાન, ગણિતશાસ્ત્ર, એન્જિનિયરીંગ,
શોધ-સંશોધન, લેખન સહિતના ડઝનબંધ કામો કરેલા. તેમનું મોનાલિસા અને લાસ્ટ
સપર નામનું ચિત્ર આખા જગતમાં પ્રખ્યાત છે. મોનાલિસા રહસ્યમ પેઈન્ટિંગ છે,
જ્યારે લાસ્ટ સપરમાં ભગવાન ઈસુના છેલ્લા ભોજનનું ચિત્રણ છે. જન્મઃ ૧૫
એપ્રિલ, ૧૪૫૨ મૃત્યુઃ ૨ મે, ૧૫૧૯
સ્વીડનના વિજ્ઞાાની અને ફિસોલોફર ઈમાન્યુઅલ સ્વેડનબર્ગ પણ ૨૦૫નો
આઈ.ક્યુ. ધરાવતા હતા. તેમની ગણતરી ઉત્તરના લિઓનાર્દો દ વિન્ચી (સ્વીડન
યુરોપની ઉત્તર દિશામાં આવેલો દેશ છે) તરીકે થતી હતી. ખિસ્ત્રી ધર્મ વિશે
તેમણે કેટલીક નવી વિચારધારાઓ આપી હતી. જે આજે પણ ચર્ચાસ્પદ બને છે. જન્મઃ
૨૯ જાન્યુઆરી, ૧૬૮૮ મૃત્યુઃ ૨૯ માર્ચ, ૧૭૭૨
ચોથો નંબર જર્મન ગણિતજ્ઞા અને ફિસોલોફર ગોટફિટ વિલ્હેમનો આવે છે.
ગણિતમાં તેમણે ન્યુટનની થિયરીઓ કરતાં પોતાની કેટલીક સ્વતંત્ર થિયરીઓ રજુ
કરી હતી. તેમનું સૌથી મોટુ પ્રદાન જોકે બાઈનરી સિસ્ટમની શોધ છે. આજના તમામ
ડિઝિટલ ઉપકરણો બાઈનરી સિસ્ટમથી જ ચાલે છે. જન્મઃ ૧ જુલાઈ, ૧૬૪૬ મૃત્યુઃ ૧૪
નવેમ્બર, ૧૭૧૬
બ્રિટિશ અર્થશાસ્ત્રી, તર્કશાસ્ત્રી અને ફિલોસોફર જ્હોન સ્ટુઅર્ટ મિલ
૨૦૦ના આઈ.ક્યુ. સાથે પાંચમા ક્રમે બિરાજે છે. વર્તમાન અર્થશાસ્ત્રની કેટલીક
મહત્ત્વપૂર્ણ થિયરીઓ તેમણે આપી છે. બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય બનેલા મિલે
અર્થશાસ્ત્ર ઉપરાંત સમાજશાસ્ત્ર અને રાજનિતિશાસ્ત્રમાં પણ કેટલુંક પાયાનું
કામ કર્યું છે. જન્મઃ ૨૦ મે, ૧૮૦૬ મૃત્યુઃ ૮ મે, ૧૮૭૩
ફ્રાંસના ગણિતશાસ્ત્રી બ્લેઝ પાસ્કલનો આઈ.ક્યુ. ૧૯૫ હતો. હાઈસ્કુલના
દરેક વિદ્યાર્થીઓ પાસ્કલના નામને જાણતા હશે કેમ કે ભણવામાં પાસ્કલ્સ લો
નામે એક વૈજ્ઞાાનિક કન્સેપ્ટ આવે છે. નાનપણમાં પાસ્કલ તેમના પિતા પાસે
ભણ્યા હતા અને નાની ઊંમરથી જ ગણિત સાથે કામ પાડવાનું તેમણે ચાલુ કરી દીધું
હતું. જન્મઃ ૧૯ જુન, ૧૬૨૩ મૃત્યુઃ ૧૯ ઓગસ્ટ, ૧૬૬૨
૧૯૦નો આઈ.ક્યુ. ધરાવતા લુડવિગ વિટ્ટજેન્સ્ટાઈન ફિલોસોફર અને
ગણિતશાસ્ત્રી હતાં. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેઓ ફિલોસોફીના પ્રોફેસર
હતાં. ભાષાનો તેમણે વૈજ્ઞાાનિક ધોરણે અભ્યાસ કરી ભાષાની ફિલોસોફી પર કામ
કર્યું હતું. તેમની ઈચ્છા દરેક ફિલોસોફિકલ સમસ્યાનું સમાધાન શોધવાની હતી.
જન્મઃ ૨૬ એપ્રિલ, ૧૮૮૯ મૃત્યુઃ ૨૯ એપ્રિલ, ૧૯૫૧
૧૪ વર્ષની વયે જ આખા અમેરિકામાં ચેસ ચેમ્પિયન બનેલા બોબી ફિશરનો
આઈ.ક્યુ.૧૮૭ હતો. હરીફ દેશ રશિયાના ચેસ ખેલાડી ગેરી કાસ્પારોવે બોબીને
ઇતિહાસના સૌથી મહાન ચેસ પ્લેયર ગણાવ્યા હતાં. એમના આગમન પછી ચેસની રમતને
લોકો વધારે ગંભિરતાથી લેવા લાગ્યા. જન્મઃ ૯ માર્ચ, ૧૯૪૩ મૃત્યુઃ ૧૭
જાન્યુઆરી, ૨૦૦૮
એકથી વધુ કળામાં માહેર ઇટાલિયન વિદ્વાન ગેલેલિયોનો આઈ.ક્યુ. ૧૮૫ હતો.
તેમણે જીવનભર ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, ફિલોસોફર સહિતના
રોલ ભજવ્યા હતા. ટેલિસ્કોપ દ્વારા અવકાશનું અવલોકન કરવાનો તેમણે આરંભ
કરેલો. વિજ્ઞાાનમાં તેમના પ્રદાનને કારણે તેઓ આધુનિક વિજ્ઞાાનના પિતામહ
ગણાય છે. જન્મઃ ૧૫ ફેબુ્રઆરી, ૧૫૬૪ મૃત્યુઃ ૮ જાન્યુઆરી, ૧૬૪૨
આઈ.ક્યુ.ના લિસ્ટમાં મહિલાની એન્ટ્રી છેક દસમા ક્રમે થાય છે. એની લુઈસ
સ્ટેલ ફ્રાંસના લેખિકા હતા અને તેમનો આઈ.ક્યુ.૧૮૦ હતો. લખાણોમાં
નિઓક્લાસિસિઝમ અને રોમેન્ટિસિઝમ તેમની દેન ગણાય છે. તેમનો જન્મ
સ્વિત્ઝરલેન્ડમાં થયો હતો પરંતુ તેઓ ફ્રાંસમાં મોટા થયા હતા એટલે ફ્રેંચ
ભાષામાં લખતા હતાં. જન્મઃ ૨૨ એપ્રિલ, ૧૭૬૬ મૃત્યુઃ ૧૪ જુલાઈ, ૧૮૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો