visiter

ગુરુવાર, 25 ઑક્ટોબર, 2012

કમ્પ્યૂટર જગતનું આ સત્ય તમને જરૂર વિચારતા કરી મૂકશે



દુનિયાભરમાં ઈન્ટરનેટનું પ્રચલન ખૂબ ઝડપથી વધી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ દ્વારા મિલેનિયમ તપાસ રિપોર્ટ અનુસાર, વર્ષ 2011 સુધી દુનિયાની એક તૃતીયાંશ કરતાં વધું વસતી એટલે કે આશરે 35 ટકા લોકો ઑનલાઈન થઈ ચૂક્યાં છે. વિકાસસીલ દેશોમાં ઈન્ટરનેટ વપરાશ કરનારાની સંખ્યામાં ભારે વૃદ્ધિ નોંધાઈ છે.

રિપોર્ટ અનુસાર, વર્ષ 2006માં જ્યારે દુનિયાની વસતી છ કરોડ હતી તે સમયે માત્ર 18 ટકા વસતી ઑનલાઈન હતી,આ સમયે 44 ટકા લોકો વિકાસશીલ દેશોનાં હતાં. હવે જ્યારે દુનિયાની વસતી સાત કરોડ છે તો 35 ટકા લોકો ઑનલાઈન થઈ ચૂક્યા છે. વિકાસશીલ દેશોનાં 63 ટકા લોકો ઈન્ટરનેટનો વપરાશ કરી રહ્યા છે. આ રીતે પાંચ વર્ષમાં 17 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે.

આ રિપોર્ટમાં કહેવાયું છે કે પૂરી દુનિયામાં ફિક્સ અને મોબાઈલ બ્રોડબેન્ડ કનેક્શન વધી રહ્યા છે. વિકાસશીલ દેશોમાં 2011 સુધી 8.5 ટકા મોબાઈલ બ્રોડબેન્ડ કનેક્શન હતા, જ્યારે ફિક્સડ બ્રોડબેન્ડ કનેક્શન 4.8 ટકા હતા. 2011 સુધી સમગ્ર દુનિયામાં આશરે 6 કરોડ મોબાઈલ ફોનનું વેચાણ થઈ ચૂક્યું છે. આમાં એક અબજ 20 કરોડ સક્રિય મોબાઈલ બ્રોડબેન્ડ કનેક્શન છે. આનો અર્થ છે કે પૂરી દુનિયામાં હવે 87 ટકા મોબાઈલ ધારકો છે. આમાં 79 ટકા વિકાસશીલ દેશોમાં છે. વર્ષ 2011 સુધી દુનિયાનાં 160 કરતાં વધુ દેશોએ 3જી સેવા શરૂ કરી છે. આખી દુનિયાની 45 ટકા વસતી હાઈ સ્પીડ મોબાઈલ બ્રોડબેન્ડ સેવા મેળવી રહ્યાં છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો