visiter

રવિવાર, 21 ઑક્ટોબર, 2012

આ સૌંદર્ય સ્પર્ધા છે પણ તેમાં શું નવું છે, તે જાણી તમે ચોંકી જશો!



જો તમારી સામે સુંદર યુવતીઓ ઉભી હોય અને તમને કહે કે તે ખૂની છે કે ડ્રગ્સ ડિલર છે, તો તમને નવાઈ જરૂરથી લાગશે. વિશ્વ સુંદરીઓ જેવી સુંદર યુવતીઓને જોઈને તમને પહેલાં તો અવું લાગે કે લંડન અથવા પેરિસ ફેશન વીક ચાલી રહ્યું છે. તમને જે ફોટો દેખાઈ રહ્યો છે, તે ચોક્કસથી સોંદર્ય સ્પર્ધાનો ફોટો છે, પરંતુ ફરક માત્ર એટલો છે કે આ સ્પર્ધા જેલમાં યોજાઈ રહી છે.

કોલંબિયામાં બોગોટાની મહિલા જેલમાં એકથી એક ચડિયાતા અપરાધ કરનાર મહિલાઓને જેલમાં રાખવામા આવી છે, જેમાં ડ્રગ્સ સપ્લાયર, હત્યા કરનાર અને ચોરી કરનાર મહિલાઓ પણ સામેલ છે. આ જેલમાં કુલ 9 જેલ આવેલી છે, જેમાં દરેકમાં 100 થી લઈને 250 મહિલા કેદીઓ રહે છે, જો કે આ જેલમાં મહિલાઓની સાથે 12 વર્ષ સુધીની કેટલીક કિશોરીઓ પણ સામેલ છે, જે પેરા મિલિટ્રી ઓર્ગેનાઈઝેશનનાં હાથે પકડાઈ હતી.

જેલ પ્રશાસન કહે છે કે, 'આરોપી યુવતીઓને પણ સામાન્ય લોકોની જેમ જીવવાનો હક છે, જેથી તેમના માટે દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સોંદર્ય પ્રતિયોગિતાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. પ્રતિયોગિતાની જાહેરાત થતાંની સાથે યુવતીઓ તેની તૈયારીમાં લાગી જાય છે અને રેમ્પ પર ચાલવાની પણ ટ્રેનિંગ લે છે.'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો