યુરોપના કોઈ દેશમાં હોય એવી લાગતી આ બિલ્ડિંગ ઈરાનના પાટનગર તહેરાનની
ભોગાળે આવેલી છે. આ મકાન આર.વાય.આર.એ. નામના સ્ટુડિયોનું છે. ૨૦૧૦ના વર્લ્ડ
આર્કિટેક્ટ ફેસ્ટિવલમાં તેની પસંદગી બેસ્ટ ઓફિસ તરીકે થઈ હતી.
આ મકાન દક્ષિણ આફ્રિકાના બુસાન સિનેમા સેન્ટરનું છે. હજાર સિટો ધરાવતું આ થિયેટર કુલ ૬૦,૦૦૦ ચોરસ મિટરમાં ફેલાયેલું છે.
જાપાનના યુરીહોઝો શહેરમાં આવેલું આ કલ્ચરલ સેન્ટર છે. ૩ માળના આ
મકાનમાં લાયબ્રેરી, થિયેટર, પ્લેનેટિરમય, સિસર્ચ રૃમ, રેસ્ટોરાં, પ્રવાસન
માહિતી કેન્દ્ર, દુકાનો વગેરે છે.
દેખાવ પ્રમાણે જ આ મકાનનું નામ ધ ક્લાઉડ હાઉસ છે. એડવર્ડ યુનિન નામના મેલબોર્નમાં રહેતા એક ભાઈએ આવું મકાન બનાવ્યું છે.
આ તસવીર સિંગાપોરમાં બની રહેલા એક રેસિડેન્સિયલ કોમ્પ્લેક્સની છે.
રિફલેક્શન્સ નામની આ ઈમારત ૯૩,૦૦૦ ચોરસ મિટર જગ્યામાં બની રહ્યું છે.
આ ગોળાકાર બિલ્ડિંગ ઈગુઝની ઈલ્યુમિનોઝ નામની બ્રિટિશ આર્કિટ્રક્ચર
એન્ડ લાઈટિંગ કંપની છે. આ તેની સ્પેન સ્થિત ઓફિસ છે. સમગ્ર બાંધકામ ૯,૦૦૦
ચોરસ મિટરમાં ફેલાયેલું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો