visiter

ગુરુવાર, 25 ઑક્ટોબર, 2012

વિશ્વનું પ્રથમ બેસ્ટ સેલર પુસ્તક ભારત પર લખાયું હતું


 
પુર્તુગલના વાસ્કો દી ગામાને ભારત પહોચનારા પ્રથમ યુરોપિયન નાગરિક માનવામાં આવે પરંતુ યુરોપિયન લેખક લુડોવિકો ડિ. વાર્થેમાએ ભારત પર લખેલી આઇટિનરેરી નામનાં પુસ્તકને વિશ્વની બેસ્ટ સેલર પુસ્તક માનવામાં આવે છે.


  • દિલ્હીનાં પુસ્તક પ્રદર્શનમાં આ પુસ્તક રાખવામાં આવ્યું

ભારતના વિવિધ પ્રદેશો અને સંસ્કૃતિ પર લખાયેલા આ પુસ્તકનું દિલ્હીના એક પુસ્તકમેળામાં પ્રદર્શન કરવામાં આવ્યું છે. આઇટિનરેરી નામનાં આ પુસ્તકનું પ્રકાશન રોમમાં  ઈ. સ. ૧૫૧૦માં થયું હતું. આ પુસ્તક લોકોને એટલું પસંદ આવ્યું હતું કે તેનું ૫૦ ભાષાઓમાં અનુવાદ થયું છે. આ પુસ્તકને વિશ્વની સૌથી વધુ વેચાયેલાં પુસ્તક (બેસ્ટ સેલર) તરીકેનું સ્થાન મળ્યું છે. ૧૬મી સદીની શરૃઆતમાં ભારતની યાત્રા કરવા આવેલા ડિ. વાર્થેમાએ તેનાં આ પુસ્તકમાં ભારતનું ખૂબ જ રોચક વર્ણન કર્યું છે, જેમાં તેમણે ૧૬મી સદીના ભારતની રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને આર્િથક પરિસ્થિતિને આવરી લીધી છે.

વર્તમાન સમયમાં આ પુસ્તકની મૂળ આવૃત્તિની માત્ર બે જ કોપી બચી છે જે પૈકી એક કોપી ઇટાલીની રાજધાની રોમમાં અને બીજી કોપી અરબાનિયામાં રાખવામાં આવી છે. દિલ્હીનાં પુસ્તકપ્રદર્શનમાં આ પુસ્તકની બીજી આવૃત્તિની કોપી રાખવામાં આવી છે.   

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો