visiter

ગુરુવાર, 18 ઑક્ટોબર, 2012

જનરલ નોલેજ પ્રકરણ -4

151 ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયુ પક્ષી પ્રજનનકાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે? Ans: સુગરી

152
મધ્યકાલીન કવિ નાકર કયાંનો વતની હતો ? Ans: વડોદરા

153
ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી મર્યાદિત રહી? Ans: ડોલન શૈલી

154
અમદાવાદનો આશ્રમરોડ કયા બે આશ્રમોને જોડે છે? Ans: સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ

155
ગુજરાતનું સૌથી મોટું ખેતઉત્પાદન બજાર કયું? Ans: ઊંઝા

156
વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલીકર્ણાવતી અતીતની ઝાંખીકયાં આવેલી છે? Ans: સંસ્કાર કેન્દ્ર-અમદાવાદ

157
આખ્યાનના પિતા તરીકે ઓળખાતા કવિ ભાલણે કઈ ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો હતો ? Ans: સંસ્કૃત

158
ગુજરાતમાં આવેલો કયો સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ) વિશ્વભરના શ્રેષ્ઠ દસ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં સ્થાન પામે છે? Ans: દહેજ સેઝ

159
મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક

160
આચાર્ય આનંદશંકર ધ્રુવ કયું સામયિક ચલાવતા ? Ans: વસંત

161
ઐતિહાસીક અને સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપપ્રાગમહેલઅનેઆયના મહેલકચ્છના કયા શહેરમાં આવેલા છે? Ans: ભૂજ

162
ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું? Ans: વિદ્યાસંગ્રહ

163
મહાત્મા ગાંધીના પરિવારની કઇ વ્યકિતએ સરદાર વલ્લભભાઇ પટેલનું જીવનચરિત્ર લખ્યું છે? Ans: રાજમોહન ગાંધી

164
ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે ? Ans: સિરવણ

165
ગુજરાતની કઇ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો સો વર્ષ જૂનો પૂલ આવેલો છે ? Ans: વિશ્વામિત્રી

166
કવિ રાજે મુસ્લિમ હોવા છતાં કોનો અનન્ય ભકત હતો ? Ans: શ્રીકૃષ્ણ

167
સરદાર સરોવર બંધનું શિલ્પરોપણ કોણે કર્યુ હતું ? Ans: પંડિત જવાહરલાલ નહેરુ

168
કચ્છી ભાષા કઇ ભાષાની ઉપભાષા છે? Ans: સિંધી

169
પાવાગઢમાંથી નીકળતી એક મહત્ત્વની નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડ્યું છે? Ans: વિશ્વામિત્ર

170 ‘
ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરાં...’ ગીતના રચયિતા કોણ છે ? Ans: ઉમાશંકર જોશી

171 ‘
દ્વિરેફઊપનામથી ઓળખાતા ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો. Ans: રામનારાયણ વિ. પાઠક

172
ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર કિનારાની જમીન તરીકે ઓળખાય છે ? Ans: કચ્છ

173
૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? Ans: મણિલાલ દ્વિવેદી

174
ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે ? Ans: વૌઠા

175
અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? Ans: અપર્ણા પોપટ

176
સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ? Ans: ઘરોઈ

177
જેના કિનારે ૧૦૦૮ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી તેવા અતિપ્રાચીન સહસ્ત્રલિંગ સરોવરના અવશેષો ગુજરાતના કયા શહેરમાં જોવા મળે છે? Ans: પાટણ

178
ગુજરાતી ભાષા-સાહિત્યના સંદર્ભમાં ..૧૪૦૦ થી ૧૮૦૦નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે ? Ans: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ

179
ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે? Ans: નૌલખા મહેલ

180
ગુજરાતી ભાષામાંટૂંકી વાર્તાસ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા? Ans: ધૂમકેતુ

181
ગુજરાતમાં પ્રથમ બિન-કૉંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું? Ans: બાબુભાઇ જશુભાઇ પટેલ

182
ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? Ans: બળવંતરાય . ઠાકોર

183
આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ કયાં થયો હતો ? Ans: અમદાવાદ

184
દુનિયાની સૌથી મોટી રિફાઇનરી કઇ છે ? Ans: રિલાયન્સ

185
પ્રેમાનંદનીમામેરુંકૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે ? Ans: નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ

186
ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ

187
ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ? Ans: મીઠા

188
ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઇ કેટલી છે? Ans: ૩૬૬૬ ફૂટ

189
સાપુતારા પર્વતમાળા કેટલી ઊંચાઇ પર આવેલી છે ? Ans: ૧૦૦૦ મીટર

190
ગુજરાત સલ્તનતના કયા બાદશાહનેમુસલમાનોના સિદ્ધરાજઅનેઅકબર જેવોગણવામાં આવે છે ? Ans: મહંમદ બેગડો

191
કવિ કાન્તે અમેરિકાના કયા પ્રમુખનું જીવનચરિત્ર રચ્યું છે? Ans: અબ્રાહમ લિંકન

192
ગુજરાતી ભાષાના જ્ઞાની કવિ અખાએ મુખ્યત્વે શું લખ્યું છે ? Ans: છપ્પા

193
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ? Ans: સૌરાષ્ટ્ર

194
ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? Ans: કવિ દલપતરામ

195
કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો છે ? Ans: રાષ્ટ્રીય રાજમાર્ગ નં. ૧૫

196
ગુજરાતનો કયો પર્વતઊજજર્યન્ત પર્વતતરીકે ઓળખાતો હતો? Ans: ગિરનાર

197 ‘
સોક્રેટિસકયા પ્રસિદ્ધ ગુજરાતી લેખકની નવલકથા છે? Ans: મનુભાઈ પંચોળી (દર્શક)

198
ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા ? Ans: રુબિન ડેવિડ

199
ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ ? Ans: દાંતીવાડા-.. ૧૯૭૩

200
ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનારઘરઘરની જયોતકૉલમના લેખિકા કોણ હતાં? Ans: વિનોદીની નીલકંઠ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો