હેન્ડ પંપના પાણીથી પોતાની પ્યાસ બુજાવતા આ બાળકને જોઇને ગ્રામડાનું એ
દ્રશ્ય જ્યાં હેન્ડ પંપની ચારે તરફ માટલા ગોઢવાઇ જશે અને પાણની ભરવા માટે
કતારો લાગશે,
ગુજરાતન પહાડી વિસ્તારમાં કેટલાંક એવા ગામો છે જ્યાં પહોચવા માટે કિલો
મીટરો સુઘી ચાલવું પડે છે ગરમીની સિઝન શરૂ થઇ ગઇ છે, શહેરથી ગામ તરફ પાછા
ફરતા આ મુસાફરો ગરમીમાં એક જાડ નીચે ઠંડક મેળવવા માટે આશરો લઇ રહ્યા છે.
દમ મારો દમ સ્ટાઇલથી ચીલમ ભરતા આ સાઘુ આદ્યાત્મિક માર્ગને અનુસરે છે.
જુનાગઢની તળેટીમાં આવેલા આશ્રમમાં આ પ્રકારના દ્રશ્યો અચૂક જોવા મળશે કારણ
કે જુનાગઠ એ એક માત્ર સ્થળ છે સમગ્ર ભારતમા સાઘુ સંતો અહી આવીને વસે છે
દેશના સૌથી વઘુ વાહનોના નગરની ગલી -ગૂચીઓમાં કોઈ મહત્વનું છે તે જ ખબર
નથી પડતી ? વાહન કે માણસ? અહીંયા તો રસ્તા પર માણસ કરતા તેણે બનાવેલા
યંત્રોનો દબદબો વઘુ જોવા મળે છે.
કઠપુતળીના ખેલ આમ તો હવે ગલીગૂચીઓમાંથી શહેરની હોટલોમાં સ્થળાંતરીત થઈ
ગયા છે. રાજા-રજવાડાઓની અસરમાં બનેલી આ અદ્દભૂત લોકકલા એક જમાનામાં
કાર્ટૂનનો પર્યાય હતી જે આજે ઘીમે ઘીમે નામશેષ બની ગઈ છે. આજે તો કથપૂતળીના
પાત્રો રોડ પર શોપીસ તરીકે વઘુ મળતા થઈ ગયા છે
કંડલા પોર્ટની પાસે સ્થાનિક માછીમારોના હોડકાઓ વચ્ચે ચાલતો બાળક અહીં
સૂર્યના બ્લેક એન્ડ વ્હાઈટ શેડમાં અદ્દભૂત લાગે છે. જીવનની ફિલસૂફી પણ
બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફી જેવી છે અહીં હોડીઓ ઘણી છે પણ કેટલીક કિનારે
છે તો કેટલીંક નદીમાં લાંગર્યા વગરની ઝોલા ખાઈ રહી છે
જીવનના મોટા ભાગના બખેડા મોટા થયા પછી જ શરૂ થતા હોય છે. સાથે રમીએ,
સાથે જમીએ, સાથે કરીએ સારા કામ જેવા સૂત્રો મોટા થઈને વઘુ વાગોળીએ છીએ પણ
આવું કશું જ સ્મૃતિમાં રાખ્યા વગર આખું બાળપણ ચાલ્યુ જાય છે ને છેલ્લે
સૂત્રો યાદ રહી જાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો