visiter

ગુરુવાર, 25 ઑક્ટોબર, 2012

એક સમયનું સૌથી વધુ જાણીતું ઑરકૂટ હવે ખાઈ રહ્યું છે ડચાકા



ફેસબુકના જમાનમાં ઑરકૂટનું નામ સાવ ભૂલાઈ ગયું છે. એ તો તમામ જાણે છે પરંતુ સ્થિતિ એટલી ખરાબ વણસી છે કે આવું કોઈએ કદી પણ નહીં વિચાર્યું હોય.

કોઈ વાર ભારતનું ફેવરિટ સોશિયલ નેટવર્કિંગ સાઈટ રહેલ ઑરકૂટ અંતિમ શ્વાસ લઈ રહ્યું છે. ગૂગલ ટ્રેંડર્સ અનુસાર, ગત પાછલા વર્ષે આને ભારતમાં નિયમિત રીતે 14 લાખ લોકો વિઝિટ કરતા, તો હવે આ ફિગરમાં ઘટાડો થઈને 2 લાખ પર આવી ગઈ છે. આનો સીધો અર્થ થયો કે ગત વર્ષ કરતાં ઑરકૂટના યૂઝર્સ 86 ટકા ઓછા થઈ ગયા છે.

નોંધનીય છે કે, જ્યારે ઈન્ડિયન યૂથે સોશિયલ સાઈટ્સની દુનિયામાં એન્ટ્રી કરી હતી, તો તેનું પહેલું પગથિયું ઑરકૂટ જ હતું. આશરે પાંચ વર્ષ પહેલાં સુધી ઑરકૂટની ખાસી લોકપ્રિયતા હતી. આ ઉપરાંત ઑરકૂટની પાસે બ્રાઝિલ પછી દુનિયામાં સૌથી યૂઝર ઈન્ડિયામાં જ હતાં. પરંતુ ફેસબુક આવ્યા પછી મોટાભાગનાં યૂઝર્સે ઑરકૂટને બાય બાય કરી દીધું. તો વળી બાકી વધેલી કસર ટ્વિટરે પૂરી કરી દીધી. તો આ ગાળામાં જ ગૂગલે પણ પોતાની નવી સોશિયલ નેટવર્ક ગૂગલ પ્લસ શરૂ કરીને ઑરકૂટ માટે વધુ સમસ્યા કરી નાંખી. આવામાં ઈન્ડિયાના 12 કરોડ કરતા વધુ ઈન્ટરનેટ યૂઝર ઑરકૂટને ભૂલાઈને બીજી સોશિયલ સાઈટ્સ પર પોતાનું મનગમતું સ્થળ બનાવી રહ્યા છે.

આમછતાં ગૂગલ હજી પણ ઑરકૂટને કન્ટીન્યૂ કરવાની વાત કરી રહ્યું છે. પરંતુ જાણકારોની જો વાત માનીએ તો હવે ખુદ ગૂગલનો ફોક્સ ઑરકૂટ કરતા ગૂગલ પ્લસ પર છે. આવામાં એવી પણ સંભાવના ચે કે જલ્દી ગૂગલ આને અલવિદા કહી દે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો