બ્રિટનની ફર્મે ટેકનોલોજી દ્વારા હવામાંથી પેટ્રોલ બનાવ્યું
વિશ્વમાં ઉર્જાની કટોકટી હળવી થશે
પ્રતિદિન એક ટન પેટ્રોલ બનાવતો પ્લાન્ટ બે વર્ષમાં ઉભો કરવાની આશા
લંડન, તા. ૧૯
બ્રિટનની એક નાની કંપનીએ દાવો કર્યો છે કે તેણે એવી
ટેકનોલોજીનો વિકાસ કર્યો છે કે
જેના દ્વારા હવા અને વીજળીમાંથી પેટ્રોલ
ઉત્પન્ન કરી શકાય છે.
ઇંગ્લેન્ડની ઉત્તરમાં આવેલા એક કંપનીએ 'એર કેપ્ચર'
નામની ટેકનોલોજીનો વિકાસ કર્યો છે
જેની મદદથી સિન્થેટિક પેટ્રોલ ઉત્પન્ન
કરી શકાય છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે
આ નવી ટેકનોલોજીથી કલાયમેન્ટ
ચેન્જ અને ઉર્જાની અછત જેવી સમસ્યાઓથી છુટકારો
મેળવી શકાશે.એર ફ્યુઅલ સિન્ડિકેશન નામની કંપનીએ કાર્બન ડાયોક્સાઇડ
અને
હાઇડ્રોજનનો ઉપયોગ કરી મિથેનોલ ઉત્પન્ન કર્યુ હતું અને તેને ગેસોલીન
ફ્યુઅલ
રિએક્ટરમાંથી પસાર કરી પેટ્રોલનું ઉત્પાદન કર્યુ હતું.
કંપનીના
અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેસિડસ્થિત સ્ટોકટોન-ઓન-ટીસમાં આવેલ
નાની
રિફાઇનરીમાં છેલ્લા ત્રણ માસમાં પાંચ લિટર પેટ્રોલ ઉત્પન્ન કરવામાં આવ્યું
હતું.
આ પેટ્રોલનો પણ સામાન્ય પેટ્રોલની જેમ વાહનોેમાં ઉપયોગ કરી શકાય છે.
અને
જો વીજળી પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતમાંથી ઉત્પન્ન કરવામાં આવી હોય
અને તેના દ્વારા
આ પેટ્રોલનું ઉત્પાદન કરવામાં આવે તો તે સંપૂર્ણપણે કાર્બન
મુક્ત હશે.
કંપનીએ આશા વ્યકત કરી હતી કે તે આગામી બે વર્ષમાં
કોમર્શિયલ સાઇઝના પ્લાન્ટની
રચના કરશે જેના દ્વારા એક દિવસમાં એક ટન
પેટ્રોલનું નિર્માણ કરવામાં આવશે. કંપનીના
સીઇઓ પિટર હેરિસને આ સપ્તાહમાં
લંડનમાં આવેલ ઇન્સ્ટિટયુશન ઓફ મિકેનિકલ
એન્જીનિયર્સ આયોજિત કોન્ફરન્સમાં
જણાવ્યું હતું કે અમે પુનઃપ્રાપ્ય વીજળીને ઉર્જાના
ઉપયોગી અને સંગ્રહ કરી શકાય તેવા સ્વરૃપમાં રૃપાંતર કરી રહ્યા છે અને અમે
તેને લિકવિડ
ટ્રાન્સપોર્ટ ફ્યુઅલ નામ આપ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે
જો તમે ઇંધણની
બાબતમાં સ્વાવલંબી બની શકો તો તમે તમારા દેશના અર્થતંત્રને
વધુ મજબૂત બનાવી
શકો છો.
હવામાંથી કઇ રીતે પેટ્રોલ બનાવ્યું ?
આ નવી ટેકનોલોજીમાં હવા સાથે સોડિયમ હાઇડ્રોકસાઇડ
ભેળવવામા આવે છે.
ત્યારબાદ વીજળીની ક્રિયા દ્વારા તેના ઘટક તત્વોને અલગ
પાડવામાં આવે છે.
ચોખ્ખો કાર્બન ડાયોક્સાઇડ મેળવવા માટે સોડિયમ કાર્બોનેટને
રિઝલ્ટન્ટ
કરવામાં આવે છે. ત્યારબાદ તેની પાણીમાંથી હાઇડ્રોજન ઇલેકટ્રોલાઇઝ્ડ સાથે
પ્રક્રિયા કરવામાં આવે છે. જેના દ્વારા
હાઇડ્રોકાર્બનનું મિશ્રણ બને છે.
ત્યાર પછી ઇંધણના પ્રકાર અનુસાર તેના પર
આગળ પ્રક્રિયા કરવામાં આવે છે.
|
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો