visiter

રવિવાર, 14 ઑક્ટોબર, 2012

જનરલ નોલેજ પ્રકરણ -૧




  જનરલ નોલેજ પ્રકરણ -૧

1 ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષેસમર ફેસ્ટીવલકયાં યોજે છે ? Ans: સાપુતારા

2
ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે? Ans: અમદાવાદ

 
3 ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ? Ans: પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ

4
પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા

5
સંયુકત રાષ્ટ્રસંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે? Ans: ચિન્મય ઘારેખાન

6
ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે? Ans: કચ્છ

7
મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી? Ans: અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી

8
કચ્છના રણપ્રદેશનો પરિવેશ કોની વાર્તાઓમાં વિશેષ જોવા મળે છે? Ans: જયંત ખત્રી

9
ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી? Ans: વડોદરા

10
સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઇ છે ? Ans: હાથમતી

11
ખરાદીકામના ઉદ્યોગ માટે ગુજરાતનું કયું નગર સુવિખ્યાત છે ? Ans: સંખેડા

12 ‘
અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબકોનું જીવનચરિત્ર છે? Ans: મહાદેવભાઇ દેસાઇ

13 ‘
જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ભૂંડી તો ભીખ છે’ - પન્નાલાલ પટેલની કઇ મહાન નવલકથાનો વિચાર છે? Ans: માનવીની ભવાઇ

14
ગુજરાતના કયા ક્રાંતિકારીગુજરાત સર્વોચ્ચ ન્યાયાલયના ઊચ્ચ ન્યાયાધીશ હતાં? Ans: અબ્બાસ તૈયબજી

15
શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલ - ૨૦૦૯-૨૦૧૦માં કઇ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું ? Ans: હારૂન - અરૂન

16
સુધારકયુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ કયું છે? Ans: સંસાર સુધારો અને સામાજિક પરિવર્તન

17
ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો. Ans: સુનિતા વિલિયમ્સ

18
આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? Ans: વૈદ્ય મેટ્રીકસ

19
ગરીબી દૂર કરવા માટેઅંત્યોદય યોજનાદાખલ કરનાર કયા ગુજરાતી હતા? Ans: બાબુભાઇ જશભાઇ પટેલ

20
ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે? Ans: નૌલખા મહેલ

21 ‘
જનમટીપકોની પ્રસિદ્ધ કૃતિ છે? Ans: ઈશ્વર પેટલીકર

22
ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ કયાં ઉજવાય છે ? Ans: અમદાવાદ

23
ફરીદ મહમદ ગુલામનબી મન્સુરીનું ઉપનામ જણાવો. Ans: આદિલ

24
ગુજરાતી ભાષાનું પ્રથમ બાળપાક્ષિક કયું હતું? Ans: ગાંડીવ

25
ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં. કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો? Ans: અમદાવાદ - વડોદરા

26
ગુજરાત વર્નાકયુલર સોસાયટી દ્વારા દોઢ સદીથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો. Ans: બુદ્ધિપ્રકાશ

27
ગુજરાતની કઇ ત્રણ નદીઓ અંતસ્થઃ ગણાય છે? Ans: સરસ્વતી, બનાસ અને રૂપેણ

28
પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી હતી? Ans: ઓખાહરણ

29
સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક

30
રણજીતરામ વાવાભાઇ મહેતાને નામે કઇ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે? Ans: ગુજરાત સાહિત્યસભા

31
મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક

32
સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જયોતિસંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતાં? Ans: ચારૂમતી યોદ્ધા

33
પૂજય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું? Ans: હરિ

34
મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી? Ans: મહાત્મા ગાંધી

35
ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં કેટલામું સ્થાન ધરાવે છે? Ans: પ્રથમ

36
લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતાં? Ans: લતા પટેલ

37
હડપ્પીય સંસ્કૃતિનો ઉદય ગુજરાતમાં કયારે થયો હતો? Ans: .. પૂર્વે ૨૪૦૦

38
વિશ્વભરમાં વખણાતી કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પાકે છે ? Ans: જૂનાગઢ

39
ચોરવાડથી વેરાવળ સુધીની અખિલ હિન્દુ ઓપન-સી તરણસ્પર્ધા કોની સ્મૃતિમાં યોજાય છે? Ans: વીર સાવરકર

40
શ્રીરંગ અવધૂત મહારાજનું સ્મારક કયાં આવેલું છે? Ans: નારેશ્વર

41
ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભિયારણ્ય કયાં આવેલું છે? Ans: જામનગર

42
જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે ? Ans: અડી કડીની વાવ

43
ઉકાઇ બંધ કયાં આવેલો છે ? Ans: સુરત

44 ‘
સંદેશ રાસકકૃતિના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ અબ્દુર રહેમાન

45
મધ્યકાલીન યુગમાં શામળનું વતન વેંગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે ? Ans: ગોમતીપુર

46
ફકત પોતે બનાવેલા માળાઓમાં આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે? Ans: કાનકડિયા

47
મહમ્મદ બેગડાએ જામા મસ્જિદ કયાં બંધાવી હતી? Ans: પાવાગઢ અને ચાંપાનેર

48
સાપુતારા શબ્દનો શો અર્થ થાય છે? Ans: સાપોનું નિવાસસ્થાન

49
કવિ દયારામના જન્મસ્થળ ચાંણોદનું મૂળનામ શું હતું ? Ans: ચંડીપુર

50
એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? Ans: લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો