visiter

ગુરુવાર, 11 ઑક્ટોબર, 2012

ધો. ૬થી ૮, ધો. ૧૦થી ૧૨નાં સેમેસ્ટરનાં પુસ્તકો મળતાં નથી

અમદાવાદ, તા. ૧૦
ગુજરાત રાજય પાઠય પુસ્તક મંડળની બેદરાકરીને કારણે ૩૫ લાખ વિદ્યાર્થીઓને પાઠય પુસ્તક વિના શાળાએ જવું પડે તેવી પરિસ્થતિ સર્જાઇ છે. ધો. ૬થી૮ અને ધો. ૧૦ના બીજા અને ૧૨ સાયન્સના ત્રીજા સેમેસ્ટરના પુસ્તકો હજુ માર્કેટમાં મળતા નથી. વિદ્યાર્થીઓ પુસ્તક લેવા જાય છે પરંતુ પુસ્તકો જ નથી એટલે લાખો વિદ્યાર્થીઓ-વાલીઓમાં મૂંઝવણ ફેલાઇ છે. આ બાબતે પાઠય પુસ્તક મંડળે ટૂંકસમયમાં પુસ્તકો બજારમાં ઉપલબ્ધ કરાવાશે તેવી ખાતરી ઉચ્ચારી છે.
  • ૩૫ લાખ વિદ્યાર્થીઓને પરીક્ષા પછી શું ભણાવવું તે પ્રશ્ન
પાઠય પુસ્તક મંડળના રેઢિયાળ તંત્રનો વધુ એક વખત લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ ભોગ બન્યા છે. નવી પધ્ધતિ પ્રમાણે અભ્યાસક્રમ બદલવાની ગયા વર્ષે જાહેરાત કરાઇ હતી. આ પછી નવા પુસ્તકોનો અભ્યાસક્રમ તૈયાર કરાવવાની અને માર્કેટમાં ઉપલબ્ધ કરાવવાની જવાબદારી શિક્ષણ વિભાગની છે. પરંતુ આ જવાબદારી સમયસર ન નિભાવતા કાર્રિકદીના મહત્વના વર્ષમાં રહેલા ધો. ૧૦, ૧૨ના વિદ્યાર્થીઓનું શિક્ષણ ખોરવાઇ તેવી સ્થિતિ ઉભી થઇ છે. ધો. ૬, ૭, ૮, અને ધો. ૧૦ તેમજ ધો. ૧૨ સાયન્સમાં કેટલા વિદ્યાર્થીઓ છે અને આ વિદ્યાર્થીઓને કેટલા પુસ્તકો જોઇએ તેની માહિતિ ગયા જુલાઇ મહિનામાં પાઠય પુસ્તક મંડળે મંગાવી લીધી હતી. મંડળે રાજયના આશરે ૨૮૫૦ પુસ્તક વિક્રેતાઓ પાસેથી અપેક્ષિત માંગની જાણકારી લેખિતમાં મેળવી હતી. આ પ્રમાણે કેટલા પુસ્તકો કેટલા જોઇશે તેની જાણકારી મંડળ પાસે હતી. છતા પ્રથમ સેમેસ્ટરના અંત સુધી મંડળ પુસ્તકો માર્કેટમાં ઉપલબ્ધ કરાવી શકયું નથી. જેનેકારણે આશરે ૩૫ લાખ વિદ્યાર્થીઓને હજુસુધી પુસ્તક મળ્યા નથી. હાલમાં આ વિદ્યાર્થીઓ પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા આપે છે. આ પરીક્ષા તા. ૧૫થી૧૭ ઓકટોબર સુધીમાં પુરી થઇ જશે. જયારે દિવાળી વેકેશન સત્તાવાર રીતે ૧૨ નવેમ્બરથી છે. જો કે તા. ૧૦ નવેમ્બરને શનિવાર હોવાથી આ દિવસ શાળાઓ માટે દિવાળી વેકેશન પહેલાનો છેલ્લો રહેશે. આથી તા. ૧૮ ઓકટોબરથી તા. ૧૦ નવેમ્બર સુધી શાળાઓને શિક્ષણ આપવા માટે પુસ્તક ઉપલબ્ધ ન થતા ભારે રોષ ફેલાયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો