visiter

શનિવાર, 27 ઑક્ટોબર, 2012

૨૦૧૩ના કેટલાક ગિનેસ રેકોડ્‌ર્સ

જોહાના ક્વાસ નામના આ જર્મન દાદીમાં જગતના સૌથી મોટી ઊંમરના જિમ્નાસ્ટ છે. ૮૬ વર્ષની પાકટ વયે તેઓ નિયમિત રીતે જિમ્નાસ્ટિકની સ્પર્ધામાં ભાગ લેતાં રહે છે અને શિખાઉ એથ્લિટોને હરાવે પણ છે. 
 
આ દુનિયાનો સૌથી લાંબો બંધનાવસ્થામાં હોય એવો સાપ છે. ૨૫ ફીટ, ૨ ઈંચ લાંબો આ સાપ અમેરિકાના કેન્સાસમાં પકડાયો હતો. અલબત્ત, તોતંિગ લંબાઈ અને કદાવર શરીર હોવા છતાં આ સાપ સામાન્ય સંજોગોમાં માણસો પર હુમલો કરતો નથી. 
 
બિગ જેક નામનો આ ઘોડો જગતનો સૌથી મોટો જીવંત ઘોડો છે. આ ઘોડાની ઊંચાઈ ૨૧૦.૧૯ સેન્ટિમિટર એટલે કે ૬.૮ ફીટ છે. 
 
મેક્સિકોમાં થતું શિવાવા પ્રજાતિનું આ કુતરું જગતનું સૌથી નાનુ કુતરું છે. તેની ઊંચાઈ માત્ર સવા છ ઈંચ છે. એટલે જ તો એ કપમાં પણ સમાઈ જાય છે. 
 
ખાવા માટે ઉપલ્બધ સૌથી મોટો હોટડોગ એવડો છે, કે દસેક જણાના પેટ ભરાઈ જાય. શિકાગો સ્થિત ગોરિલા ટાન્ગો નામની કંપની આ હોટડોગનું વેચાણ કરે છે, જેની કંિમત ૪૦ ડોલર અને વજન સવા ૩ કિલોગ્રામ જેટલું છે. 
 
ઘ્યાનથી જૂઓ, એ ભાઈની ચોટલી કાયદેસર રીતે ખિત્તો થઈ છે. અલબત્ત, તેમના નામે જ જગતની સૌથી મોટી ચોટલીનો વિક્રમ છે, એટલે ચોટલી ખિત્તો હોય એમાં નવાઈ શી? જાપાનના કુઝીહિરોની આ ચોટલી ૪૪.૬૮ ઈંચ લાંબી છે. 
 
સૌથી મોટા ડ્રમ સેટનો વિક્રમ અમેરિકાના માર્ક ટેમ્પરટોના નામે છે. તસવીરમાં દેખાય છે એ તેમના ડ્રમ સેટમાં વિવિધ ૩૪૦ પિસ છે. 
 
ઓકલોહોમા સામ નામનો ૪ વર્ષનો આ ગધેડો જગતનો સૌથી મોટો ગધેડો છે. તેની ઊંચાઈ ૫ ફીટ, ૧ ઈંચ જેટલી છે. 
 
આ જગતની સૌથી વઘુ વજનદાર સવારી કરી શકાય એવી સાઈકલ છે. તેનું વજન ૭૫૦ કિલોગ્રામ છે અને એ સાઈકલ બનાવનાર વૂટર વેન ક્યારે તેના પર ચક્કર પણ મારે છે. 
 
ઝીઅસ નામનો આ કુતરો જગતનો સૌથી મોટો જીવંત કુતરો છે. તેની ઊંચાઈ ૪૪ ઈંચ થાય છે. 
 
આ ભાઈએ શણગાર કરવામાં મહિલાઓને પણ પાછળ રાખી દીધી છે. સોળ શણગારને બદલે તેના ચહેરા પર વિવિધ ૨૮૦ ચીજો લગાડેલી છે. 
 
બાર્બી આખા જગતની માનીતિ ઢીંગલી છે. બેટાનિઆ ડોર્ફમેન નામની આ જર્મન યુવતી પાસે વિવિધ પ્રકારની ૧૫ હજાર બાર્બી છે. 
 
આ દુનિયાનું સૌથી નાનું હેલિકોપ્ટર છે. જાપાનમાં બનેલા એ હેલિકોપ્ટરની પાંખોની લંબાઈ ૧૩ ફીટ અને વજન માત્ર ૭૦ કિલોગ્રામ જ છે. 
 
આ બન્ને દાદીઓ જગતની સૌથી મોટી ઊંમરની જીવંત ટિ્‌વન્સ બહેનો છે. રિચી અને એલ્વિન નામની આ ટિ્‌વન્સ ૧૯૦૯માં જન્મી હતી અને આ નવેમ્બર માસમાં એ પોતાનો ૧૦૩મો જન્મ દિવસ ઊજવશે. 
 
૫૦ ફીટ લાંબો આ જગતનો સૌથી મોટો ચોકલેટ બાર છે. ઈટાલીમાં બનેલી આ ચોકલેટની ચાદર આઠ ફીટ પહોળી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો