visiter

મંગળવાર, 23 ઑક્ટોબર, 2012

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

ધ ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકાઃ ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકા કુલિનનના નામે વધારે જાણીતો છે. ૧૯૦૫માં આફ્રિકામાં મળી આવ્યો ત્યારે તેનું વજન ૩૧૦૬.૭૫ કેરેટ હતું. આજદિન સુધીમાં કોઈ પણ ખાણમાંથી મળી આવેલો એ સૌથી મોટો હીરો છે. હીરાના કુલ ૧૦૫ ટુકડા થયા છે, જેમાંથી કુલિનન-૧ નામનો ૫૩૦ કેરેટનો હીરો સૌથી મોટો છે. અત્યારે તે બ્રિટનના શાહી ઝવેરાત સાથે ટાવર ઓફ લંડનમાં સચવાયેલો છે. 
 
કોહીનૂરઃ કોહીનૂર મતલબ પ્રકાશનો પર્વત. ઇતિહાસનો સૌથી જાણીતો હીરો કોહિનૂર છે. ૧૦૫ કેરેટનો હીરો જગતના સૌથી મોટા હીરાઓ પૈકીનો એક છે. હિન્દુ, મોગલો, ઇરાનિયન, શીખો, અફઘનો અને બ્રિટિશ સાશકોના હાથમાં ફર્યા પછી હવે એ હીરો રાણી વિક્ટોરિયાના ઘરેણામાં સ્થાન પામે છે. 
 
દારયા-એ-નૂરઃ આ પર્શિયન શબ્દનો મતલબ પ્રકાશનો સાગર એવો થાય છે. ૧૮૨ કેરેટનો આ હીરો આછા ગુલાબી કલરનો હોવાથી અત્યંત દુર્લભ ગણાય છે, કેમ કે આવા કલરના હીરાઓ ભાગ્યે જ મળતાં હોય છે. ભારત લુંટવા આવેલા ઈરાનના નાદિરશાહે દિલ્હી પર આક્રમણ વખતે આ હીરો મેગલો પાસેથી મેળવેલો. આજે તહેરાન ખાતે આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇરાનની ઓફિસમાં તેેન પ્રદર્શનાર્થે રખાયો છે.
 
સાન્સી ડાયમંડઃ આ હીરો પણ ભારતીય હતો અને મોગલોની તિજોરીમાં સ્થાન ધરાવતો હતો. વિવિધ માલીકો ફરી ચુકેલો હીરો ફ્રેંચ ક્રાંતિ દરમિયાન ગૂમ થઈ ગયેલો. સાન્સીના મૂળિયા વિશે જોકે કોઈ જાણકારી મળતી નથી. હાલ તો એ હીરો જોવો હોય તો ફ્રાંસના પાટનગર પેરિસ સ્થિત વિશ્વવિખ્યાત લુવ્ર મ્યુઝિયમની મુલાકાત લેવી પડે. 
 
સ્પૂનમેકર્સ ડાયમંડઃ? માન્યતા પ્રમાણે આ હીરો ઈસ્તંબુલના એક માછીમારને મળેલો. માછીમારને જોકે એ પથ્થરનો કટકો લાગ્યો એટલે તેના માટે રફ હીરાનું ખાસ મહત્ત્વ હતું નહીં. માછીમારને એક ઝવેરી મળ્યો જેણે માત્ર ૩ ચમચી (સ્પૂન) આપી હીરો મેળવી લીધો હતો. ૮૫ કેરેટનો એ હીરો આજે તુર્કી સરકારના કબજામાં છે અને અત્યંત જડબેસલાક સુરક્ષા વચ્ચે તેને પ્રદર્શનમાં રખાયો છે. 
 
ઓર્લોવ ડાયમંડઃ આ હીરો મૂળ ભારતનો છે. દક્ષિણ ભારતમાં આવેલા રંગનાથસ્વામી મંદિરમાંથી આ હીરો કોઈ ફ્રેંચ અધિકારીએ મેળવી લીધેલો. ફરતો ફરતો એ હીરો રશિયનો પાસે પહોંચ્યો અને આખરે રશિયાના ક્રેમલિન શહેરમાંથી મળ્યો. હીરો તેના મરધીનું ઈંડુ અડઘું કાપ્યું હોય એવા આકારને કારણે પ્રખ્યાત છે. 
 
હોપ ડાયમંડઃ ૪૫.૫૨ કેરેટનો હોપ ડાયમંડ અત્યંત પ્રખ્યાત હીરો છે. સિમ્થસોનિયન મ્યુઝિયમમાં રખાયેલો આ હીરો બ્લુ છે અને નરી આંખે તેનો બ્લુઈશ કલર જોઈ શકાય છે. ૧૭૨૫માં બ્રાઝિલમાંથી મળી આવેલા આ હીરાના માલિકો સમયાંતરે બદલ્યા કર્યા છે. પણ જેમની પાસે હીરો હોય તેમની સાથે કશોક અણબનાવ બને એવી માન્યતા હોવાથી હવે તેને સંગ્રહાલયમાં જ રખાયો છે. 
 
સેન્ટેનરી ડાયમંડઃ ૧૯૮૮માં ડાયમંડની જાણીતી કંપની ડી બિયર્સ પોતાનું શતાબ્દી વર્ષ ઉજવી રહી હતી એ વર્ષે મળી આવેલો આ હીરો સેન્ટેનરી ડાયમંડ તરીકે ઓળખાય છે. મળી આવ્યો ત્યારે તેનું વજન ૫૯૯ કેરેટ હતું જેને બાદમાં કાપકૂપ કર્યા પછી ૨૭૩.૮૫ કેરેટનો બનાવાયેલો. એ વખતે હીરામાં ૨૪૭ પાસાં હતા. એ હીરો ભુત માટે કુખ્યાત ટાવર ઓફ લંડનમાં કેટલાક વર્ષ રખાયેલો. આજે ક્યાં છે, તેની કોઈને ખબર નથી અને ડી બિયર્સ હીરા વિશે કશું કહેવા તૈયાર નથી. 
 
ટિફની યેલો ડાયમંડઃ આ હીરો અત્યાર સુધીમાં મળી આવેલો સૌથી મોટો પીળો હીરો છે. ૧૮૭૮માં આ હીરો દક્ષિણ આફ્રિકાની કિમ્બર્લી ખાણમાંથી મળી આવ્યો ત્યારે તેનું વજન ૨૮૪.૪૨ કેરેટ (૫૭.૪૮૪ ગ્રામ) હતું. ૨૦૦૭માં થોડો સમય આ હીરો સ્મિથસોનિયન નેશનલ મ્યૂઝિયમમાં પ્રદર્શન માટે મુકવામાં આવ્યો હતો. અમેરિકાના ઈતિહાસમાં જાહેર જનતા માટે ખુલ્લો મુકાયેલો એ સૌથી મોટો હીરો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો