ઈન્ડીયા ઈકોનોમી અત્યારે ધીમી ગતીના દબાવમાં છે, પરંતુ આના કારણે ઈન્ડીયન રેલ્વે પર કોઈ અસર વર્તાતી નજરમાં નથી આવી રહી. દેશની સૌથી મોટી નોકરીદાતા આ વર્ષે ગ્રુપ 'સી' અને 'ડી' ના 1.17 લાખ પોસ્ટ માટે ભર્તી કરવાની છે. આમાં સ્ટેશન માસ્તરથી લઈને ટેક્નિકલ સ્ટાફ અને ટ્રેક સુપરવાઈઝર થી લઈ ટ્રેન ડ્રાઈવર તથા સેફ્ટી સ્ટાફ સુધીની પોસ્ટ શામેલ છે.
આ કેટેગરીના પદો પર ગયા બે વર્ષોમાં લગભગ 95,000 ભર્તી થઈ હતી. રેલ્વેના એક અધીકારીએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં ખાલી થનાર પદોની ભરતી કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રેલ્વેમાં દર વર્ષે લગભગ 40,000 કર્મચારીઓ રિટાયર્ડ થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો