visiter

રવિવાર, 21 ઑક્ટોબર, 2012

ફેસબુક પર નોંધણી અને 50 રૂપિયાનો ટૉકટાઈમ


લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે ભારતમાં એક કાર્યક્રમની શરૂઆત કરી છે. જે અંતર્ગત તેને નવા યૂઝર્સને 50 રૂપિયાનો મફતનો ટૉકટાઈણ આપવાની રજૂઆત કરી છે.

જો યૂઝર m.facebook.com/ttનો ઉપયોગ કરીને ફેસબુક પર નોંધણી કરાવે તો તેના નંબર પર 50 રૂપિયાનો ટૉકટાઈમ આવી જશે. આ ઑફર માત્ર નવા રજિસ્ટ્રેશન માટે જ બનાવેલ છે અને આ માત્ર મોબાઈલ વડે રજિસ્ટ્રેશન કરવા પર જ લાગૂ થશે.

ભારતમાં ફેસબુકના વર્તમાનમાં આશરે 50 મિલિયન યૂઝર્સ છે, જેમાંથી 30 ટકા તો મોબાઈલ ફોન વડે જ સોશિયલ મીડિયાને એક્સેસ કરે છે. આ ઉપરાંત હવે એ જોવાનું વધુ રોચક રહેશે કે વાસ્તવમાં કેટલા ભારતીય યૂઝર્સ આ ઑફર વડે સાઈન કરે છે. જો આ સફળ રહ્યું તો ફેસબુકની પાસે ભારતીય યૂઝર્સનાં મોટી સંખ્યામાં ફોન નંબરોનાં ડેટા છે જે સ્વેચ્છાએ નોંધણી સમયે તેને આપ્યો છે.

એ જોવાનું વધુ રસપ્રદ રહેશે કે જો અન્ય સોશિયલ નેટવર્ક આ રસ્તો અપનાવે તો ટૉકટાઈમની મફતની ઑફર અથવા તો ફ્રીમાં સોશિયલ નેટવર્ક પર રજિસ્ટ્રેશન વધુ સંકળાય તે દરમિયાન આપે છે.

1 ટિપ્પણી: